________________
૧૦૪
જૈન ધર્મ-દર્શન
કેવલને પ્રત્યક્ષ કહ્યાં. આ પાંચ જ્ઞાનોમાંથી પ્રથમ ત્રણ જ્ઞાનોનાં વિપર્યયરૂપ ત્રણ જ્ઞાનો (અજ્ઞાનો) જણાવ્યાં. આ રીતે બે પરોક્ષ, ત્રણ પ્રત્યક્ષ અને ત્રણ વિપર્યયરૂપ જ્ઞાનો(અજ્ઞાનો) એમ કુલ મળીને જ્ઞાનના આઠ ભેદ થયા. જ્ઞાનોપયોગની ચર્ચા આ આઠ ભેદો સાથે સમાપ્ત થાય છે.
દર્શનોપયોગ
જ્ઞાનોપયોગની જેમ દર્શનોપયોગ પણ બે પ્રકારનો છે સ્વભાવદર્શન અને વિભાવદર્શન.
સ્વભાવદર્શન આત્માનો સ્વાભાવિક ઉપયોગ છે. સ્વભાવજ્ઞાનની જેમ આ પણ પ્રત્યક્ષ અને પૂર્ણ હોય છે. તેને કેવલદર્શન કહે છે.
વિભાવદર્શનના ત્રણ પ્રકાર છે — ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન. ચક્ષુર્દર્શન — ચક્ષુરિન્દ્રિય દ્વા૨ા થતો નિરાકાર અને નિર્વિકલ્પક બોધ ચક્ષુર્દર્શન છે. ચક્ષુરિન્દ્રિયની પ્રધાનતાના કારણે ચક્ષુર્દર્શન નામનો સ્વતન્ત્ર ભેદ કરવામાં આવ્યો
છે.
અચક્ષુર્દર્શન ~~~ ચક્ષુરિન્દ્રિય સિવાયની બાકીની ઇન્દ્રિયોથી તેમ જ મનથી થનારું દર્શન અચક્ષુર્દર્શન છે.
અવધિદર્શન ~~~~ સીધું આત્માથી જ થનારું રૂપી પદાર્થોનું દર્શન અવધિદર્શન છે. આ પ્રમાણે દર્શનોપયોગના ચાર ભેદ થયા ——— (૧) કેવલદર્શન (સ્વભાવદર્શન), (૨) ચક્ષુર્દર્શન, (૩) અચક્ષુર્દર્શન અને (૪) અવધિદર્શન.
જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગના ભેદોમાં એ અત્તર છે કે દર્શનોપયોગ કયારેય મિથ્યા નથી હોતો. સત્તામાત્રનો ઉપયોગ મિથ્યા હોઈ શકતો નથી. જ્યારે ઉપયોગ
સવિકલ્પક રૂપ ધારણ કરે છે - -વિશેષગ્રાહી બને છે ત્યારે મિથ્યા હોવાનો અવસર આવે છે. સામાન્ય સત્તામાત્રનું ગ્રહણ મિથ્યાત્વથી ૫૨ છે કેમ કે ત્યાં કેવળ સત્તાનો પ્રતિભાસ છે. સત્તામાત્રના પ્રતિભાસમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વનો ભેદ નથી હોતો. તે તો એકરૂપ હોય છે અને તે રૂપ યથાર્થ હોય છે. બીજું અન્તર એ છે કે મનઃપર્યાયદર્શન નથી હોતું કેમ કે અવિધિદર્શનના વિષયના અનન્તમા ભાગનું જ્ઞાન જ મન:પર્યાય છે. મન:પર્યાયઉપયોગ અવધિજ્ઞાનનો જ વિશેષ વિકાસ છે. આવી પરિસ્થિતિમાં મનઃપર્યાયદર્શન નામના ભિન્ન દર્શનની કોઈ આવશ્યકતા નથી. સૂક્ષ્મ વિવેચન કરી જોતાં મન:પર્યાયજ્ઞાન પણ અવધિજ્ઞાનથી ભિન્ન નથી. અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન એક જ ઉપયોગની બે ભૂમિકાઓ છે. ત્રીજું અન્તર એ કે શ્રુતજ્ઞાનની જેમ શ્રુતદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org