________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૪૯
ક્ષણિક અને આત્મા આદિ પદાર્થોને નિત્ય માન્યા. આમ ભારતીય દર્શનના ક્ષેત્રમાં ભારે સંઘર્ષ થવા લાગ્યો. જૈન દાર્શનિકો આ અવસરને ખોવા દે તેવા ન હતા. તેમને આ સંઘર્ષમાંથી પ્રેરણા મળી. પોતાના મતની પુષ્ટિ કરવા માટે તેમણે પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ડંકાના ધાવ સાથે સૌની સમક્ષ ઉપસ્થિત થયા.
મહાવીરોપદિષ્ટ નયવાદ અને સ્યાદ્વાદને મુખ્ય આધાર બનાવી સિદ્ધસેને પોતાનું કાર્ય શરૂ કર્યું. સિદ્ધસેને સન્મતિતર્ક, ન્યાયાવતાર અને બત્રીસીઓની રચના કરી. સન્મતિતર્કમાં નયવાદનું સારું વિવેચન છે. તે સમય સુધીમાં નયવાદ ઉપર આવો સુંદર ગ્રન્થ કોઈએ લખ્યો ન હતો અને આજ પણ એવો ગ્રન્થ ભાગ્યે જ હશે. આ ગ્રન્થ પ્રાકૃતમાં છે. તેમાં ત્રણ કાંડ છે. પ્રથમ કાંડમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિનું સરસ વિવેચન છે. બીજા કાંડમાં જ્ઞાન અને દર્શનની સારી ચર્ચા છે. ત્રીજા કાંડમાં ગુણ અને પર્યાય, અનેકાન્તદૃષ્ટિ અને તર્ક તથા શ્રદ્ધા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે.
મૂલતઃ બે નયો છે — દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, બધા નયોનો સમાવેશ આ બે નયોમાં થઈ જાય છે. જ્યાં દૃષ્ટિ દ્રવ્ય, સામાન્ય અથવા અભેદમૂલક હોય છે ત્યાં દ્રવ્યાર્થિક નય કાર્ય કરે છે અને જ્યાં દૃષ્ટિ પર્યાય, વિશેષ અથવા ભેદમૂલક હોય છે ત્યાં · પર્યાયાર્થિક નય કાર્ય કરે છે. આપણે પ્રત્યેક તત્ત્વનું આ બે દૃષ્ટિઓમાં વિભાજન કરી શકીએ છીએ. તત્ત્વનું કોઈ પણ પાસું આ બે દૃષ્ટિઓનું ઉલ્લંઘન નથી કરી શકતું અર્થાત્ કાં તો તે સામાન્યાત્મક હશે કાં તો વિશેષાત્મક, આ બે દૃષ્ટિઓને છોડી તે ક્યાંય નથી જઈ શકતું. સિદ્ધસેને જોયું કે દાર્શનિક જગતમાં જેટલા પણ ઝઘડા થાય છે તે આ બે ષ્ટિઓના કારણે જ થાય છે. કોઈ દાર્શનિક કેવળ દ્રવ્યાર્થિક દૃષ્ટિને જ સ્વયંસંપૂર્ણ માની લે છે તો બીજો દાર્શનિક પર્યાયાર્થિક દૃષ્ટિને જ સંપૂર્ણ સત્ય સમજી બેસે છે. આ બે દૃષ્ટિઓનો એકાન્ત આગ્રહ જ સારા ક્લેશનું મૂળ છે. અનેકાન્ત દૃષ્ટિ બન્નેને એકસરખું સમ્માન દે છે. આ પ્રકારની દૃષ્ટિ જ સમ્યગ્દષ્ટિ છે.
આ રીતે કાર્યકારણભાવનો જે ઝઘડો છે તેને પણ અનેકાન્તવાદની દૃષ્ટિથી ઉકેલી શકાય છે, શમાવી શકાય છે. કાર્ય અને કારણનો એકાન્ત ભેદ મિથ્યા છે. ન્યાય, વૈશેષિક આદિ દર્શને એટલા માટે અપૂર્ણ છે કે તેઓ કાર્ય અને કારણનો એકાન્ત ભેદ માને છે. સાંખ્યનો મત છે કે કાર્ય અને કારણમાં એકાન્ત અભેદ છે. કારણ જ કાર્ય છે અથવા કાર્ય કારણરૂપ જ છે. આ અભેદદષ્ટિ પણ એકાંગી છે. સિદ્ધસેને કારણ અને કાર્ય અંગેનો આવિરોધ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિના આધારે દૂર કર્યો છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિએ કારણ અને કાર્યમાં કોઈ ભેદ નથી. પર્યાયાર્થિક દૃષ્ટિએ બન્નેમાં ભેદ છે. અનેકાન્તવાદમાર્ગ એ જ છે કે બન્નેને સત્ય માનવામાં આવે. વસ્તુતઃ ન તો કાર્ય અને
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org