________________
- ૧૦૬
જૈન ધર્મ-દર્શન સ્વરૂપથી ચેતન માનતા નથી, બુદ્ધયાદિ ગુણોના સંબંધના કારણે આત્મામાં જ્ઞાન યા ચેતના ઉત્પન્ન થાય છે એમ માને છે, જેમ અગ્નિ સાથેના સંબંધના કારણે ઘડામાં રક્તતા ઉત્પન્ન થાય છે તેમ આત્મામાં ચેતના ગુણ ઉત્પન્ન થાય છે એ જાતની માન્યતા ધરાવે છે.'
જયાં સુધી આત્મામાં ચૈતન્ય ઉત્પન્ન નથી થતું ત્યાં સુધી તે જડ છે. જે લોકો આ રીતે ચૈતન્યની ઉત્પત્તિ માને છે તેમના મતમાં આત્મા સ્વભાવથી ચેતન નથી. તેઓ ચૈતન્યને આત્માનો આવશ્યક ગુણ નથી માનતા. ચૈતન્ય અથવા જ્ઞાન એક ભિન્ન તત્ત્વ છે અને આત્મા એક ભિન્ન પદાર્થ છે. બન્નેનો સંબંધ થવાથી આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ સંબંધના કારણે આપણે કહીએ છીએ કે આત્મા જ્ઞાનવાનું છે. જેમ દંડ સાથે સંબંધ થવાથી પુરુષ દંડી કહેવાય છે તેમ જ્ઞાન સાથે સંબંધ થવાથી આત્મા જ્ઞાનવાનું કહેવાય છે. હકીકતમાં તો જ્ઞાન અને આત્મા અત્યન્ત ભિન્ન છે.
ઉપર્યુક્ત માન્યતાનું ખંડન કરતાં કહેવામાં આવ્યું છે કે આત્મા ચૈતન્યસ્વરૂપ છે. ચૈતન્ય આત્માનો મૂલગુણ છે, આગન્તુક કે ઔપાધિક નથી. આત્મા અને ચૈતન્યમાં એકાન્ત ભેદ નથી. જો આત્મા અને જ્ઞાનનો એકાત્ત ભેદ માનવામાં આવે તો ચૈત્રનું જ્ઞાન ચેત્રના આત્માથી એટલું જ ભિન્ન બની જાય જેટલું તે મૈત્રના આત્માથી ભિન્ન છે. તેવી જ રીતે મૈત્રનું જ્ઞાન પણ મૈત્રના આત્માથી એટલું જ ભિન્ન બની જાય જેટલું તે ચૈત્રના આત્માથી ભિન્ન છે. ચૈત્ર અને મૈત્ર બન્નેના જ્ઞાનો બન્નેના આત્માઓ માટે એકસરખાં બની જાય. આવી પરિસ્થિતિમાં એનું શું કારણ છે કે ચૈત્રનું જ્ઞાન ચૈત્રના જ આત્મામાં હોય છે અને મૈત્રનું જ્ઞાન મૈત્રના જ આત્મામાં હોય છે? બન્ને જ્ઞાનો બન્ને આત્મામાં સમાનપણે રહેવા જોઈએ. પરિણામે, “તેનું જ્ઞાન” “આનું જ્ઞાન” કે “મારું જ્ઞાન' જેવી કોઈ વસ્તુ જ ન હોવી જોઈએ. બધાં જ્ઞાનો બધા આત્માઓથી સભાનપણે ભિન્ન બની જાય છે કારણ કે જ્ઞાન આત્માનો સ્વભાવ નથી; જ્ઞાન તો પછીથી આત્મા સાથે જોડાય છે.
આ આપત્તિ દૂર કરવા માટે કહેવામાં આવે છે કે જો કે જ્ઞાન અને આત્મા બિલકુલ ભિન્ન છે તેમ છતાં જ્ઞાન આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ છે. જે જ્ઞાન જે આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ હોય છે તે જ્ઞાન તે જ આત્માનું કહેવાય છે, અન્ય આત્માનું નહિ. આ રીતે સમવાય સંબંધ અમારી બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે. ચૈત્રનું જ્ઞાન ચૈત્રના આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ છે, મૈત્રના આત્મા સાથે સમ્બદ્ધ
૧. નિપસંયોગરોહિતાવિગુણવત્ા શાંકરભાષ્ય, ૨.૩.૧૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org