________________
૩૫
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય ઔષધિનું સેવન કરવું, પાત્ર આદિ ખરીદવા-ખરીદાવવાં તથા ખરીદીને દેનાર પાસેથી ગ્રહણ કરવાં, વાટિકા આદિમાં ઝાડો-પેશાબ નાખવાં, ગૃહસ્થ વગેરેને આહાર-પાણી આપવાં, દંપતીના શયનખંડમાં પ્રવેશ કરવો, જુગુપ્સિત કુલોમાંથી આહાર વગેરે ગ્રહણ કરવાં, ગીતો ગાવાં, વાદ્યયંત્રો વગાડવાં, નૃત્યો કરવાં, અકારણ નાવમાં બેસવું, સ્વામીની અનુમતિ વિના નાવમાં બેસવું, ઇમહોત્સવ સ્કન્દમહોત્સવ યક્ષમહોત્સવ ભૂતમહોત્સવ વગેરેના સમયે સ્વાધ્યાય કરવો, અસ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય ન કરવો, અન્યતીર્થિક અથવા ગૃહસ્થને ભણાવવા યા તેમની પાસે ભણવું, શિથિલાચારીઓને ભણાવવા અથવા તેમની પાસે ભણવું, વગેરે. વીસમા ઉદેશમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત કરતી વખતે લાગનાર વિવિધ દોષો માટે વિશેષ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. આ ઉદેશના અંતે ત્રણ ગાથાઓ છે જેમનામાં નિશીથસૂત્રના પ્રણેતા આચાર્ય વિસાહગણિ(વિશાખગણિીની પ્રશસ્તિ કરવામાં આવી છે. નિશીથસૂત્ર જૈનાચારશાસ્ત્રાન્તર્ગત નિર્ઝન્થદંડશાસ્ત્રનો અતિ મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે. | ઉપલબ્ધ મહાનિશીથ ભાષા અને વિષયની દષ્ટિએ બહુ પ્રાચીન નથી માની શકાતો. તેમાં જ્યાં ને ત્યાં આગમેતર ગ્રન્થો અને આચાર્યોનાં નામો પણ મળે છે. તે છ અધ્યયનો અને બે ચૂલાઓમાં વિભક્ત છે. પ્રથમ અધ્યયનમાં પાપરૂપી શલ્યની આલોચના અને નિન્દાની દષ્ટિએ અઢાર પાપસ્થાનકોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજા અધ્યયનમાં કર્મવિપાકનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્રીજા અને ચોથા અધ્યયનોમાં કુશીલ સાધુઓની સોબત ન કરવાનો ઉપદેશ છે. વળી, મન્ત્ર-તન્ન, નમસ્કારમ7, ઉપધાન, જિનપૂજા વગેરેનું વિવેચન છે. પાંચમા અધ્યયનમાં ગચ્છના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છઠ્ઠા અધ્યયનમાં પ્રાયશ્ચિત્તના દસ અને આલોચનાના ચાર ભેદોનું વિવેચન છે. આમાં આચાર્ય ભદ્રના ગચ્છમાં પાંચ સો સાધુ અને બાર સો સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે. ચૂલાઓમાં સુસઢ વગેરે કથાઓ છે. ત્રીજા અધ્યયનમાં ઉલ્લેખ છે કે મહાનિશીથને ઊધઈએ ખાધો હોવાથી હરિભદ્રસૂરિએ તેનો ઉદ્ધાર કર્યો અને તેનું સંશોધન કર્યું તથા આચાર્ય સિદ્ધસેન, વૃદ્ધવાદી યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ આદિએ તેને માન્યતા આપી.
જીતકલ્પ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની કૃતિ છે. તેમાં નિર્ઝન્થ-નિગ્રંથીઓના વિભિન્ન અપરાધોના પ્રાયશ્ચિત્તોનું જીતવ્યવહારના (પરંપરાથી પ્રાપ્ત અને શ્રેષ્ઠ પુરુષોથી અનુમત વ્યવહારના) આધારે નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂત્રકારે કહ્યું છે કે સંવર અને નિર્જરાથી મોક્ષ થાય છે તથા તપ સંવર અને નિર્જરાનું કારણ છે. પ્રાયશ્ચિત્ત તપોમાં પ્રધાન છે, તેથી મોક્ષમાર્ગની દૃષ્ટિએ પ્રાયશ્ચિત્તનું અત્યધિક મહત્ત્વ છે. તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org