________________
તત્ત્વવિચાર
૧ ૧૧ ગન્ધ આવે છે. જો ગધના પરમાણુઓ ઘ્રાણેન્દ્રિયને પહોંચ્યા વિના જ ગન્ધનો અનુભવ થવા લાગે તો બધી વસ્તુઓની ગબ્ધ આવવી જોઈએ પરંતુ એવું નથી થતું એટલે માનવું જ જોઈએ કે જે વસ્તુના ગન્ધપરમાણુ આપણી ધ્રાણેન્દ્રિય સુધી પહોંચે છે તે જ વસ્તુની ગધનો અનુભવ આપણને થાય છે.
આત્માના સર્વગતત્વના ખંડનમાં નીચે જણાવેલો હેતુ આપવામાં આવે છે – આત્મા સર્વગત નથી કારણ કે આત્માના ગુણો સર્વત્ર ઉપલબ્ધ થતા નથી. જેના ગુણો સર્વત્ર ઉપલબ્ધ નથી થતા તે સર્વગત નથી, જેમ કે ઘટ. આત્માના ગુણ સર્વત્ર ઉપલબ્ધ નથી થતા, તેથી આત્મા સર્વગત નથી. જે સર્વગત હોય છે તેના ગુણ સર્વત્ર ઉપલબ્ધ થાય છે, જેમ કે આકાશ.'
નૈયાયિક આ માન્યતાનું ખંડન કરતાં કહે છે કે અમારું અદષ્ટ સર્વત્ર કાર્ય કરતું રહે છે. અંદષ્ટને રહેવા માટે આત્માની આવશ્યકતા છે. તે કેવળ આકાશમાં નથી રહેતું કેમ કે પ્રત્યેક આત્માનું અદષ્ટ જુદું જુદું છે. જો અદષ્ટ સર્વવ્યાપક છે તો આત્મા પણ સર્વવ્યાપક જ હોય કેમ કે જ્યાં આત્મા હોય ત્યાં જ અદષ્ટ હોય છે, આત્મામાં જ અદષ્ટ રહે છે. જૈન ચિંતકો આ વાત માનતા નથી. તેઓ કહે છે કે પ્રત્યેક વસ્તુને પોતપોતાનો સ્વભાવ હોય છે જે અનુસાર તે કાર્ય કરે છે. અગ્નિનો સ્વભાવ બળવાનો છે એટલે અગ્નિ બળે છે. જો પ્રત્યેક વસ્તુ માટે અદષ્ટની કલ્પના કરવામાં આવે તો વાયુનું તિર્યગમન, અગ્નિનું પ્રક્વલન આદિ જગતના જેટલાં પણ કાર્યો છે તે બધા માટે અદષ્ટની સત્તા માનવી પડશે. આમ માનવું તર્કસંગત નથી કેમ કે પ્રત્યેક વસ્તુનો એક વિશિષ્ટ સ્વભાવ હોય છે જેના અનુસાર તે વસ્તુ કાર્ય કરે છે. તે સ્વભાવ તેનું સ્વરૂપ છે, અદષ્ટપ્રદત્ત ગુણ નથી.
બીજી વાત એ કે જો બધી વસ્તુઓના સ્વભાવનું નિર્માણ અદષ્ટ દ્વારા માનવામાં આવે તો ઈશ્વર માટે જગતમાં કોઈ સ્થાન જ નહિ રહે.
એક પ્રશ્ન એ ઊઠી શકે કે જો આત્મા વિભુ ન હોય તો શરીર નિર્માણ માટે તે પરમાણુઓને કેવી રીતે ખેંચશે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શરીર નિર્માણ માટે આત્માને વિભુ માનવાની આવશ્યકતા નથી. જો આત્માને વિભુ માનવામાં આવે તો તેનું શરીર જગતપરિમાણ બની જાય કારણ કે જગતવ્યાપી હોવાથી આત્મા આખા જગતના પરમાણુઓને ખેંચી લેશે. આ પરિસ્થિતિમાં ન જાણે તેનું શરીર કેટલું ભયંકર થશે અને કદાચ આખા જગતમાં એક જ શરીર હશે.
૧. સ્યાદ્વાદમંજરી, પૃ. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org