________________
કર્મસિદ્ધાન્ત
છે. પુનર્જન્મ અને પૂર્વભવ ન માનીએ તો કૃતકર્મનો નિર્દેતુક વિનાશ (કૃતપ્રણાશ) અને અકૃત કર્મનો ભોગ (અકૃતકર્મભોગ) માનવો પડે. પરિણામે કર્મવ્યવસ્થા દૂષિત થઈ જાય. આ દોષોથી બચવા માટે કર્મવાદીઓને પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે. તેથી વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે ભારતીય પરંપરામાં કર્મમૂલક પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે.
જૈન કર્યસાહિત્યમાં બધા સંસારી જીવોનો સમાવેશ ચાર ગતિઓમાં કરવામાં આવ્યો
છે
· મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ. મૃત્યુ પછી જીવ પોતાનાં કર્મ અનુસાર આ ચાર ગતિઓમાંથી કોઈ એક ગતિમાં જઈ જન્મ ગ્રહણ કરે છે. જ્યારે એક જીવ એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરવા માટે જાય છે ત્યારે આનુપૂર્વીનામકર્મ તેને ઉત્પત્તિસ્થાને પહોંચાડી દે છે. આનુપૂર્વીનામકર્મ માટે નાસારજ્જુ એટલે કે નાથનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. જેમ બળદને આમતેમ લઈ જવા માટે નાથની સહાયતા અપેક્ષિત છે તેવી જ રીતે જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં ઉત્પત્તિસ્થાને પહોંચવા માટે આનુપૂર્વીનામકર્મની મદદની જરૂરત પડે છે. સમશ્રેણી (ઋજુગતિ) માટે આનુપૂર્વાની આવશ્યકતા રહેતી નથી પરંતુ વિશ્રેણી (વક્રગતિ) માટે આનુપૂર્વીની આવશ્યકતા રહે છે. ગત્યત્તર વખતે જીવની સાથે કેવળ બે પ્રકારનાં બે શરીરો જ હોય છે – એક તૈજસ અને બીજું કાર્મણ. અન્ય પ્રકારનાં શરીરોનું (ઔદારિક અથવા વૈક્રિયનું) નિર્માણ ત્યાં પહોંચ્યા પછી શરૂ થાય છે.
ગુણસ્થાન
૩૨૯
આધ્યાત્મિક વિકાસને વ્યાવહારિક પરિભાષામાં ચારિત્રવિકાસ કહી શકાય. મનુષ્યના આત્મિક ગુણોનું પ્રતિબિંબ તેના ચારિત્રમાં પડ્યા વિના રહેતું નથી. ચારિત્રની વિવિધ દશાઓના આધારે આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ અથવા અવસ્થાઓનું સહજપણે જ અનુમાન થઈ શકે છે. આત્માની વિવિધ અવસ્થાઓને ત્રણ મુખ્ય રૂપોમાં વિભક્ત કરી શકાય—નિકૃષ્ટતમ, ઉત્કૃષ્ટતમ અને તદન્તર્વર્તી. અજ્ઞાન અથવા મોહનું પ્રગાઢતમઆવરણ આત્માની નિકૃષ્ટતમ અવસ્થા છે. વિશુદ્ધતમ જ્ઞાન અથવા આત્યન્તિક વ્યપગતમોહતા આત્માની ઉત્કૃષ્ટતમ અવસ્થાછે. આ બેચરમ અવસ્થાઓ વચ્ચે રહેલી દશાઓ તૃતીય કોટિની અવસ્થાઓછે. પ્રથમ પ્રકારની અવસ્થામાં ચારિત્રશક્તિનોસંપૂર્ણ ડ્રાસ તથા દ્વિતીય પ્રકારની અવસ્થામાં ચારિત્રશક્તિનો સંપૂર્ણ વિકાસ થાય છે. આ બે પ્રકારની અવસ્થાઓ સિવાયની ચારિત્રવિકાસની જેટલી પણ અવસ્થાઓ છે તે બધીનો
૧. આ પરંપરાઓની પુનર્જન્મ અને પરલોક વિશેની માન્યતાઓ માટે જુઓ આત્મમીમાંસા, પૃ. ૧૩૪-૧૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org