________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૪૭
મુખ્ય ભેદો, તેમની પરસ્પર તુલના, તેમની સ્થિતિ, ક્ષેત્ર અને કાર્ય, પુદ્ગલનું સ્વરૂપ, ભેદ અને ઉત્પત્તિ, સત્ત્નું લક્ષણ, નિત્યનું લક્ષણ, પૌદ્ગલિક બંધની યોગ્યતા અને અયોગ્યતા, દ્રવ્યનું લક્ષણ, કાલ સ્વતન્ત્ર દ્રવ્ય છે કે નહિ તેની વિચારણા અને કાલનું સ્વરૂપ, ગુણ અને પરિણામના ભેદો.
છઠ્ઠા અધ્યાયમાં આસ્રવનું સ્વરૂપ, તેના ભેદો અને તદનુરૂપ કર્મબંધન વગેરે બાબતોનું વિવેચન છે.
સાતમા અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ, વ્રત ગ્રહણ કરનારના ભેદો, વ્રતની સ્થિરતા, હિંસા આદિ અતિચારોનું સ્વરૂપ, દાનનું સ્વરૂપ ઇત્યાદિ વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આઠમા અધ્યાયમાં કર્મબન્ધમાં હેતુઓ અને ભેદોનો વિચાર કરવામાં આવ્યો છે. નવમા અધ્યાયમાં સંવ૨, તેનાં સાધનો અને ભેદો, નિર્જરા અને તેના ઉપાયો, સાધક અને તેની મર્યાદા ઉપર વિશદ વિવેચન છે.
દસમા અધ્યાયમાં કેવળજ્ઞાનના હેતુઓ, મોક્ષનું સ્વરૂપ, મુક્તાત્માની ગતિ તેમજ મુક્તાત્માનું સ્વરૂપ વગેરે ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
તત્ત્વાર્થસૂત્ર ઉપર એક ભાષ્ય મળે છે, તે ઉમાસ્વાતિની પોતાની રચના છે. તે ઉપરાંત ‘સર્વાર્થસિદ્ધિ’ નામની એક સંક્ષિપ્ત પરંતુ અતિ મહત્ત્વપૂર્ણ ટીકા મળે છે. તે ટીકા પૂજ્યપાદની કૃતિ છે. પૂજ્યપાદ છઠ્ઠી શતાબ્દીમાં થઈ ગયા. તે દિગમ્બર પરંપરાના આચાર્ય હતા. અકલંકે ‘રાજવાર્તિક’ની રચના કરી છે. આ ટીકા બહુ વિસ્તૃત છે. તેમાં દર્શનના પ્રત્યેક વિષય ૫૨ કોઈ ને કોઈ રૂપમાં પ્રકાશ પાડ્યો છે. ક્યાંક ક્યાંક ખંડનમંડનની દૃષ્ટિની મુખ્યતા છે. વિદ્યાનન્ધકૃત ‘શ્લોકવાર્તિક’ પણ મહત્ત્વપૂર્ણ ટીકા છે. આ બન્ને પણ દિગમ્બર પરંપરાના જ આચાર્યો હતા. સિદ્ધસેન અને હરિભદ્રે ક્રમશઃ બૃહત્કાય અને લઘુકાય વૃત્તિઓની રચના કરી છે. તે બન્ને શ્વેતામ્બર પરંપરાના આચાર્યો હતા. આ ટીકાઓમાં પણ દાર્શનિક દૃષ્ટિકોણની જ પ્રધાનતા છે. જૈન દર્શનની આગળની પ્રગતિ ઉપર આ ટીકાઓનો સારો એવો પ્રભાવ પડ્યો છે. જે રીતે દિનાગના ‘પ્રમાણસમુચ્ચય’ પર ધર્મકીર્તિએ ‘પ્રમાણવાર્તિક' લખ્યું અને તેને કેન્દ્રબિન્દુ માની સમગ્ર બૌદ્ધદર્શન વિકસિત થયું તેવી રીતે તત્ત્વાર્થસૂત્રની આ ટીકાઓની આસપાસ જૈન દાર્શનિક સાહિત્યનો વિકાસ થયો. આ ટીકાઓ ઉપરાંત બારમી શતાબ્દીમાં મલયગિરિએ અને ચૌદમી શતાબ્દીમાં ચિરન્તન મુનિએ પણ તત્ત્વાર્થસૂત્ર ઉપર ટીકાઓ લખી. અઢારમી શતાબ્દીમાં નવ્યન્યાય શૈલીના પ્રકાંડ પંડિત યશોવિજયે પણ ટીકા લખી. દિગમ્બર - પરંપરાના શ્રુતસાગર, વિબુધસેન, યોગીન્દ્રદેવ, યોગદેવ, લક્ષ્મીદેવ, અભયનન્દી આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org