________________
૭૦
જૈન ધર્મ-દર્શન
પણ સર્વથા અસ્પષ્ટ છે. તે બધાંને પ્રેમ કરે છે પરંતુ તેનો પ્રેમ રાગની કોટિમાં આવતો નથી. તે પ્રેમ એક વિલક્ષણ પ્રકારનો પ્રેમ છે જે રાગ અને દ્વેષ બની સીમાથી પર છે. રાગ અને દ્વેષ સદા સાથે સાથે ચાલે છે જ્યારે પ્રેમ એકલો જ ચાલે છે.
શમનનો અર્થ છે- શાન્ત કરવું. જે વ્યક્તિ પોતાની વૃત્તિઓને શાન્ત કરવાનો પ્રયત્ન કરે છે, પોતાની વાસનાઓનું દમન કરવાની કોશિશ કરે છે અને પોતાના આ પ્રયત્નમાં ઘણો બધો સફળ થાય છે તે શ્રમણ સંસ્કૃતિનો સાચો અનુયાયી છે. આપણી એવી વૃત્તિઓ જે ઉત્થાનના બદલે પતન તરફ લઈ જાય છે, શાન્તિના બદલે અશાન્તિ ઉત્પન્ન કરે છે, ઉત્કર્ષના બદલે અપકર્ષ લાવે છે તે જીવનને કદી સફલ બનવા દેતી નથી. એવી અકુશલ વૃત્તિઓને શાન્ત કરવાથી જ સાચા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. આ જાતની કુવૃત્તિઓ શાન્ત કરવાથી જ આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે. શ્રમણ સંસ્કૃતિના મૂળમાં શ્રમ, સમ અને શમ આ ત્રણે તત્ત્વો વિદ્યમાન છે. જૈન પરંપરાનું મહત્ત્વ
શ્રમણ સંસ્કૃતિની અનેક ધારાઓમાં જૈન પરંપરાનું બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એ તો આપણે જોઈ ગયા કે શ્રમણ સંસ્કૃતિની બે મુખ્ય ધારાઓ આજ પણ જીવિત છે. તેમાંથી બૌદ્ધ પરંપરાનો ભારતીય જીવન સાથે વિશેષ સંબંધ રહ્યો નથી. જો કે તેનો વત્તોઓછો પ્રભાવ કોઈ ને કોઈ રૂપમાં આજ પણ મોજૂદ છે અને ભવિષ્યમાં રહેશે પરંતુ ભારતીય જીવનના નિર્માણ અને પરિવર્તનમાં જૈન પરંપરાનો જે હાથ અતીતમાં રહ્યો છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે તે કંઈક વિલક્ષણ છે. જો કે આજની પ્રચલિત જૈન વિચારધારા ભારતની બહાર પોતાનો પ્રભાવ જમાવી ન શકી પરંતુ ભારતીય વિચારધારા અને આચારને બદલવામાં તેણે જે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે તે આ દેશના જનજીવનના ઇતિહાસમાં બહુ સમય સુધી અમર રહેશે.
જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરા શ્રમણ સંસ્કૃતિ અંતર્ગત છે. પંરતુ તેનો અર્થ એ નથી કે જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરા બન્ને એક છે. શ્રમણ પરંપરા બન્નેમાં વહેતી એક સામાન્ય પરંપરા છે. શ્રમણ પરંપરાની દૃષ્ટિએ બન્ને એક છે, પરંતુ પરસ્પરની અપેક્ષાએ બન્ને ભિન્ન છે. બુદ્ધ અને મહાવીર બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ છે. બુદ્ધની પરંપરા આજ બૌદ્ધધર્મનામે પ્રસિદ્ધ છે અને મહાવીરની પરંપરા જૈનધર્મ નામે. આ બાબત આપણા ભારતીયો માટે વિવાદથી પર છે. આપણે તો આ બન્ને પરંપરાઓને ભિન્ન પરંપરાઓ તરીકે જોતા આવ્યા છીએ. તેનાથી ઊલટું કેટલાક વિદેશી વિદ્વાનો એટલે સુધી લખવા લાગ્યા હતા કે બુદ્ધ અને મહાવીર એક જ વ્યક્તિ છે કેમ કે જૈન અને બૌદ્ધ પરંપરાઓની માન્યતાઓમાં બહુ સમાનતા છે. પ્રો. લાસેન આદિની આ માન્યતાનું ખંડન કરતાં પ્રો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org