________________
તત્ત્વવિચાર માની પણ લઈએ તેમ છતાં પણ આત્માની સિદ્ધિ નથી થઈ શકતી કેમ કે આગમ પરસ્પર વિરોધી વાતો કહે છે. કોઈના આગમમાં અમુક બાબતની સિદ્ધિ મળે છે તો કોઈ બીજાનું આગમ તે જ બાબતનું ખંડન કરે છે. કોઈ આગમ એક વાતને સત્ય અને વાસ્તવિક માને છે તો કોઈ બીજું આગમ તે જ વાતનું ખંડન કરે છે. કોઈ આગમ એક વાતને સત્ય અને વાસ્તિવક માને છે તો કોઈ બીજું આગમ તે જ વાતને મિથ્યા અને કાલ્પનિક સમજે છે. આવી પરિસ્થિતિમાં આગમને આધાર માનીને આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરવામાં ભારોભાર જોખમ છે.
ઉપમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી કેમ કે જગતમાં કોઈ એવો પદાર્થ નથી જેની સમાનતાના આધારે આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય. જયારે આત્માનું પ્રત્યક્ષ જ થતું નથી ત્યારે અમુક પદાર્થ આત્મા સદશ છે, એમ કેવી રીતે કહી શકાય? મૂલના અભાવમાં સાદશ્યજ્ઞાન કેવળ કલ્પના છે. “આ તેના સમાન છે એવું વચન ત્યારે જ સંભવે છે જ્યારે તે પદાર્થનું, જેના સમાન અમુક પદાર્થ છે, ક્યારેક પ્રત્યક્ષ થયું હોય. જ્યારે મૂળ પદાર્થનું જ પ્રત્યક્ષ થવું સંભવતું ન હોય તો સમાનતાના આધારે તે પદાર્થનું જ્ઞાન થવું સંભવે નહિ.
અર્થપત્તિ દ્વારા પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. એવો કોઈ પદાર્થ નથી જેના સદ્દભાવને જોઈને એમ કહી શકાય કે આત્માના અભાવમાં આ પદાર્થનો સદૂભાવ ઘટતો નથી, જયારે આ પદાર્થનો અભાવ છે તો આત્માનો અભાવ અવશ્ય હોવો જોઈએ. તેથી અર્થપત્તિ પણ આત્માને સિદ્ધ કરવા સમર્થ નથી.
આમ જ્યારે પાંચ સદૂભાવસાધક પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી ત્યારે સ્વાભાવિકપણે જ અભાવ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. અભાવપ્રમાણ અસદ્દભાવ સાધક છે. તેથી એ સિદ્ધ થઈ જાય છે કે આત્મા અસત્ છે. આ અભાવપ્રમાણ અમુક સ્થાને આત્મા નથી એમ નથી કહેતો પરંતુ સર્વત્ર આત્મા નથી એમ જણાવી એ રીતે આત્માના આત્મત્તિક અભાવને સૂચવે છે. કોઈ વસ્તુનું એક જગ્યાએ પ્રત્યક્ષ થાય અને અન્યત્ર પ્રત્યક્ષ ન થાય ત્યારે એ કહી શકાય કે અભાવે અમુક ક્ષેત્રમાં તે વસ્તુના અસદૂભાવની સ્થાપના કરી યા સિદ્ધિ કરી. પરંતુ આત્માનું ક્યાંય પ્રત્યક્ષ થતું નથી, તેથી આત્માના અભાવનું જે જ્ઞાન છે તે આત્મત્તિક અભાવનું સૂચક છે. આ રીતે પૂર્વપક્ષરૂપે આત્માના અસ્તિત્વના વિરોધમાં ઉક્ત હેતુઓ યા તર્કો રજૂ કરવામાં આવ્યા. આ તર્કોનો મુખ્ય આધાર પ્રત્યક્ષ છે — ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષના અભાવમાં આત્માનો સદ્દભાવ સિદ્ધ કરી શકાતો નથી.
આ હેતુઓનું ખંડન નીચે પ્રમાણે થઈ શકે છે –
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org