________________
સાપેક્ષવાદ
૨૫૯
અપેક્ષાએ ઘટ નથી. “સ્માતુ અમુક દષ્ટિએ)' શબ્દનો પ્રયોગ આ જ સૂચવવા માટે છે. તેથી પ્રત્યેક પદાર્થની મર્યાદાનું જ્ઞાન થાય છે. તેની સીમાનો ખ્યાલ આવે છે. તેના અભાવમાં એકાન્તવાદનો ભય રહે છે. અનેકાન્તવાદ માટે આ મર્યાદા અનિવાર્ય છે. દોષપરિહાર
સ્યાદ્વાદનો શો અર્થ છે અને દર્શનના ક્ષેત્રમાં તેનું કેટલું મહત્ત્વ છે એ દર્શાવવાનો યથાસંભવ પ્રયત્ન કરવામાં આવ્યો. હવે આપણે સ્યાદ્વાદ પર કરવામાં આવતા દોષારોપણનું નિરાકરણ કરવા માગીએ છીએ. સ્યાદ્વાદના વાસ્તવિક અર્થથી અપરિચિત મોટા મોટા દાર્શનિક ચિત્તકો પણ તેના ઉપર મિથ્યા દોષારોપણ કરવાનું ચૂક્યા નથી. તેમણે અજ્ઞાનવશ એવું કર્યું કે જાણી જોઈને એ કહેવું મુશ્કેલ છે. ગમે તે રીતે કર્યું હોય પરંતુ કર્યું છે અવશ્ય. ધર્મકીર્તિએ સ્યાદ્વાદને પાગલોનો પ્રલાપ કહ્યો અને જૈનોને નિર્લજ્જ કહ્યા. શાન્તરક્ષિતે પણ એ જ વાત કહી. સત અને અસત્, એક અને અનેક, ભેદ અને અભેદ, સામાન્ય અને વિશેષ જેવાં પરસ્પર વિરોધી તત્ત્વોને મેળવનારો સ્યાદ્વાદ એ તો ગાંડાનો બડબડાટ છે. આ જ રીતે શંકરાચાર્યે પણ સ્યાદ્વાદ ઉપર ગાંડપણનો આરોપ લગાવ્યો છે. એક જ શ્વાસ ઉષ્ણ અને શીત ન હોઈ શકે. ભેદ અને અભેદ, નિત્યતા અને અનિત્યતા, યથાર્થતા અને અયથાર્થતા, સત્ અને અસત્ અન્ધકાર અને પ્રકાશની જેમ એક જ કાળે એક જ વસ્તુમાં ન રહી શકે. આ જ જાતના અનેક દોષારોપો સ્યાદ્વાદ ઉપર કરવામાં આવ્યા. જેટલા દોષારોપો કરવામાં આવ્યા છે અથવા કરી શકાય છે તે બધાનું એક પછી એક નિરાકરણ કરવાનો આપણે પ્રયત્ન કરીશું.
૧. વિધિ અને નિષેધ પરસ્પર વિરોધી ધર્મો છે. જેમ એક જ વસ્તુ નીલ અને અનીલ ન હોઈ શકે કેમ કે નીલત્વ અને અનીલત્વ વિરોધી વર્ણો છે તેમ વિધિ અને નિષેધ પરસ્પર વિરોધી હોવાથી એક જ વસ્તુમાં ન રહી શકે. તેથી એ કહેવું વિરોધી (વિરોધદોષયુક્ત) છે કે એક જ વસ્તુ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, સત્ પણ છે. અને અસત પણ છે, વાચ્ય પણ છે અને અવાચ્ય પણ છે. જે વસ્તુ ભિન્ન છે તે અભિન્ન કેવી રીતે હોઈ શકે? જે એક છે તે એક જ છે અને જે અનેક છે તે અનેક જ છે. તેવી જ રીતે અન્ય ધર્મો પણ પારસ્પરિક વિરોધ સહન કરી શકતા નથી. વિરોધી ધર્મોનું એક વસ્તુમાં સહાવસ્થાન સંભવતું નથી. પરંતુ સ્યાદ્વાદ તો એક વસ્તુમાં વિરોધી ધર્મોના
૧. પ્રમાણવાર્તિક, ૧.૧૮૨-૧૮૫. ૨. તત્ત્વસંગ્રહ, ૩૧૧-૩૨૭. ૩. શારીરકભાષ્ય, ૨.૩.૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org