________________
૪ ૨
જૈન ધર્મ-દર્શન વર્ગણા ખંડનો મુખ્ય અધિકાર બનીય છે જેમાં વર્ગણાઓનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત તેમાં સ્પર્શ, કર્મ, પ્રકૃતિ અને બંધ આ ચાર અધિકારોનો પણ અંતર્ભાવ કરવામાં આવ્યો છે.
ત્રીસ હજાર શ્લોકપ્રમાણ મહાબંધ નામના છઠ્ઠા ખંડમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ આ ચાર પ્રકારના બંધોનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ મહાબંધ મહાધવલ નામે પણ પ્રસિદ્ધ છે.
કસાયપાહુડ અથવા કષાયમામૃતને પેજુજદોસપાહુડ અથવા પ્રેયોદ્વેષપ્રાભૂત પણ કહે છે. પેન્જનો અર્થ પ્રેય એટલે રાગ થાય છે અને દોસનો અર્થ દ્વેષ થાય છે. પ્રસ્તુત ગ્રન્થમાં રાગ અને દ્વેષરૂપ કષાયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એટલે તેનાં બન્ને નામો સાર્થક છે. ગ્રન્થની પ્રતિપાદનશૈલી અતિગૂઢ, સંક્ષિપ્ત અને સૂત્રાત્મક છે. પ્રતિપાદ્ય વિષયોનો કેવળ નિર્દેશ કરી દેવામાં આવ્યો છે.
કર્મપ્રાભૃત અર્થાત ષટ્રખંડાગમની જેમ જ કષાયમામૃતનું ઉદ્ગમસ્થાન પણ દષ્ટિવાદ નામનું બારમું અંગ જ છે. તેના જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વની દસમી વસ્તુના પ્રયોષ નામના ત્રીજા પ્રાભૂતમાંથી કષાયપ્રાભૃતની ઉત્પત્તિ થઈ છે. જેમ કર્મપ્રકૃતિપ્રાભૃતમાંથી ઉત્પન્ન થયું હોવાના કારણે પખંડાગમને કર્મપ્રાભૃત, કર્મપ્રકૃતિપ્રાભૃત અથવા મહાકર્મપ્રકૃતિપ્રાભૃત કહેવામાં આવે છે તેમ પ્રયોષપ્રાભૃતમાંથી ઉત્પન્ન થયું હોવાના કારણે કષાયપ્રાભૃતને પ્રેયોષપ્રાભૃત કહેવામાં આવે છે.
કષાયપ્રાભૂતના કર્તા આચાર્ય ગુણધર છે, તેમણે ગાથાસૂત્રોમાં પ્રસ્તુત ગ્રન્થની રચના કરી છે. આચાર્ય ગુણધરે આ કષાયમામૃત ગ્રન્થની રચના શા માટે કરી? આ પ્રશ્નનો ઉત્તર આપતાં જયધવલા ટીકામાં આચાર્યવીરસેને કહ્યું છે કે જ્ઞાનપ્રવાદ (પાંચમા) પૂર્વની નિર્દોષ દસમી વસ્તુના ત્રીજા કષાયપ્રાભૃતરૂપ સમુદ્રના જલસમુદાયથી પ્રક્ષાલિત માતિજ્ઞાનરૂપ લોચનસમૂહથી જેમણે ત્રણે લોકોને પ્રત્યક્ષ કરી લીધા છે તથા જે ત્રિભુવનના પાલક છે તે ગુણધર ભટ્ટારકે તીર્થના વ્યુચ્છેદના ભયથી કષાયમામૃતના અર્થથી યુક્ત ગાથાઓનો ઉપદેશ આપ્યો.
કષાયપ્રાભૂતકાર આચાર્ય ગુણધરના સમયનો ઉલ્લેખ કરતાં જયધવલાકારે લખ્યું છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૮૩ વર્ષો વ્યતીત થતાં અંગો અને પૂર્વોનો એક ભાગ આચાર્યપરંપરાથી ગુણધરાચાર્યને પ્રાપ્ત થયો. તેમણે પ્રવચનવાત્સલ્યથી વશીભૂત થઈને ગ્રન્થવિચ્છેદના ભયથી ૧૬000પદપ્રમાણ પેજદોસપાહુડનો ૧૮૦ ગાથાઓમાં ઉપસંહાર કર્યો. મહાકર્મપ્રકૃતિપ્રાભૃત અર્થાત પખંડાગમના પ્રણેતા આચાર્ય પુષ્પદન્ત અને ભૂતબલિના સમયનો ઉલ્લેખ પણ ધવલામાં આ જ રૂપમાં થયો છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org