________________
४०
જૈન ધર્મ-દર્શન તેમાંથી પૂર્વગતના ચૌદ ભેદ છે. તેમને ચૌદ પૂર્વો કહેવામાં આવે છે. તેમાંથી અગ્રાયણીય નામના બીજા પૂર્વમાંથી કર્મપ્રાભૃત નામનું પખંડાગમ ઉત્પન્ન થયું છે.
અગ્રાયણીય પૂર્વના નીચે જણાવેલા ચૌદ અધિકાર છે—(૧) પૂર્વાન્ત, (૨) અપરાન્ત, (૩) ધ્રુવ, (૪) અધ્રુવ, (૫) ચયનલબ્ધિ, (૬) અર્વોપમ, (૭) પ્રસિધિકલ્પ, (૮) અર્થ, (૯) ભૌમ, (૧૦) વ્રતાદિક, (૧૧) સર્વાર્થ, (૧૨) કલ્પનિર્વાણ, (૧૩) અતીત સિદ્ધ-બદ્ધ અને (૧૪) અનાગત સિદ્ધ-બદ્ધ. આમાંથી ચયનલબ્ધિના વીસ પ્રાકૃત છે જેમાં ચોથું પ્રાભૃત કર્મપ્રકૃતિ છે. આ કર્મપ્રકૃતિપ્રાભૃતમાંથી જ પખંડસિદ્ધાન્તની ઉત્પત્તિ થઈ છે.
પખંડસિદ્ધાન્તરૂપ કર્મપ્રાભૃત આચાર્ય પુષ્પદન્ત અને ભૂતબલિની રચના છે. તેમણે પ્રાચીન કર્મપ્રકૃતિપ્રાભૂતના આધારે પ્રસ્તુત ગ્રન્થનું નિર્માણ કર્યું. કર્મપ્રાભૃત(ષટ્રખંડાગમ)ની ધવલા ટીકામાં ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્રદેશના ગિરિનગરની ચન્દ્રગુફામાં રહેતા ધરસેનાચાર્યે અંગશ્રુતના વિચ્છેદના ભયે મહિમાનગરીમાં સમ્મિલિત થયેલા દક્ષિણાપથના આચાર્યો ઉપર એક પત્ર મોકલ્યો. આચાર્યોએ પત્રનું પ્રયોજન બરાબર સમજીને શાસ્ત્ર ધારણ કરવામાં સમર્થ બે પ્રતિભાસમ્પન્ન સાધુઓને આન્દ્રપ્રદેશના વેન્નાતટથી ધરસેનાચાર્ય પાસે મોકલ્યા. ધરસેને શુભ તિથિ, શુભ નક્ષત્ર અને શુભ વારે તેમને ગ્રન્થ ભણાવવો શરૂ કર્યો. ક્રમશઃ વ્યાખ્યાન કરતાં આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના પૂર્વાહ્નમાં ગ્રન્થ પૂરો કર્યો. વિનયપૂર્વક ગ્રન્થની પરિસમાપ્તિથી પ્રસન્ન થઈ ભૂતોએ તે બે સાધુઓમાંથી એકની પુષ્પાવલી આદિથી સમારોહ સાથે પૂજા કરી, તેને જોઈને ધરસેને તે સાધુનું નામ “ભૂતબલિ' રાખ્યું. બીજા સાધુની ભૂતોએ પૂજા કરી તેની આડીઅવળી દત્તપંક્તિને એકસરખી કરી દીધી, તેને જોઈને ધરસેને તે સાધુનું નામ “પુષ્પદન્ત” રાખ્યું. ત્યાંથી પ્રસ્થાન કરી તે બન્નેએ અંકુલેશ્વરમાં (અંકલેશ્વરમાં) વર્ષાવાસ કર્યો. વર્ષાવાસ પૂરો કરી આચાર્ય પુષ્પદન્ત વનવાસ ગયા અને ભટ્ટારક ભૂતબલિ દ્રમિલદેશ પહોંચ્યા. પુષ્પદન્ત જિનપાલિતને દીક્ષા આપી (સત્રરૂપણાના) વીસ સૂત્રો બનાવી જિનપાલિતને ભણાવી ભૂતબલિ પાસે મોકલ્યા. ભૂતબલિએ જિનપાલિત પાસે સૂત્રો જોઈને તથા પુષ્પદન્તને અલ્પાયુ જાણીને મહાકર્મપ્રકૃતિપ્રાભૃત (મહાક—પડિપાહુડ)ના વિચ્છેદની આશંકાના કારણે દ્રવ્યપ્રમાણાનુગમથી શરૂ કરી આગળની ગ્રન્થરચના કરી. તેથી આ ખંડસિદ્ધાન્તની અપેક્ષાએ ભૂતબલિ અને પુષ્પદન્ત પણ શ્રુતના કર્તા કહેવાવા લાગ્યા. આમ મૂલગ્રન્થકર્તા વર્ધમાન ભટ્ટારક છે, અનુગ્રન્થકર્તા ગૌતમસ્વામી છે તથા ઉપગ્રન્થકર્તા રાગદ્વેષમોહરહિત ભૂતબલિ-પુષ્પદન્ત મુનિવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org