________________
સાતમું અધ્યયન આચારશાસ્ત્ર
આચાર અને વિચાર વ્યક્તિત્વના સમાન શક્તિવાળા અન્યોન્યાશ્રિત બે પક્ષો છે. આ બન્ને પક્ષોનો સંતુલિત વિકાસ થાય તો જ વ્યક્તિત્વનો વિશુદ્ધ વિકાસ થાય છે. આ પ્રકારના વિકાસને આપણે જ્ઞાન અને ક્રિયાનો સંયુક્ત વિકાસ કહી શકીએ જે દુઃખમુક્તિ માટે અનિવાર્ય છે.
આચાર અને વિચારની અન્યોન્યાશ્રિતતાને દૃષ્ટિમાં રાખીને ભારતીય ચિન્તકોએ ધર્મ અને દર્શનનું સાથે સાથે પ્રતિપાદન કર્યું છે. તેમણે તત્ત્વજ્ઞાનની સાથે જ આચારશાસ્ત્રનું પણ નિરૂપણ કર્યું અને દર્શાવ્યું કે જ્ઞાનવિહીન આચારણ નેત્રહીન પુરુષની ગતિ સમાન છે જ્યારે આચરણહીન જ્ઞાન પંગુ પુરુષની સ્થિતિ સમાન છે. જેમ અભીષ્ટ સ્થાને પહોંચવા માટે નિર્દોષ આંખો અને પગ બન્ને આવશ્યક છે તેમ આધ્યાત્મિક સિદ્ધિ માટે દોષરહિત જ્ઞાન અને ચારિત્ર બન્ને અનિવાર્ય છે. - ભારતીય પરંપરાઓમાં આચાર અને વિચાર બન્નેને સરખું સ્થાન આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે મીમાંસા પરંપરાનો એક પક્ષ પૂર્વમીમાંસા આચારપ્રધાન છે જ્યારે બીજો પક્ષ ઉત્તરમીમાંસા (વેદાન્ત) વિચારપ્રધાન છે. સાંખ્ય અને યોગ ક્રમશઃ વિચાર અને આચારનું પ્રતિપાદન કરનારાં એક જ પરંપરાનાં બે અંગ છે. બૌદ્ધ પરંપરામાં હીનયાન અને મહાયાનના રૂપમાં આચાર અને વિચારની બે ધારાઓ છે. હીનયાન આચારપ્રધાન છે અને મહાયાન વિચારપ્રધાન છે. જૈન પરંપરામાં પણ આચાર અને વિચારને સરખું સ્થાન આપવામાં આવ્યું છે. અહિંસામૂલક આચાર અને અનેકાન્તભૂલક વિચારનું પ્રતિપાદન જૈન વિચારધારાની વિશેષતા છે.
અહિંસા જૈન આચારનો પ્રાણ છે. અહિંસક આચાર અને વિચારથી જ આધ્યાત્મિક ઉત્થાન થાય છે જે કર્મમુક્તિનું કારણ છે. અહિંસાનું જેટલું સૂક્ષ્મ વિવેચન અને આચરણ જૈન પરંપરામાં ઉપલબ્ધ છે તેટલું ભાગ્યે જ કોઈ જૈનેતર પરંપરામાં હોય. અહિંસાનો મૂલાધાર આત્મસામ્ય છે. પ્રત્યેક આત્મા – ભલે તેની કાયા પૃથ્વીની હોય કે જલની હોય, ભલે તે કીટ કે પતંગના રૂપમાં હોય, ભલે તે પશુ કે પક્ષીમાં હોય, ભલે એનો વાસ માનવશરીરમાં હોય – તાત્વિક દષ્ટિએ સમાન છે. સુખ-દુઃખનો અનુભવ
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org