________________
४६
જૈન ધર્મ-દર્શન ગ્રન્થની ભાષા પ્રાકૃત ન રાખતાં સંસ્કૃત રાખી.
ઉમાસ્વાતિ ક્યારે થયા, એ અંગે હજી સુધી કોઈ નિશ્ચિત મત નથી. વાચક ઉમાસ્વાતિનો પ્રાચીનમાં પ્રાચીન સમય વિક્રમની પહેલી શતાબ્દી અને મોડામાં મોડો સમય ત્રીજી-ચોથી શતાબ્દી છે. આ ત્રણસો-ચારસો વર્ષની વચમાં તેમનો સમય પડે છે.
આચાર્ય ઉમાસ્વાતિ સર્વપ્રથમ સંસ્કૃત લેખક છે જેમણે જૈન દર્શન ઉપર પોતાની કલમ ચલાવી. તેમની ભાષા સરળ અને લાઘવવાળી છે. શૈલીમાં પ્રવાહ છે. તેમનું તત્ત્વાર્થાધિગમસૂત્ર શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને પરંપરાઓમાં એકસરખું માન્ય છે. તેમાં દસ અધ્યાય છે. તેમની અંદર જૈન દર્શન અને જૈન આચારનું સંક્ષિપ્ત નિરૂપણ છે. ખગોળ અને ભૂગોળ વિશેની માન્યતાઓનું પણ વર્ણન છે. એમ કહેવું જોઈએ કે આ ગ્રન્થ જૈન તત્ત્વજ્ઞાન, આચાર, ભૂગોળ, ખગોળ, અધ્યાત્મવિદ્યા, પદાર્થવિજ્ઞાન, કર્મશાસ્ત્ર આદિ અનેક વિષયોનો સંક્ષિપ્ત કોષ છે.
પ્રથમ અધ્યાયમાં જ્ઞાનસંબંધી નીચેની બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે – જ્ઞાન અને દર્શનનું સ્વરૂપ, નિયોનું લક્ષણ અને જ્ઞાનનું પ્રમાણ્ય. સૌપ્રથમ દર્શનનો અર્થ દર્શાવ્યો છે. પછી પ્રમાણ અને નય એ બે રૂપે જ્ઞાનનો વિભાગ કર્યો છે. પછી મતિ આદિ પાંચ જ્ઞાનોનું પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણોમાં વિભાજન કરવામાં આવ્યું છે. તે પછી મતિજ્ઞાનની ઉત્પત્તિ અને તેના ભેદો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પછી શ્રુતજ્ઞાનનું વર્ણન છે. ત્યાર બાદ અવધિ, મનઃપર્યાય અને કેવલજ્ઞાન તેમજ તેમના ભેદ-પ્રભેદો તથા પારસ્પરિક અત્તરનું કથન છે. તે પછી પાંચ જ્ઞાનોનું તારતમ્ય દર્શાવતાં તેમના વિષયોનો નિર્દેશ કર્યો છે અને તેમની સહચારિતાનું દિગ્દર્શન કરાવાયું છે. ત્યારબાદ મિથ્યાજ્ઞાનોનો નિર્દેશ છે. અને અન્ને નયોના ભેદનું કથન છે.
બીજા અધ્યાયમાં જીવનું સ્વરૂપ, જીવના ભેદો, ઇન્દ્રિયના ભેદો, મૃત્યુ અને જન્મની સ્થિતિ, જન્મસ્થાનોના ભેદો, શરીરના ભેદો વગેરે વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ત્રીજા અધ્યાયમાં અધોલોકના વિભાગો, નારક જીવોની દશા, દીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર, આદિનું વર્ણન ઇત્યાદિ ભૌગોલિક વિષયો ઉપર પૂરતી ચર્ચા છે.
ચોથા અધ્યાયમાં દેવોની વિવિધ જાતિઓ, તેમના પરિવારો, ભોગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાલ અને જ્યોતિર્મડલ આદિ દષ્ટિઓથી ખગોલનું વર્ણન કરવામાં આવ્યું છે. - પાંચમા અધ્યાયમાં નીચેના વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે – દ્રવ્યના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org