________________
૯૬
જૈન ધર્મ-દર્શન
ત્વનો સ્વીકાર ન કરનાર પહેલો હેતુ યા તર્ક એ આપે છે કે આત્મા નથી કેમ કે તેનું ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું નથી. ઘટ સત્ છે કારણ કે તે ઇન્દ્રિયપ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. આત્મા સત્ નથી કેમ કે તે ઘટની જેમ ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય નથી. જે ઇન્દ્રિયગ્રાહ્ય નથી થતું તે અસત્ હોય છે, જેમ કે આકાશકુસમ. આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય નથી, તેથી આત્મા આકાશકુસુમતુલ્ય અસત્ છે. કોઈ કહી શકે કે અણુ જો કે ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી તેમ છતાં તે સત્ છે, એમ કેમ ? આનો ઉત્તર એ છે કે નિઃસન્દેહ અણુ અણુના રૂપમાં પ્રત્યક્ષગ્રાહ્ય નથી, પરંતુ જ્યારે અણુઓ કોઈ સ્થૂળ પદાર્થના રૂપમાં પરિણત થાય છે ત્યારે તેઓ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બને છે. ઘટરૂપે પરિણત પરમાણુઓ ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય બને છે. જ્યાં સુધી તે પરમાણુઓ કોઈ કાર્યરૂપમાં પરિણત નથી થતા ત્યાં સુધી તેમનું પ્રત્યક્ષ થતું નથી. ઘટ વગેરે કાર્યરૂપે પરિણત થતાં જ તેમનું પ્રત્યક્ષ થાય છે. તેથી એ કહેવું યોગ્ય નથી કે અણુ પ્રત્યક્ષનો વિષય ન હોવા છતાં સત્ છે. અણુનું કાર્ય જો પ્રત્યક્ષગ્રાહ્ય છે તો અણુને પણ એ દૃષ્ટિએ પ્રત્યક્ષગ્રાહ્ય ગણાય અને પરિણામે સત્ જ કહેવાય, એને સત્ કહેવામાં કોઈ બાધા નથી. આત્માની બાબતમાં એવું ન કહી શકાય કેમ કે આત્મા કોઈ પણ અવસ્થામાં ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બની શકતો નથી. તેથી આત્મા અસત્ બને છે.
આત્મા અનુમાનનો વિષય પણ બની શકતો નથી કેમ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક થાય છે. જ્યારે કોઈ વસ્તુના અવિનાભાવસંબંધનું ગ્રહણ થાય છે, તે સંબંધનું ક્યાંક પ્રત્યક્ષ થાય છે અને પહેલાં કરેલા સંબંધગ્રહણની સ્મૃતિ થાય છે ત્યારે અનુમાનજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. આત્મા અને તેના કોઈ અવિનાભાવી લિંગનું કદી પ્રત્યક્ષ જ થતું નથી, તો પછી આવી પરિસ્થિતિમાં આત્મા અનુમાનનો વિષય કેવી રીતે બની શકે ? આપણને આત્માના કોઈ પણ એવા લિંગનું કદી પ્રત્યક્ષ નથી થયું કે જેને દેખીને આપણે આત્માનું અનુમાન કરી શકીએ.
આગમપ્રમાણથી પણ આત્માના સ્વતન્ત્રઅસ્તિત્વની સિદ્ધિથઈ શકતી નથી કેમ કે જેનું પ્રત્યક્ષ જ નથી તે આગમનો વિષય કેવી રીતે બની શકે ? આગમપ્રમાણનો મુખ્ય આધાર પ્રત્યક્ષ છે. કોઈ એવી વ્યક્તિ નથી જેને આત્માનું પ્રત્યક્ષ થયું હોય અને જેનાં વચનોનેપ્રમાણમાનીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરીશકાય. જોકોઈનેઆત્માનું પ્રત્યક્ષ થયું હોત તો તેનાં વચનોને પ્રમાણ માનીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાત. એવી વ્યક્તિના અભાવમાં આગમપ્રમાણ પણ વ્યર્થ છે. થોડા વખત માટે આગમપ્રમાણને
૩
૧. નીવે તુષ્ઠ સંવેદ્દો પદ્મવવું નં નાધિપફ પડો ના अच्वंतापच्चक्खं च णत्थि लोए खपुष्पं व ॥
૨. એજન, ૧૫૫૦-૧૫૫૧ ૩. એજન, ૧૫૫૨
Jain Education International
વિશેષાવશ્યકભાષ્ય, ૧૫૪૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org