________________
૨૬૦
જૈન ધર્મ-દર્શન સહાવસ્થાનનું સમર્થન કરે છે. તેથી તે સદોષ છે.
આ દોષારોપણ મિથ્યા છે. પ્રત્યેક પદાર્થ અનુભવના આધારે એવો સિદ્ધ થાય છે. એક દૃષ્ટિએ તે નિત્ય પ્રતીત થાય છે અને બીજી દૃષ્ટિએ તે અનિત્ય પ્રતીત થાય છે. એક દૃષ્ટિએ તે એક જણાય છે અને બીજી દૃષ્ટિએ તે અનેક જણાય છે. સ્યાદ્વાદ એવું તો નથી જ કહેતો કે જે નિત્યતા છે તે જ અનિત્યતા છે કે જે એકતા છે તે જ અનેકતા છે. નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતા, વગેરે ધર્મો પરસ્પર વિરોધી છે એ સાચું પરંતુ તેમનો વિરોધ તેમની (ધર્મોની) દષ્ટિએ છે વસ્તુની (ધર્મીની) દૃષ્ટિએ નથી. વસ્તુ તો બન્નેને આશ્રય દે છે. બન્નેની સત્તાથી જ વસ્તુનું સ્વરૂપ પૂર્ણ બને છે. એકના અભાવથી વસ્તુ અધૂરી છે. જો એક વસ્તુ દ્રવ્યદષ્ટિએ નિત્ય જણાય અને પર્યાયદષ્ટિએ અનિત્ય જણાય તો તેમાં વિરોધનો કોઈ પ્રશ્ન જ નથી. વિરોધ ત્યાં હોય જ્યાં વિરોધ અનુભવાય, વિરોધની પ્રતીતિ થાય. વિરોધની પ્રતીતિના અભાવમાં પણ વિરોધની કલ્પના કરવી એ તો સત્યને જ પડકાર છે. જૈન જ નહિ, બૌદ્ધ પણ ચિત્રજ્ઞાનમાં વિરોધ નથી માનતા. જો એક જ જ્ઞાનમાં ચિત્રવર્ણનો પ્રતિભાસ થઈ શકતો હોય અને તે જ્ઞાનમાં કોઈ વિરોધ ન હોય તો એક જ વસ્તુમાં બે પરસ્પર વિરોધી ધર્મોની સત્તા માનવામાં શું હાનિ છે? નૈયાયિકો ચિત્રવર્ણનું અસ્તિત્વ સ્વીકારે જ છે. એક જ વસ્ત્રમાં સંકોચ અને વિસ્તાર હોઈ શકે છે, એક જ વસ્ત્ર રક્ત અને અરક્ત હોઈ શકે છે, એક જ વસ્ત્ર આવૃત અને અનાવૃત હોઈ શકે છે, તો પછી એક જ વસ્તુમાં ભેદ અને અભેદ, નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેકતાના હોવામાં વિરોધ કેમ એ સમજાતું નથી. તેથી સ્યાદ્વાદ ઉપર એ દોષારોપણ કરવું ખોટું છે કે તે પરસ્પર વિરોધી ધર્મોને એક જ વસ્તુમાં એકઠા કરે છે. સ્યાદ્વાદ તો પ્રતીતિના, અનુભવના બળને જ અનુસરે છે. તે પ્રતીતિને યથાર્થ માનીને જ આગળ વધે છે. પ્રતીતિમાં જેવો પ્રતિભાસ થાય છે અને જે પ્રતિભાસનું બીજી પ્રતીતિથી ખંડન થતું નથી તે પ્રતીતિ યથાર્થ નિર્ણયરૂપ છે – અવ્યભિચારી, અવિરોધી છે.
૨. જો વસ્તુ ભેદ અને અભેદ ઉભયાત્મક હોય તો ભેદનો આશ્રય ભિન્ન હશે અને અભેદનો આશ્રય ભિન્ન હશે અને પરિણામે વસ્તુની એકરૂપતા જ નષ્ટ થઈ જશે, તે દ્વિરૂપ જ થઈ જશે.
યાદ્વાદને આપવામાં આવેલો ઉપર્યુક્ત દોષ નિરાધાર છે. ભેદ અને અભેદના ભિન્ન ભિન્ન આશ્રયો માનવાની કોઈ આવશ્યકતા નથી. જે વસ્તુ ભેદાત્મક છે તે જ અભેદાત્મક છે. વસ્તુનો જે પરિવર્તન ધર્મ છે તે ભેદની પ્રતીતિનું કારણ છે અને તેનો જ ધ્રૌવ્ય ધર્મ છે તે અભેદની પ્રતીતિનું કારણ છે. આ બન્ને ધર્મો એક અખંડ વસ્તુના ધર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org