________________
.
તત્ત્વવિચાર
૬૯
આજીવિક આદિ વિશેષપણે ઉલ્લેખનીય છે, જૈન અને બૌદ્ધ પરંપરાઓ તો સ્પષ્ટપણે શ્રમણ સંસ્કૃતિની શાખાઓ છે. આજીવિક વગેરે પણ આ પરંપરાની શાખાઓ છે, પરંતુ દુર્ભાગ્યથી આજે તેમનું મૌલિક સાહિત્ય ઉપલબ્ધ નથી. આ જ કારણે નિશ્ચિતપણે તેમના વિષયમાં કંઈ કહી શકાતું નથી. આમ હોવા છતાં પણ એટલું તો અવશ્ય માનવું પડશે કે આ પરંપરાઓ પણ વૈદિક પરંપરાની વિરોધી રહી છે.
જૈન અને બૌદ્ધ બન્ને પરંપરાઓ વેદોને પ્રમાણ માનતી નથી. તે એ પણ નથી માનતી કે વેદના કર્તા ઈશ્વર છે અથવા તો વેદ અપૌરુષેય છે. બ્રાહ્મણવર્ગનું જાતિની દૃષ્ટિએ કે પુરોહિતો હોવાના કારણે ગુરુપદ પણ સ્વીકારતી નથી. તેમના પોતપોતાના ગ્રન્થ છે, જે નિર્દોષ આપ્ત વ્યક્તિની રચનાઓ છે. તેમને માટે તે ગ્રન્થ જ પ્રમાણભૂત છે. જાતિની અપેક્ષાએ વ્યક્તિની પૂજા બન્નેને માન્ય છે અને વ્યક્તિપૂજાનો આધાર છે ગુણ અને કર્મ. બન્ને પરંપરાઓના સાધકો અને ત્યાગીવર્ગ માટે શ્રમણ, ભિક્ષુ, અનગાર, યતિ, સાધુ, પરિવ્રાજક, અર્હત્, જિન વગેરે શબ્દોનો પ્રયોગ થતો રહ્યો છે. એક ‘નિર્પ્રન્થ’ શબ્દ એવો છે જેનો પ્રયોગ જૈન પરંપરાના સાધકો માટે જ થયો છે. આ શબ્દ જૈન ગ્રન્થોમાં ‘નિગ્રંથ' અને બૌદ્ધ ગ્રન્થોમાં ‘નિગંઠ’ના નામે મળે છે. તેથી જૈનશાસ્ત્રને ‘નિર્ઝન્થપ્રવચન’ પણ કહેવામાં આવ્યું છે. આ ‘નિગ્રંથપાવયણ’નું સંસ્કૃત રૂપ છે.
‘શ્રમણ’ શબ્દનો અર્થ
શ્રમણને માટે પ્રાકૃત સાહિત્યમાં ‘સમણ’ શબ્દનો પ્રયોગ થયો છે. જૈનસૂત્રોમાં જ્યાં ત્યાં ‘સમણ’ શબ્દ આવે છે, જેનો અર્થ થાય છે સાધુ. ઉક્ત ‘સમણ’ શબ્દના ત્રણ
રૂપો થઈ શકે છે શ્રમણ, સમન અને શમન. શ્રમણ શબ્દ ‘શ્રમ્’ ધાતુથી બને છે. ‘શ્રમ્’નો અર્થ છે — પરિશ્રમ કરવો.
તપસ્યાનું બીજું નામ પરિશ્રમ છે. જે વ્યક્તિઓ પોતાના જ શ્રમથી ઉત્કર્ષને પામે છે તે શ્રમણ કહેવાય છે. સમનનો અર્થ થાય છે સમાનતા. જે વ્યક્તિ પ્રાણી માત્ર પ્રતિ સમભાવ રાખે છે, વિષમતાથી હમેશાં દૂર રહે છે, જેનું જીવન વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વનું પ્રતીક હોય છે, જેના માટે સ્વ-૫૨નો ભેદભાવ નથી હોતો, જે પ્રત્યેક પ્રાણીને એ રીતે પ્રેમ કરે છે જેવી રીતે તે પોતાની જાતને પ્રેમ કરે છે, તેને કોઈ પ્રત્યે દ્વેષ નથી હોતો કે કોઈ પ્રત્યે રાગ નથી હોતો, તે રાગ અને દ્વેષની તુચ્છ ભાવનાથી ઉપર ઊઠીને સૌને એકસમાન દૃષ્ટિએ જુએ છે. તેનો વિશ્વપ્રેમ ધૃણા અને આસક્તિની છાયાથી
૧. શ્રામ્યન્તીતિ શ્રમળા: તપસ્યન્તીત્યર્થ:। દશવૈકાલિકવૃત્તિ, ૧.૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org