________________
જૈન ધર્મ-દર્શન
વિદ્વાનોએ પણ તત્ત્વાર્થસૂત્ર ઉપર પોતપોતાની ટીકાઓ લખી હતી. વીસમી શતાબ્દીમાં પં. સુખલાલજી સંઘવી આદિ વિદ્વાનોએ હિન્દી વગેરે ભાષાઓમાં તત્ત્વાર્થસૂત્ર ઉપર સુન્દર વિવેચનો લખ્યાં છે.
સિદ્ધસેન
૪૮
ન
ભારતીય દાર્શનિક ક્ષેત્રમાં નાગાર્જુને એક મોટો ખળભળાટ મચાવી દીધો હતો. જ્યા૨થી નાગાર્જુન આ ક્ષેત્રમાં આવ્યા, ત્યારથી દાર્શનિક વાદ-વિવાદોને એક નવું રૂપ પ્રાપ્ત થયું. શ્રદ્ધાના સ્થાને તર્કનું સામ્રાજ્ય વ્યાપી ગયું. પહેલાં તર્ક ન હતો એવી વાત નથી. તર્ક હોવા છતાં પણ અધિક કામ તો શ્રદ્ધાથી જ ચાલતું હતું. એ જ કારણે દર્શનનો વ્યવસ્થિત ઘાટ બની શક્યો ન હતો. નાગાર્જુને આ ક્ષેત્રમાં આવી એક ક્રાન્તિકારી પરિવર્તન કરી નાંખ્યુ. આ ક્રાન્તિ બૌદ્ધ દર્શન સુધી સીમિત ન રહી. તેનો પ્રભાવ ભારતના બધાં દર્શનો ૫૨ ઘણો ગાઢ પડ્યો. પરિણામે જૈન દર્શન પણ તેનાથી અસ્પૃષ્ટ ન રહ્યું. સિદ્ધસેન અને સમન્તભદ્ર જેવા મહાન તાર્કિકોને પેદા કરવાનું ઘણું બધું શ્રેય નાગાર્જુનને જ છે. આ સમય પાંચમી-છઠ્ઠી શતાબ્દીનો છે. જૈનાચાર્યોએ આ યુગમાં મહાવીરના સમયથી વીખરાયેલા રૂપમાં ચાલ્યા આવતા અનેકાન્તવાદને સુનિશ્ચિત રૂપ આપ્યું. આ યુગમાં પાંચ પ્રસિદ્ધ આચાર્યો થયા છે. સિદ્ધસેન અને સમન્તભદ્ર ઉપરાંત મલ્લવાદી, સિંહગણિ અને પાત્રકેશરીનાં નામ ઉલ્લેખનીય છે.
નાગાર્જુને શૂન્યવાદનું સમર્થન કર્યું. શૂન્યવાદીઓ અનુસાર તત્ત્વ ન સત્ છે, ન અસત્ છે, ન સદસત્ છે, ન અનુભય છે. ‘ચતુષ્કોટિવિનિર્યુક્ત' રૂપે તત્ત્વનું વર્ણન કરી શકાય છે. વિચારની ચાર કોટિઓ તત્ત્વને ગ્રહણ કરવા અસમર્થ છે. વિચાર જે ચીજને ગ્રહણ કરે છે તે માત્ર લોકવ્યવહાર છે. બુદ્ધિથી વિવેચન કરતાં આપણે કોઈ એક સ્વભાવ સુધી પહોંચી શકતા નથી. આપણી બુદ્ધિ કોઈ એક સ્વભાવનું અવધારણ યા નિશ્ચય કરી શકતી નથી. તેથી બધા પદાર્થો અનભિલાપ્ય છે, નિઃસ્વભાવ છે. આ રીતે શૂન્યવાદે તત્ત્વના નિષેધપક્ષ પર ભાર આપ્યો. વિજ્ઞાનવાદે વિજ્ઞાન પર ભાર આપ્યો અને કહ્યું કે તત્ત્વ વિજ્ઞાનાત્મક જ છે. વિજ્ઞાનથી ભિન્ન બાહ્યાર્થની સિદ્ધિ કરી શકાતી નથી. જ્યાં સુધી વ્યક્તિને વિજ્ઞપ્તિમાત્રતા સાથે પોતાની એકરૂપતાનો બોધ નથી થતો ત્યાં સુધી જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ ચાલુ રહે છે. તેનાથી ઊલટું નૈયાયિક, વૈશેષિક અને મીમાંસાક બાહ્યાર્થની સ્વતન્ત્ર સત્તા સિદ્ધ કરવામાં પડ્યા હતા. સાંખ્યોએ સત્કાર્યવાદનું સમર્થન કર્યું અને કહ્યું કે બધું સત્ છે. હીનયાન બૌદ્ધોએ ક્ષણિકવાદની સ્થાપના કરી અને કહ્યું કે જ્ઞાન અને અર્થ બન્ને ક્ષણિક છે. તેનાથી વિપરીત મીમાંસકોએ શબ્દ આદિ ક્ષણિક પદાર્થોને પણ નિત્ય સિદ્ધ કર્યા. નૈયાયિકોએ શબ્દ આદિ પદાર્થોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org