________________
તત્ત્વવિચાર
૧૦૫ નથી થતું કેમ કે હૃતોપયોગ હમેશાં સવિકલ્પક જ હોય છે. ચક્ષુર્દર્શન અને અચક્ષુર્દર્શન મતિજ્ઞાનની જ પૂર્વભૂમિકાઓ છે. તે બન્નેનું નામ મતિદર્શન એટલા માટે નથી રાખ્યું કેમ કે દર્શનમાં ચક્ષુરિન્દ્રિયને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. ચક્ષુના મહત્ત્વના કારણે એક ભેદ ચક્ષુના નામ ઉપરથી રાખવામાં આવ્યો અને બીજો ભેદ ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો અને મનના અર્થવાળા નામ ઉપરથી રાખવામાં આવ્યો. | સર્વસામાન્યપણે આત્માનું આ જ સ્વરૂપ છે. આમ તો જીવોના બે ભેદો કરવામાં આવ્યા છે—સંસારી અને મુક્ત. મુક્ત જીવનું લક્ષણ સ્વભાવોપયોગ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ આત્માનો શુદ્ધ અને સ્વભાવોપયોગ જ મુક્તાત્માની પહેચાન છે. સંસારી જીવોના સમનસ્ક અને અમનસ્ક, ત્રસ અને સ્થાવર, પર્યાપ્ત અને અપર્યાપ્ત આદિ કેટલાય ભેદો છે. તે બધા ભેદોનો વિશેષ વિચાર ન કરતાં સંસારી જીવના સ્વરૂપનું જરા વિસ્તૃત વિવેચન કરીશું. સાથે સાથે જ અન્ય દર્શનોથી આ વિષયમાં જૈન દર્શનનો શું મતભેદ છે તેનો પણ ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કરીશું. સંસારી આત્મા
વાદિદેવસૂરીએ સંસારી આત્માનું જ સ્વરૂપ જણાવ્યું છે તેમાં જૈનદર્શનસમ્મત આત્માનું પૂરેપુરું સ્વરૂપ આવી જાય છે. અહીં તે સ્વરૂપના આધારે વિવેચન કરવામાં આવશે. તે સ્વરૂપ આ છે–
આત્મા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ છે. તે ચૈતન્યસ્વરૂપ છે, પરિણામી છે,કર્તા છે, સાક્ષાત્ ભોક્તા છે, સ્વદેહપરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પૌદ્ગલિક કર્મોથી યુક્ત છે. ૨
આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સિદ્ધ છે આ કથનનું તાત્પર્ય એ છે કે ચાર્વાક વગેરે જે લોકો આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ નથી માનતા તેમણે તેની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ કરવો જોઈએ. તે અંગે અમે ઘણું બધું લખી ચૂક્યા છીએ એટલે તેને ફરી લખવાની જરૂરત નથી.
તે ચૈતન્યસ્વરૂપ છે' આ લક્ષણ વૈશેષિક અને નૈયાયિક વગેરે દાર્શનિકોને ઉત્તર દેવા માટે છે જેઓ ચૈતન્યને આત્માનો આગન્તુક અને ઔપાધિક ગુણ માને છે, આત્માને
૧. સંસોિ મુpa એજન, ૨.૧૦. २. प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा। चैतन्यस्वरूप: परिणामी कर्ता साक्षाद्भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवांश्चायम्।
–પ્રમાણનયતખ્તાલોક, ૭.૫૫-૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org