________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૩૩ ચર્મ, વસ્ત્ર, સમવસરણ, અત્તરગૃહ, શવ્યાસંસ્તારક, સેના આદિ સંબંધી વિધિ-વિધાન છે. ચોથા ઉદેશમાં કહ્યું છે કે હસ્તકર્મ, મૈથુન અને રાત્રિભોજન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. દુષ્ટ અને પ્રમત્ત શ્રમણ માટે પારાચિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સાધર્મિક તૈન્ય, અન્ય ધાર્મિક સૈન્ય, મુષ્ટિપ્રહાર આદિ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા છે. પંડક, ક્લીબ આદિ પ્રવ્રયા માટે અયોગ્ય છે. નિર્ચન્થ-નિગ્રન્થીઓ માટે કાલાતિક્રાન્ત અને ક્ષેત્રાતિક્રાન્ત અશન આદિનું ગ્રહણ અકથ્ય છે. તેમણે ગંગા, યમુના, સરયૂ, કોશિકા અને મહી નામની પાંચ મહાનદીઓ મહિનામાં એકથી વધુ વાર પાર ન કરવી જોઈએ. ઐરાવતી આદિ નાની નદીઓ મહિનામાં બેત્રણ વાર પાર કરી શકાય. પાંચમા ઉદેશમાં બ્રહ્માપાય, પરિહારકલ્પ, પુલાકભક્ત આદિ દસ પ્રકારના વિષયો સંબંધી દોષો અને પ્રાયશ્ચિત્તોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદેશમાં કહેવામાં આવ્યું છે કે નિર્ચન્વ-નિર્ઝન્થીઓએ છ જાતનાં વચનો ન બોલવાં જોઈએ – અલીક વચન, હીલિત વચન, ખ્રિસિત વચન, પરુષવચન, ગાર્ડસ્થિક વચન અને વ્યવશમિતાદીરણ વચન. કલ્પસ્થિતિ – આચારદશા છ પ્રકારની કહી છે : સામાયિકસંયતકલ્પસ્થિતિ, છેદોપસ્થાપનીયસંયતકલ્પસ્થિતિ, નિર્વિશમાનકલ્પસ્થિતિ, નિર્વિષ્ટકાયિકકલ્પસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને સ્થવિરકલ્પસ્થિતિ.
વ્યવહારમાં દસ ઉદેશો છે. પહેલા ઉદેશમાં નિષ્કપટ અને સકપટ આલોચક, એકલવિહારી સાધુ આદિ સંબંધી પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. બીજા ઉદેશમાં સમાન સામાચારીવાળા દોષી સાધુઓ સંબંધી પ્રાયશ્ચિત્ત, સદોષ રોગીની સેવા, અનવસ્થિત આદિની પુનઃ સંયમમાં સ્થાપના, ગચ્છનો ત્યાગ કરી પુનઃ ગચ્છમાં મળી જનારની પરીક્ષા અને તેને પ્રાયશ્ચિત્તદાન, વગેરે ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ત્રીજા ઉદેશમાં આ બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે – ગચ્છાધિપતિની યોગ્યતા, પદવીધારીઓનો આચાર, તરુણ શ્રમણનો આચાર, ગચ્છમાં રહીને અથવા ગચ્છનો ત્યાગ કરીને અનાચારનું સેવન કરનાર માટે પ્રાયશ્ચિત્ત અને મૃષાવાદીને પદવી પ્રદાન કરવાનો નિષેધ. ચોથા ઉદ્દેશમાં આ વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે –– આચાર્ય આદિ પદવીઓને ધારણ કરનારાઓનો શ્રમણ પરિવાર, આચાર્ય આદિના મરણ સમયે શ્રમણોનું કર્તવ્ય, યુવાચાર્યની સ્થાપના, વગેરે. પાંચમો ઉદ્દેશ સાધ્વીઓનો આચાર, સાધુ-સાધ્વીઓનો પારસ્પરિક વ્યવહાર, વૈયાવૃત્ય વગેરે સંબંધી છે. છઠ્ઠો ઉદ્દેશ નીચે દર્શાવેલા વિષયો સંબંધી છે–સાધુઓએ પોતાના સંબંધીઓના ઘરે કેવી રીતે જવું જોઈએ, આચાર્ય આદિના કયા અતિશયો છે, શિક્ષિત અને અશિક્ષિત સાધુમાં શી વિશેષતા છે, મૈથુનેચ્છા માટે શું પ્રાયશ્ચિત છે, ઈત્યાદિ. સાતમા ઉદેશમાં આ બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે –સસ્મોગી અર્થાત સાથી સાધુ-સાધ્વીઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org