________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૪૧ પખંડાગમના પ્રારંભિક ભાગ સમ્પ્રરૂપણાના પ્રણેતા આચાર્ય પુષ્પદન્ત છે તથા બાકીના આખા ગ્રન્થના કર્તા આચાર્ય ભૂતબલિ છે. ધવલાકારે પુષ્પદન્તરચિત જે વીસ સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે તે સત્રરૂપણાના વીસ અધિકારો જ છે કારણ કે તેમણે આગળ ઉપર ષ્ટ લખ્યું છે કે ભૂતબલિએ દ્રવ્યપ્રમાણાનુગમથી પોતાની રચનાનો પ્રારંભ કર્યો. સત્રરૂપણા પછી જ્યાંથી સંખ્યાપ્રરૂપણા અર્થાત્ દ્રવ્યપ્રમાણાનુગમ શરૂ થાય છે ત્યાં પણ ધવલાકારે કહ્યું છે કે હવે ચૌદ જીવસમાસોના અસ્તિત્વને જાણી લેનારા શિષ્યોને તે જ જીવસમાસોના પરિમાણનો પ્રતિબોધ કરાવવા માટે ભૂતબલિ આચાર્ય સૂત્ર કરે છે.
આચાર્ય ધરસેન, પુષ્પદન્ત અને ભૂતબલિનો સમય વિવિધ પ્રમાણોના આધારે વીરનિર્વાણના ૬૦૦-૭00 વર્ષ પછીનો સિદ્ધ થાય છે.
કર્મપ્રાભૂતના છખંડોનાં નામ આ પ્રમાણે છે– (૧) જીવસ્થાન, (૨) ક્ષુદ્રકબન્ધ, (૩) બન્ધસ્વામિત્વવિચય (૪) વેદના, (પ) વર્ગણા અને (૬) મહાબબ્ધ.
જીવસ્થાન અન્તર્ગત આઠ અનુયોગદ્વાર તથા નવ ચૂલિકાઓ છે. આઠ અનુયોગદ્વાર આમના સંબંધી છે– (૧) સત્, (૨) સંખ્યા(દ્રવ્યપ્રમાણ), (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શન, (૫) કાલ, (૬) અર, (૭) ભાવ અને (૮) અલ્પબદુત્વ. નવ ચૂલિકાઓ આ છે– (૧) પ્રકૃતિસમુત્કીર્તન, (૨) સ્થાન સમુત્કીર્તન, (૩) – (૫) પ્રથમ-દ્વિતીય-તૃતીય મહાદંડક, (૬) ઉત્કૃષ્ટસ્થિતિ, (૭) જધન્યસ્થિતિ, (૮) સમ્યકત્વોત્પત્તિ અને (૯) ગતિ-આગતિ.
સુદ્રકબન્ધના અગિયાર અધિકાર છે – (૧) સ્વામિત્વ, (ર) કાલ, (૩) અત્તર, (૪) ભંગવિચય, (૫) દ્રવ્યપ્રમાણાનુગમ, (૬) ક્ષેત્રાનુગમ, (૭) સ્પર્શનાનુગમ, (૮) નાના-જીવકાલ, (૯) નાના-જીવન્તર, (૧૦) ભાગાભાગાનુગમ અને (૧૧) અલ્પબદુત્વાનુગમ.
બન્ધસ્વામિત્વવિચયમાં આ વિષયો આવે છે—કર્મપ્રકૃતિઓનો જીવોની સાથે બંધ, કર્મપ્રકૃતિઓની ગુણસ્થાનોમાં બુચ્છિત્તિ, સ્વોદયબંધરૂપ પ્રકૃતિઓ, પરોદયબંધરૂપ પ્રકૃતિઓ.
વેદનાખંડમાં કૃતિ અને વેદના નામના બે અનુયોગદ્વાર છે. કૃતિ સાત પ્રકારની છે – (૧) નામકૃતિ, (૨) સ્થાપનાકૃતિ, (૩) દ્રવ્યકૃતિ, (૪) ગણનાકૃતિ, (પ) ગ્રન્થકૃતિ, (૬) કરણકૃતિ અને (૭) ભાવકૃતિ. વેદનાના સોળ અધિકાર છે– (૧) નિક્ષેપ, (૨) નય, (૩) નામ, (૪) દ્રવ્ય, (૫) ક્ષેત્ર, (૬) કાલ, (૭) ભાવ, (૮) પ્રત્યય, (૯) સ્વામિત્વ, (૧૦) વેદના, (૧૧) ગતિ, (૧૨) અનન્તર, (૧૩) સન્નિકર્ષ, (૧૪) પરિમાણ, (૧૫) ભાગાભાગાનુગમ અને (૧૬) અલ્પબદુત્વાનુગમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org