________________ 1 1 2 જૈન ધર્મ-દર્શન નૈયાયિક એક વધુ શંકા કરે છે. તે કહે છે કે આત્માને શરીરપરિમાણ માનવાથી તો આત્મા સાવયવ બની જશે અને સાવયવ હોતાં કાર્ય બની જશે, જેમ શરીર પોતે એક કાર્ય છે. કાર્ય હોતાં આત્મા અનિત્ય બની જશે. જૈન દાર્શનિકો આ પરિણામને ઘણા ગર્વ સાથે સ્વીકારે છે. તેઓ આત્માને કૂટનિત્ય માનતા જ નથી. તેથી આત્માને અનિત્ય માનવો તેમને ઇષ્ટ છે. જૈનોની માન્યતા છે કે આત્માને પ્રદેશો હોય છે; જો કે સાધારણ અર્થમાં અવયવો તેને નથી હોતા પરંતુ આ વિશેષ અર્થમાં તેને અવયવો હોય છે એમ કહી શકાય. આમ આત્મા પારિણામિક છે, સાવયવ છે, સપ્રદેશ છે. આવી સ્થિતિમાં અનિત્યતાનો દોષ જૈનો માટે દોષ જ નથી. આત્મા સંકોચ-વિકાસુશીલ છે, એટલે એક શરીર છોડી બીજું શરીર ધારણ કરતાં તેના પોતાના પરિમાણમાં ફેરફાર થઈ જાય છે. જે રીતે રામાનુજ જ્ઞાનને સંકોચ-વિકાસશીલ માને છે તે જ રીતે જૈન દર્શન આત્માને સંકોચ-વિકાસશીલ માને છે. આત્મા “પ્રત્યેક શરીરમાં જુદો જુદો છે' એ વાત પેલા દાર્શનિકોની માન્યતાના ખંડન રૂપે કહેવામાં આવી છે જેઓ આત્માને કેવલ એક આધ્યાત્મિક તત્ત્વ માને છે. તેમની માન્યતા અનુસાર એકથી વધુ આત્માની સ્વતન્ન સત્તા નથી. આત્મા એક જ છે, બહુ નથી. પરંતુ જૈન દર્શન અનુસાર એક જ શરીરમાં અનેક આત્માઓ રહી શકે છે કિન્તુ એક આત્મા અનેક શરીરોમાં રહી શકતો નથી. નૈયાયિક વગેરે દાર્શનિકો પણ અનેક આત્માઓની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ રાખે છે, તેઓ પણ બહુઆત્મવાદી છે. આમ બહુત્વની દૃષ્ટિએ તેમની અને જૈન દર્શનની વચ્ચે મૌક્ય છે (સ્વદેહપરિમાણની દષ્ટિએ જ મતભેદ છે, તેનો વિચાર તો આપણે કરી ગયા છીએ). અદ્વૈત વેદાન્ત માને છે કે આધ્યાત્મિક તત્ત્વ એક જ છે. તે સર્વવ્યાપક છે અને સર્વત્ર સમાનપણે રહે છે. અવિદ્યાના પ્રભાવના કારણે આપણે માનીએ છીએ કે જુદા જુદા અનેક આત્માઓ છે અને બધા આત્માઓનું સ્વતંત્ર અલગ અલગ અસ્તિત્વ છે. હકીકતમાં જેમ એક જ આકાશ ઘટાકાશ, પટાકાશ વગેરે રૂપે પ્રતિભાસિત થાય છે તેમ અવિદ્યાના કારણે એક જ આત્મા અનેક આત્માઓના રૂપે પ્રતિભાસિત થાય છે. એક જ પરમેશ્વર કૂટસ્થનિત્ય વિજ્ઞાનધાતુ અવિદ્યાના કારણે અનેક પ્રકારોનો માલૂમ પડે છે.” 1. જ્ઞાન ધર્મ: સંવો વિશયોથતત્ત્વત્રય, પૃ. 35. 2. तेषां सर्वेषामात्मैकत्वसम्यग्दर्शनप्रतिपक्षभूतानां प्रतिबोधायेदं शारीरकमारब्धम् / एक एव परमेश्वरस्य कूटस्थनित्यो विज्ञानधातुरविद्यया मायया मायाविवद् अनेकधा विभाव्यते, नान्यो विज्ञानधातुरस्ति। - શારીરકભાષ્ય, 1.3.19. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org