________________
૨૦૦
જૈન ધર્મ-દર્શન વખતે કરવામાં આવશે. આગમોમાં પ્રમાણચર્ચા
પ્રમાણચર્ચા કેવળ તર્કયુગની દેણ નથી. આગમયુગમાં પણ પ્રમાણવિષયક ચર્ચા થતી રહેતી હતી. આગમોમાં કેટલાંય સ્થળે સ્વતપણે પ્રમાણચર્ચા થયેલી મળે છે. જ્ઞાન અને પ્રમાણ બન્ને ઉપર સ્વતંત્રપણે ચિન્તન થતું હતું, એમ કહેવા માટે આપણી પાસે પર્યાપ્ત પ્રમાણો છે.
ભગવતીસૂત્રમાં ભગવાન મહાવીર અને ગૌતમ વચ્ચે એક સંવાદ છે. ગૌતમ મહાવીરને પૂછે છે – “ભગવન્! જેમ કેવલી અન્તિમ શરીરીને (જે આ ભવમાં જ મોક્ષ પામવાનો છે તેને) જાણે છે તેમ શું છદ્મસ્થો પણ જાણે છે?' મહાવીર ઉત્તર આપે છે – “ગૌતમ ! તેઓ પોતાની મેળે નથી જાણી શકતા. કાં તો સાંભળીને જાણે છે કાં તો પ્રમાણથી જાણે છે. કોની પાસેથી સાંભળીને ? કેવલી પાસેથી.... કયા પ્રમાણથી? પ્રમાણ ચાર પ્રકારના કહેવામાં આવ્યાં છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. તેમના વિશે જેવું અનુયોગદ્વારમાં વર્ણન છે તેવું અહીં પણ સમજવું જોઈએ.'
સ્થાનાંગસૂત્રમાં પ્રમાણ અને હેતુ બન્ને શબ્દોનો પ્રયોગ મળે છે. નિક્ષેપ પદ્ધતિ અનુસાર પ્રમાણના નીચે મુજબના ભેદો કરવામાં આવ્યા છે – દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. હેતુશબ્દનો જ્યાં પ્રયોગ છે ત્યાં પણ ચાર ભેદ મળે છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. ક્યાંક ક્યાંક પ્રમાણના ત્રણ ભેદો મળે છે. સ્થાનાંગસૂત્રમાં વ્યવસાયને ત્રણ પ્રકારનો કહ્યો છે – પ્રત્યક્ષ,
૧. સોયમાં ! જો તિë સમëા સોવા નાગતિ પતિ, પHIળતો વા ... છે ઉર્વ તં
पमाणे? पमाणे चउव्विहे पण्णत्ते तं जहा पच्चक्खे अणुमाणे ओवम्मे आगमे जहा
મનુ રે.. / ભગવતીસૂત્ર, પ.૪. ૧૯૧-૧૯૨. २. चउव्विहे पमाणे पण्णत्ते तं जहा -दव्वप्पमाणे, खेत्तप्पमाणे, कालप्पमाणे, भावप्पमाणे।
૩૨૧. ૩. દવા હેક પત્તે નહીં – પ્રવધે, મજુમાળ, ગોવને, મા !
૩૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org