________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૫૧ અને ક્રિયા બન્ને આવશ્યક છે. જેવી રીતે જ્ઞાનરહિત ક્રિયા વ્યર્થ છે તેવી જ રીતે ક્રિયારહિત જ્ઞાન પણ નકામું છે. જ્ઞાન અને ક્રિયાનો સમ્યફ સંયોગ જ વાસ્તવિક સુખ આપી શકે છે. જન્મ અને મરણથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્ને આવશ્યક છે.
ન્યાયાવતાર અને બત્રીસીઓમાં પણ સિદ્ધસેને પોતાની માન્યતાઓની પુષ્ટિ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. સિદ્ધસેને ખરેખર જૈન દર્શનના ઇતિહાસમાં એક નવા યુગની સ્થાપના કરી. સમન્તભદ્ર
શ્વેતામ્બર પરંપરામાં જે સ્થાન સિદ્ધસેનનું છે તેવું જ સ્થાન દિગમ્બર પરંપરામાં સમન્તભદ્રનું છે. સમન્તભદ્રની પ્રતિભા વિલક્ષણ હતી, એમાં કોઈ સંદેહ નથી. તેમણે સ્યાદ્વાદની સિદ્ધિ માટે અથાક પરિશ્રમ કર્યો. તેમની રચનાઓનું છુપાયેલું લક્ષ્ય સ્યાદ્વાદ જ હોય છે. સ્તોત્રની રચના હોય કે દાર્શનિક કૃતિ હોય – બધાંનું લક્ષ્ય એક જ હતું અને તે હતું સ્યાદ્વાદની સિદ્ધિ. બધા વાદોની ઐકાન્તિકતામાં દોષ દર્શાવીને તેમનો અનેકાન્તવાદમાં નિર્દોષ સમન્વય કરી દેવો એ તો સમન્તભદ્રની જ ખૂબી હતી. સ્વયભૂ-સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિના બહાને દાર્શનિક તત્ત્વનો કેટલો સુન્દર અને અદ્ભુત સમાવેશ તેમણે કર્યો છે. આ સ્તોત્ર સ્તુતિકાવ્યનો ઉત્કૃષ્ટ નમૂનો તો છે જ, સાથે સાથે જ તેની અંદર ભરવામાં આવેલું દાર્શનિક વક્તવ્ય અત્યન્ત મહત્ત્વનું છે. પ્રત્યેક તીર્થકરની સ્તુતિમાં કોઈ ને કોઈ દાર્શનિક વાદનો નિર્દેશ કરવાનું તે ભૂલ્યા નથી. સ્વયંભૂસ્તોત્રની જેમ યુજ્યનુશાસન પણ એક ઉત્કૃષ્ટ સ્તુતિકાવ્ય છે. આ કાવ્યમાં પણ એ જ વાત છે. સ્તુતિના બહાને ઐકાંન્તિક વાદોમાં દોષ દેખાડીને સ્વસમ્મત ભગવાનના ઉપદેશોમાં ગુણોનું દર્શન કરાવવું એ કાવ્યની વિશેષતા છે. આ તો અયોગવ્યવચ્છેદ થયો. આ ઉપરાંત ભગવાનના ઉપદેશમાં જે ગુણો છે તે અન્ય કોઈના ઉપદેશમાં નથી, તે લખીને તેમણે અન્યયોગવ્યવચ્છેદના સિદ્ધાન્તનો પણ આધાર લીધો છે.
આ સ્તોત્રો ઉપરાંત તેમની એક કૃતિ આમીમાંસા છે. દાર્શનિક દષ્ટિએ આ શ્રેષ્ઠ કૃતિ છે. અહિંન્તની સ્તુતિના પ્રશ્નને લઈને તેમણે આ ગ્રન્થનો પ્રારંભ કર્યો છે. અહિંન્તની જ સ્તુતિ શા માટે કરવી જોઈએ? આ પ્રશ્નને સામે રાખીને તેમણે આપ્તપુરુષની મીમાંસા કરી છે. આપ્ત કોણ હોઈ શકે ? આ પ્રશ્નને લઈને વિવિધ પ્રકારની માન્યતાઓનું વિશ્લેષણ તેમણે કર્યું છે. દેવાગમન, નભોયાન, ચામર આદિ વિભૂતિઓની મહત્તારૂપ કસોટીનું ખંડન કરતાં એ સિદ્ધ કર્યું છે કે આ બાહ્ય વિભૂતિઓ આપ્તત્વની સૂચક નથી. આ બધી ચીજો તો માયાવી પુરુષોમાં પણ જોઈ શકાય છે. આ જ રીતે શારીરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org