________________
જ્ઞાનમીમાંસા
૧૯૯ કરી શકાય ? જ્યારે કેવલ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે સૌપ્રથમ મોહનીય કર્મનો ક્ષય થાય છે અને તે પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મોનો યુગપતુ ક્ષય થાય છે. જો દર્શનાવરણ અને જ્ઞાનાવરણ બન્નેના ક્ષયમાં કાલનો ભેદ નથી તો એ કેવી રીતે કહી શકાય કે પહેલાં કેવલદર્શન થાય છે અને પછી કેવલજ્ઞાન થાય છે? આ મુશ્કેલીને દૂર કરવા માટે જો કોઈ કહે બન્નેનો યુગપતું સદ્ભાવ છે તો તે યોગ્ય નથી કેમ કે એક સાથે બે ઉપયોગી થઈ શકતા નથી. આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો સૌથી સરળ અને યુક્તિસંગત રસ્તો એ જ છે કે કેવલી અવસ્થામાં દર્શન અને જ્ઞાનનો ભેદ રહેતો નથી એવું સ્વીકારવું. દર્શન અને જ્ઞાનને ભિન્ન માનવામાં એક બીજી પણ મુશ્કેલી રહેલી છે. જો કેવલી એક જ ક્ષણમાં બધું જાણી લે છે તો તેણે હમેશાં બધું જ જાણતા રહેવું જોઈએ. જો તેનું જ્ઞાન હમેશાં પૂર્ણ ન હોય તો તે સર્વજ્ઞ શેના? જો તેનું જ્ઞાન હમેશાં પૂર્ણ હોય તો ક્રમ અને અક્રમનો પ્રશ્ન ઊઠતો નથી. તે હમેશાં એકરૂપ છે. ત્યાં દર્શન અને જ્ઞાનમાં કોઈ અત્તર નથી. “જ્ઞાન સવિકલ્પ છે અને દર્શન નિર્વિલ્પ છે” એ જાતનો ભેદ આવરણરૂપ કર્મના ક્ષય પછી રહેતો નથી. સવિકલ્પક અને નિર્વિકલ્પકનો ભેદ ત્યાં જ હોય ત્યાં ઉપયોગમાં અપૂર્ણતા હોય. પૂર્ણ ઉપયોગમાં કોઈ પણ જાતનો ભેદ રહેતો નથી. એક મુશ્કેલી વધુ પણ છે. જ્ઞાન હમેશાં દર્શનપૂર્વક હોય છે પરંતુ દર્શન જ્ઞાનપૂર્વક નથી હોતું. કેવલીને જ્યારે એક વાર સંપૂર્ણ જ્ઞાન થઈ જાય છે ત્યારે પછી દર્શન ન થઈ શકે કારણ કે દર્શન જ્ઞાનપૂર્વક નથી હોતું. આ કારણે જ્ઞાન અને દર્શનનો ક્રમભાવ કેવલીમાં ઘટતો નથી.
જ્ઞાન અને દર્શનની આ ચર્ચા સાથે આગમપ્રતિપાદિત પાંચ જ્ઞાનના સ્વરૂપની ચર્ચા સમાપ્ત થઈ જાય છે. જ્ઞાન સાથે સંબંધ ધરાવતો એક વધુ વિષય છે અને તે વિષય છે પ્રમાણ. કયું જ્ઞાન પ્રમાણ છે અને કયું જ્ઞાન અપ્રમાણ છે ? જ્ઞાનના પ્રામાણ્યનો આધાર શો છે? પ્રમાણનું ફળ શું છે? આદિ પ્રશ્નોનો વિચાર પ્રમાણચર્ચા
૧. એજન, ૨.૯. ૨. ન સળં સીયારું ગાડું સમાઈ જવાબૂ .
ગુરૂ સયા વિ પુર્વ હવા સબં યારૂ II એજન, ૨.૧૦. 3. परिसुद्धं सायारं अवियत्तं दंसणं अणायारं।
ન ચ વાવળિને ગુજ્જ સુવિયત્તમવિયd I એજન, ર.૧૧. ४. दंसणपुव्वं णाणं णाणणिमित्तं तु दंसणं णत्थि ।
તે વિછિયાનો દંસUTUા મuત્ત છે એજન, ૨.૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org