________________
જૈન ધર્મ-દર્શન
૩૬
સૂત્રકારે પ્રાયશ્ચિત્તના નીચે જણાવેલા દસ ભેદોનું વ્યાખ્યાન કર્યું છે— (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) ઉભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક. આ દસ પ્રાયશ્ચિત્તોમાંથી છેલ્લા બે અર્થાત્ અનવસ્થાપ્ય અને પારાંચિક અન્તિમ ચતુર્દશપૂર્વધર (પ્રથમ ભદ્રબાહુ) સુધી જ વિદ્યમાન રહ્યા. તે પછી તેમનો લોપ થઈ ગયો.
પંચકલ્પ વર્તમાનમાં અનુપલબ્ધ છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે પંચકલ્પસૂત્ર અને પંચકલ્પમહાભાષ્ય બન્ને એક જ છે.
નન્દી અને અનુયોગદ્વાર ચૂલિકાસૂત્રો કહેવાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તે અધ્યયન અથવા ગ્રન્થ માટે થાય છે જેમાં અવશિષ્ટ વિષયોનું વર્ણન હોય અથવા વર્ણિત વિષયોનું સ્પષ્ટીકરણ હોય. દશવૈકાલિક અને મહાનિશીથના અન્તે આ પ્રકારની ચૂલિકાઓ—ચૂલાઓ—ચૂડાઓ ઉપલબ્ધ છે. તેમનામાં ગ્રન્થના પ્રયોજનને કે વિષયને દૃષ્ટિમાં રાખીને એવી કેટલીક આવશ્યક બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે બાબતોનો સમાવેશ આચાર્ય ગ્રન્થના કોઈ અધ્યયનમાં નથી કરી શક્યા. આજકાલ આ પ્રકારનું કાર્ય પુસ્તકના અંતે પરિશિષ્ટ જોડી પાર પાડવામાં આવે છે. નન્દી અને અનુયોગદ્વાર પણ આગમો માટે પરિશિષ્ટનું જ કામ કરે છે. એટલું જ નહિ, આગમોના અધ્યયન માટે તેઓ ભૂમિકાનું પણ કામ આપે છે. આ કથન નન્દીની અપેક્ષાએ અનુયોગદ્વા૨ના વિષયમાં અધિક સત્ય છે. નન્દીમાં તો કેવળ જ્ઞાનનું જ વિવેચન કરવામાં આવ્યું છે જ્યારે અનુયોગદ્વારમાં તો પ્રાયઃ આગમોના સમસ્ત મૂલભૂત સિદ્ધાન્તોનું સ્વરૂપ સમજાવતાં સમજાવતાં વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જે પારિભાષિક શબ્દોનું જ્ઞાન આગમોના અધ્યયન માટે આવશ્યક જ નહિ, અનિવાર્ય
છે.
પ્રકીર્ણક અર્થાત્ વિવિધ. ભગવાન મહાવીરના તીર્થમાં પ્રકીર્ણકોની અર્થાત્ વિવિધ આગમિક ગ્રન્થોની સંખ્યા ૧૪,૦૦૦ કહેવામાં આવી છે. વર્તમાનમાં પ્રકીર્ણકોની સંખ્યા મુખ્યપણે દસ મનાય છે. આ દસ નામો પણ એકસરખાં નથી. નીચે જણાવેલાં દસ નામ વિશેષતઃ માન્ય છે (૧) ચતુઃશરણ, (૨) આતુરપ્રત્યાખ્યાન, (૩) મહાપ્રત્યાખ્યાન, (૪) ભક્તપરિજ્ઞા, (૫) તન્દુલવૈચારિક, (૬) સંસ્તારક, (૭) ગચ્છાચાર, (૮) ગણિવિદ્યા, (૯) દેવેન્દ્રસ્ત્ય અને (૧૦) મરણસમાધિ.
ચતુઃશરણ(ચઉસરણ)નું બીજું નામ કુશલાનુબન્ધિઅધ્યયન (કુસલાણુબંધિઅજ્ઝયણ) છે. તેમાં ૬૩ ગાથાઓ છે. તેમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિત ધર્મ આ ચારને ‘શરણ’ માનવામાં આવેલ છે એટલે તેને ચતુઃ શરણ કહેવામાં આવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org