________________
જૈન ધર્મ-દર્શન
પરંતુ સંભવતઃ આચાર્ય નાગહસ્તિકૃત છે જે વ્યાખ્યાના રૂપમાં પાછળથી જોડી દેવામાં આવી છે. આ વસ્તુ આ ગાથાઓને તથા જયધવલા ટીકાને જોવાથી સ્પષ્ટ જણાય છે. કષાયમામૃતના મુદ્રિત સંસ્કરણોમાં પણ સંપાદકોએ તેમના પૃથક્કરણનું પૂરતું ધ્યાન રાખ્યું છે. આચાર્ય નાગહસ્તી કષાયમામૃતાચૂર્ણિકાર આચાર્ય યતિવૃષભના ગુરુ છે. યતિવૃષભાચાર્યે જો કે આ ગાથાઓ ઉપર પણ ચૂર્ણિસૂત્રો લખ્યાં છે તેમ છતાં કર્તુત્વના અંગે કોઈ જાતનો ઉલ્લેખ કર્યો નથી. સંભવતઃ આ જાતનો ઉલ્લેખ તેમને જરૂરી ન લાગ્યો હોય કારણ કે કષાયપ્રાભૂતકારના નામનો પણ તેમણે પોતાનાં ચૂર્ણિસૂત્રોમાં કોઈ નિર્દેશ કર્યો નથી. એ પણ સંભવે કે તેમને આ અંગે વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ ન હોય અને પરંપરાથી ચાલી આવતી ગાથાઓ પર અર્થના સ્પષ્ટીકરણની દૃષ્ટિએ ચૂર્ણિસૂત્રો લખ્યાં હોય. જે હો તે, એટલું તો નિશ્ચિત છે કે કષાયપ્રાભૃતની ૨૩૩ ગાથાઓમાં ૧૮૦ ગાથાઓ તો ગ્રન્થકારે પોતે જ રચી છે અને બાકીની પ૩ ગાથાઓ પરકૃત છે. જયધવલાકારે જ્યાં પણ કષાયપ્રાભૃતની ગાથાઓનો નિર્દેશ કર્યો છે ત્યાં બધે જ ૧૮૦ની સંખ્યા જ આપી છે. જો કે તેમણે એક સ્થાને ૨૩૩ ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે અને એ સિદ્ધ કરવાની ચેષ્ટા કરી છે કે તે બધી ગાથાઓ અર્થાત બધી જ ૨૩૩ ગાથાઓ ગુણધરાચાર્યકૃત છે પરંતુ તેમનું આ સમાધાન સંતોષકાકરક નથી. ધવલા અને જયધવલા
વીરસેનાચાર્યે લખેલી ધવલા ટીકા કર્મપ્રાભૃતની (ષખંડાગમની) અતિ મહત્ત્વપૂર્ણ બૃહત્કાય વ્યાખ્યા છે. ધવલાની પહેલાં લખાયેલી કર્મપ્રાભૃત પરની ટીકાઓનો ઉલ્લેખ ઇન્દ્રન્ટિકૃત શ્રુતાવતારમાં મળે છે. આ ટીકાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી.
કર્મપ્રાભૂતની ઉપલબ્ધ ટીકા ધવલાના કર્તાનું નામ વીરસેન છે. તે આર્યનદિના શિષ્ય તથા ચન્દ્રસેનના પ્રશિષ્ય હતા અને એલાચાર્ય તેમના વિદ્યાગુરુ હતા. વીરસેન સિદ્ધાન્ત, છન્દ, જયોતિષ, વ્યાકરણ તથા પ્રમાણશાસ્ત્રમાં નિપુણ હતા અને ભટ્ટારકપદથી વિભૂષિત હતા. કષાયપ્રાભૃતની ટીકા જયધવલાના પ્રારંભનો એક તૃતીયાંશ ભાગ પણ આ વીરસેને લખ્યો છે.
ઇન્દ્રનદિકૃત ઋતાવતારમાં કહ્યું છે કે બખ્ખદેવ ગુરુએ સિદ્ધાન્તગ્રન્થોની ટીકાઓ લખી તેના પછી કેટલાક જ સમય બાદ સિદ્ધાન્તતત્ત્વજ્ઞ એલાચાર્ય થયા. તેમની પાસે વીરસેન ગુરુએ સકલ સિદ્ધાન્તનું અધ્યયન કર્યું તથા પખંડાગમ પર ૭૨,૦૦૦
શ્લોકપ્રમાણ પ્રાકૃત-સંસ્કૃતમિશ્રિત ધવલા ટીકા લખી. ત્યાર પછી કષાયપ્રાભૃતની ચાર વિભક્તિઓ ઉપર ૨૦,૦૦૦ શ્લોકપ્રમાણ જયધવલા ટીકા લખ્યા પછી તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. આ જયધવલાને તેમના શિષ્ય જયસેને (જિનસેને) ૪૦,૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org