________________
૫૦
જૈન ધર્મ-દર્શન
કારણમાં એકાન્ત ભેદ છે કે ન તો કાર્ય અને કારણમાં એકાન્ત અભેદ છે. આ જ સમન્વયનો માર્ગ છે.
-
તત્વચિન્તનના સમ્યક્ષથની વ્યાખ્યા કરતાં સિદ્ધસેને આઠ બાબતો પર ભાર આપ્યો. તેમાં ચાર બાબતો તો તે જ છે જેમના ઉપર ખુદ મહાવીરે ભાર આપ્યો હતો. એ ચાર બાબતો છે- - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. તે ઉપરાંત પર્યાપ્ત, દેશ, સંયોગ અને ભેદ ઉપર પણ તેમણે ભાર આપ્યો. એમ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવમાં બાકીના ચારનો પણ સમાવેશ થઈ જાય છે. પરંતુ દૃષ્ટિનું અને સાથે સાથે જ પદાર્થનું કંઈક વધારે સારી રીતે વિશ્લેષણ કરવા માટે તેમણે આઠ બાબતોનું વિવેચન કર્યું.
સિદ્ધસેન પાકા તર્કવાદી હતા, એમાં કોઈ સંશય નથી. આટલું હોવા છતાં પણ તે એ જાણતા હતા કે તર્કનું ક્ષેત્ર શું છે. બીજા શબ્દોમાં, તે તર્કની મર્યાદા સમજતા હતા. તર્કને સર્વત્ર અપ્રતિહતગતિ સમજવાની ભૂલ તેમણે ન કરી. તેમણે અનુભવને બે ક્ષેત્રોમાં વહેંચી નાખ્યો. એક ક્ષેત્રમાં તર્કનું સામ્રાજ્ય હતું તો બીજા ક્ષેત્રમાં શ્રદ્ધાને પૂર્ણ સ્વતન્ત્ર બનાવી દીધી. જે બાબતો શુદ્ધ આંગમિક હતી, જેમકે ભવ્ય અને અભવ્યનો વિભાગ, જીવોની સંખ્યાનો પ્રશ્ન આદિ, તેમના ઉ૫૨ તર્કનો પ્રયોગ કરવો તેમને ઉચિત ન જણાયો. તેમનો સ્વીકાર યથાવત્ કરી લીધો. પરંતુ જે બાબતો તર્કબળથી સિદ્ધ કે અસિદ્ધ કરી શકાતી હતી તે બાબતોને તેમણે સારી રીતે તર્કની કસોટી પર કસી.
સિદ્ધસેનનું કથન છે કે ધર્મવાદ બે પ્રકારનો છે અહેતુવાદ અને હેતુવાદ. ભવ્ય-અભવ્ય આદિ ભાવ અહેતુવાદ અન્તર્ગત છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ નિયમ દુઃખનો નાશ કરનારા છે વગરે વાતો હેતુવાદમાં પડે છે.
સિદ્ધસેને એક નવી પરંપરા સ્થાપી. તે પરંપરા છે જ્ઞાન અને દર્શનના અભેદની. જૈનોની આગમિક પરપંરા હતી સર્વજ્ઞનાં જ્ઞાન અને દર્શનને ભિન્ન માનવાની. આ પરંપરા ઉપર તેમણે પ્રહાર કર્યો અને પોતાના તર્કબળથી એ સિદ્ધ કર્યું કે સર્વજ્ઞનાં દર્શન અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. સર્વજ્ઞત્વના સ્તરે પહોંચી બન્ને એકરૂપ બની જાય છે. તેમણે અવધ અને મનઃપર્યાયને પણ એક સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે જ્ઞાન અને શ્રદ્ધાને પણ એક સિદ્ધ કર્યાં. જૈન આગમોમાં પ્રસિદ્ધ નૈગમ વગેરે સાત નયોના સ્થાને છ નયોની સ્થાપના કરી. નૈગમને સ્વતન્ત્ર નય ન માની તેને સંગ્રહ અને વ્યવહારમાં સમાવિષ્ટ કરી દીધો. તેમણે એ પણ કહી દીધું કે જેટલા વચનના પ્રકારો હોઈ શકે છે તેટલા જ નયના પ્રકારો હોઈ શકે છે અને જેટલા નયવાદો હોઈ શકે છે તેટલા જ મતમતાન્તર પણ હોઈ શકે છે.
જ્ઞાન અને ક્રિયાના ઐકાન્તિક આગ્રહને પડકારતાં સિદ્ધસેને ઘોષણા કરી કે જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org