________________
૪૫
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય શ્લોકપ્રમાણ ટીકા વધુ લખીને પૂરી કરી. વીરસેનાચાર્યનો સમય ધવલા અને જયધવલાના અત્તે મળતી પ્રશસ્તિઓ અને અન્ય પ્રમાણોના આધારે શક સંવતની આઠમી શતાબ્દી સિદ્ધ થાય છે. આગમિક પ્રકરણ
આગમાન્તર્ગત વિભિન્ન વિષયોનું વિશેષ વ્યવસ્થિત પ્રતિપાદન કરવાની દૃષ્ટિએ રચવામાં આવેલા નાનામોટા ગ્રન્થો પ્રકરણ કહેવાય છે. આ પ્રકારનાં પ્રકરણો ત્રણ વર્ગોમાં વિભાજિત થાય છે – આગમિક, તાર્કિક અને ઔપદેશિક. તાર્કિક પ્રકરણો વધારે નથી. ઔપદેશિક પ્રકરણો પણ આગમિક પ્રકરણોની તુલનામાં ઓછાં છે. આગમિક પ્રકરણો સૌથી વધુ છે. - આચાર્ય સિદ્ધસેનકત સન્મતિતર્ક, હરિભદ્રકૃત ધર્મસંગ્રહણી, ઉપાધ્યાય યશોવિજયકૃત તત્ત્વવિવેક, ધર્મપરીક્ષા આદિનો સમાવેશ તર્કપ્રધાનતાના કારણે તાર્કિક પ્રકરણોમાં થાય છે. આચાર્ય મુકુન્દકૃત પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાયસાર આદિ ગ્રન્થો પણ આ વર્ગમાં સમાવિષ્ટ થાય છે.
ઔપદેશિક પ્રકરણોમાં આચાર્ય ધર્મદાસકૃત ઉપદેશમાલા, શાન્તિસૂરિકૃત ધર્મરત્નપ્રકરણ, દેવેન્દ્રસૂરિકૃત શ્રાદ્ધવિધિપ્રકરણ, મલધારી હેમચન્દ્રસૂરિકૃત ભવભાવના, વર્ધમાનસૂરિકૃતિ ધર્મોપદેશમાલા આદિનો સમાવેશ થાય છે. વર્કરાચાર્ય કૃત મૂલાચાર અને શિવાર્યકૃત મૂલારાધના પણ આચારશાસ્ત્રાન્તર્ગત ઔપદેશિક કોટિના ઉત્કૃષ્ટ ગ્રન્યો છે.
આગમિક પ્રકરણોમાં મુખ્યપણે દ્રવ્યાનુયોગ (તત્ત્વજ્ઞાન) અને ગણિતાનુયોગ (ભૂગોળ-ખગોળ) સાથે સંબંધ ધરાવતા ગ્રન્થોનો સમાવેશ થાય છે. આ પ્રકારના કેટલાક ગ્રન્થો આ છે – શિવશર્મપ્રણીત કર્મપ્રકૃતિ, ચન્દષિપ્રણીત પંચસંગ્રહ, જિનભદ્રકૃત વિશેષણવતી, હરિભદ્રકૃત યોગશતક, મુનિચન્દ્રકૃત વનસ્પતિસપ્રતિ, શ્રીચન્દ્રરચિત સંગ્રહણીપ્રકરણ, ચક્રેશ્વરકૃત સિદ્ધાન્તસારોદ્ધાર, દેવેન્દ્રપ્રણીત કર્મગ્રન્થપંચક, સોમતિલકકૃત બહëત્રસમાસમકરણ, રત્નશેખર રચિત ક્ષેત્રસમાસ, યતિવૃષભવિરચિત ત્રિલોકપ્રજ્ઞપ્તિ, નેમિચન્દ્રરચિત ગમ્મસાર, પદ્મનન્ટિકૃત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ તત્વાર્થસૂત્ર
આચાર્ય ઉમાસ્વાતિએ જૈન તત્ત્વજ્ઞાન, આચાર, ખગોળ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું સંક્ષેપમાં પ્રતિપાદન કરવાની દૃષ્ટિએ પ્રસિદ્ધ ગ્રન્થ “તત્ત્વાર્થસૂત્ર' લખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org