________________
તત્ત્વવિચાર
૧૦૭
નથી. આ જ રીતે મૈત્રનું જ્ઞાન મૈત્રના આત્મા સાથે સમવાય સંબંધથી સમ્બદ્ધ છે, ચૈત્રના આત્મા સાથે સમ્બદ્ધ નથી. જે જ્ઞાન જે આત્મા સાથે સમવાય સંબંધથી જોડાયેલું હોય છે તે જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન કહેવાય છે.
નૈયાયિકો અને વૈશેષિકોનો આ ખુલાસો યોગ્ય નથી. તેમના મતે સમવાય એક છે, નિત્ય છે અને વ્યાપક છે. અમુક જ્ઞાનનો સંબંધ ચૈત્ર સાથે જ હોવો જોઈએ, મૈત્ર સાથે નહિ, એનો કોઈ સંતોષપ્રદ ઉત્તર આ નથી. જો સમવાય એક, નિત્ય અને વ્યાપક છે તો પછી એવું કેમ કે અમુક જ્ઞાનનો સમવાય સંબંધ અમુક આત્મા સાથે જ હોય અને અન્ય આત્મા સાથે નહિ. બીજી વાત એ છે કે ન્યાયવૈશેષિક દર્શન અનુસાર આત્મા પણ સર્વવ્યાપક છે એટલે એક આત્માનું જ્ઞાન બધા આત્મામાં રહેવું જોઈએ. એ રીતે તો ચૈત્રનું જ્ઞાન મૈત્રમાં પણ રહે.
માની લઈએ કે જ્ઞાન સમવાય સંબંધથી આત્માની સાથે સંબદ્ધ થઈ જાય છે, તો પણ એક પ્રશ્ન તો રહે છે અને તે એ કે સમવાય કયા સંબંધ દ્વારા જ્ઞાન અને આત્મા સાથે સંબદ્ધ થાય છે? જો સમવાય કોઈ અન્ય સંબંધ દ્વારા જ્ઞાન અને આત્મા સાથે સંબદ્ધ થાય છે એમ માનવામાં આવે તો અનવસ્થાદોષનો સામનો કરવો પડશે. જો કહેવામાં આવે કે સમવાય બીજા સંબંધની અપેક્ષા રાખ્યા વિના જ જ્ઞાન અને આત્મા સાથે જોડાઈ જાય છે તો પછી જ્ઞાન અને આત્મા સમવાયની અપેક્ષા રાખ્યા વિના સ્વયં કેમ ન જોડાઈ જાય? તેમને જોડવા માટે ત્રીજા સમવાય પદાર્થની આવશ્યકતા શી છે?
તૈિયાયિક અને વૈશેષિક જ્ઞાન અને આત્માના આત્યંતિક ભેદને સિદ્ધ કરવા એક અન્ય હેતુ આપે છે. તે કહે છે કે આત્મા અને જ્ઞાનની વચ્ચે કર્ત-કરણભાવ છે એટલે આત્મા અને જ્ઞાન ભિન્ન હોવા જોઈએ. આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે, એટલે આત્મા અને જ્ઞાન એક ન હોઈ શકે, જૈન દાર્શનિક કહે છે કે આ હેતુ પણ બરાબર નથી. જ્ઞાન અને આત્માનો સંબંધ સામાન્ય કરણ અને કર્તાનો સંબંધ નથી. “દેવદત્ત દાતરડાથી લણે છે અહીં દાતરડું એક બાહ્ય કરણ છે. જ્ઞાન એ જાતનું કરણ નથી જે આત્માથી ભિન્ન હોય. જો દાતરડાની જેમ જ્ઞાન પણ આત્માથી ભિન્ન સિદ્ધ થાય તો કહી શકાય કે જ્ઞાન અને આત્મા વચ્ચે કરણ અને કર્તાનો સંબંધ છે અને તેથી જ્ઞાન આત્માથી ભિન્ન છે. આપણે કહી શકીએ છીએ કે દેવદત્ત નેત્ર અને દીપકથી દેખે છે.
करणं द्विविधं ज्ञेयं बाह्यमाभ्यन्तरं बुधैः । યથા નુનાતિ રાત્રે મેરું છતિ વેતન | સ્વાદ્વાદમંજરી, પૃ. ૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org