________________
તત્ત્વવિચાર
૧૦૩ મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારનું હોય છે - મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.' મત્યજ્ઞાન – મતિજ્ઞાનનું વિપરીત જ્ઞાન મત્યજ્ઞાન છે. શ્રુતાજ્ઞાન – શ્રુતજ્ઞાનનું વિપરીત જ્ઞાન શ્રુતજ્ઞાન છે. વિભંગશાન – અવધિજ્ઞાનનું વિપરીત જ્ઞાન વિભૃગજ્ઞાન છે.
મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાનનો આધાર વિષય નથી પણ જ્ઞાતા છે. જે જ્ઞાતા મિથ્યાશ્રદ્ધાવાળો હોય છે તેનું સઘળું જ્ઞાન મિથ્યા હોય છે. જે જ્ઞાતાની શ્રદ્ધા (દર્શન) સમ્યફ હોય છે તેનું જ્ઞાન પણ સમ્યફ હોય છે. જ્ઞાનના સમ્યકત્વ અને મિથ્યાત્વનો આધાર શ્રદ્ધા છે, બાહ્ય પદાર્થ નથી.
જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જે જીવ પોતાની સ્વાભાવિક અવસ્થામાં હોય છે તેનું જ્ઞાન પૂર્ણ હોય છે. આ જ જ્ઞાન કેવલજ્ઞાન છે. આ જ્ઞાન માટે આત્માને કોઈ કારણ યા સાધનની આવશ્યકતા હોતી નથી. ઇન્દ્રિય આદિ કારણ તેને માટે કોઈ પણ રીતે ઉપકારક થતાં નથી. જ્ઞાનાવરણ કર્મનો પ્રભાવ હોવાથી સંસારી અર્થાત્ બદ્ધ આત્માને પૂર્ણ જ્ઞાન હોતું નથી. આ અપૂર્ણ જ્ઞાનના ચાર પ્રકાર છે. જે જ્ઞાનનો આધાર ઇન્દ્રિય અને મન હોય છે તે મતિજ્ઞાન કહેવાય છે. જે જ્ઞાનનો આધાર અન્ય પુરુષનું જ્ઞાન હોય છે તે જ્ઞાન શ્રુતજ્ઞાન છે. જે જ્ઞાન પ્રત્યક્ષ તો હોય છે અર્થાત્ ઇન્દ્રિય આદિ બાહ્ય કરણોની અપેક્ષા રાખતું નથી પરંતુ સીમિત હોય છે – અપૂર્ણ હોય છે તે અવધિજ્ઞાન છે. જે જ્ઞાન મનને, જે સૂક્ષ્મ રૂપી દ્રવ્ય છે તેને, પોતાનો વિષય બનાવે છે તે જ્ઞાન મન:પર્યાયજ્ઞાન છે. આ જ્ઞાન પણ મન સુધી જ સીમિત છે. તે કદી મિથ્યા નથી હોતું. ઉપર જણાવેલાં ચાર અપૂર્ણ જ્ઞાનના પ્રકારોમાંથી પ્રથમ ત્રણ પ્રકાર મિથ્યા પણ હોઈ શકે છે. એ ત્રણ પ્રકારનાં મિથ્યાજ્ઞાનો મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયના કારણે થાય છે. જ્યારે શ્રદ્ધા સભ્ય બની જાય છે ત્યારે ત્રણે જ્ઞાનો સમ્યક બની જાય છે. આમ જ્ઞાનોપયોગના કુલ આઠ ભેદ થયા– (૧) કેવલજ્ઞાન (સ્વભાવજ્ઞાન), (૨) મતિજ્ઞાન, (૩) શ્રુતજ્ઞાન, (૪) અવધિજ્ઞાન, (૫) મન:પર્યાયજ્ઞાન, (૬) મત્યજ્ઞાન, (૭) શ્રુતજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન.
આ આઠ ભેદોને તત્ત્વાર્થસૂત્રકારે આ પ્રમાણે જણાવ્યા છે – પહેલાં જ્ઞાનનાં પાચ ભેદ જણાવ્યા : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ. તેમાંથી પ્રથમ બે અર્થાત્ મતિ અને શ્રુતને પરોક્ષ કહ્યાં. બાકીનાં ત્રણ અર્થાત્ અવધિ, મન:પર્યાય અને
૧. તિકૃતાવધયો વિપર્યયશા તત્ત્વાર્થસૂત્ર, ૧.૩૨. ૨. તત્ત્વાર્થસૂત્ર, ૧.૯-૧૨; ૧.૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org