________________
પર
જૈન ધર્મ-દર્શન ઋદ્ધિઓ પણ આપ્તપુરુષની મહત્તા સિદ્ધ કરી શકતી નથી. દેવલોકમાં રહેનાર પણ અનેક પ્રકારની ઋદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે પરંતુ તે અમારા માટે મહાન ન હોઈ શકે. આ રીતે બાહ્ય પ્રદર્શનનું ખંડન કરતાં સમન્તભદ્ર ત્યાં સુધી પહોંચી જાય છે કે જે ધર્મપ્રવર્તકો કહેવાય છે, જેમ કે કપિલ, બુદ્ધ, ગૌતમ, કણાદ, જૈમિનિ આદિ, તેમને શું આમ મનાય ? તેના ઉત્તરમાં તે કહે છે કે આમ તે જ હોઈ શકે છે જેના સિદ્ધાન્તો દોષયુક્ત ન હોય, વિરુદ્ધ ન હોય. બધા ધર્મપ્રવર્તકો આમ ન હોઈ શકે કારણ કે તેમના સિદ્ધાન્ત પરસ્પર વિરુદ્ધ છે. કોઈ એકને જ આમ માનવા જોઈએ.
તે એક કોણ છે? તેનો ઉત્તર દેતાં સમન્તભદ્રે કહ્યું કે જેનામાં મોહ વગેરે દોષોનો સર્વથા અભાવ છે અને જે સર્વજ્ઞ છે તે જ આપ્ત છે. એવી વ્યક્તિ તો અહંન્ત જ હોઈ શકે છે કારણ કે અહંન્તના ઉપદેશો પ્રમાણથી બાધિત થતા નથી. આ જૈન દષ્ટિની પૂર્વભૂમિકા છે. જૈન દર્શન નિર્દોષ અને સર્વજ્ઞ અન્તોની વાણીને જ આપ્તપ્રણીત માને છે. જે વાણી પ્રમાણથી બાધિત છે તે સર્વજ્ઞની વાણી હોઈ શકે જ નહિ કેમ કે સર્વજ્ઞની વાણી કદી બાધિત નથી થતી. અબાધિત વાણી જ પ્રવચન છે. આ જાતનાં આપ્તવચનને જ પ્રમાણભૂત માની શકાય. પ્રત્યક્ષ આદિ પ્રમાણથી બાધિત સિદ્ધાન્તોને આપ્તવચન ન કહી શકાય. આમ અબાધિત સિદ્ધાન્ત જ આતત્વની કસોટી છે. આ કસોટીને હાથમાં લઈને સમન્તભદ્ર આગળ વધે છે અને બધી જાતના એકાન્ત વાદોમાં પ્રમાણવિરોધ દેખાડીને અનેકાન્તવાદની ધજાને ઊંચે ફરકાવે છે.
એકાન્તવાદના મુખ્ય બે પાસાં છે. એક પક્ષ એકાન્ત સતનું પ્રતિપાદન કરે છે અને બીજો પક્ષ એકાન્ત અસનું. એક પક્ષ શાશ્વતવાદનો આશ્રય લે છે તો બીજો પક્ષ ઉચ્છેદવાદનું પ્રતિપાદન કરે છે. આ જ રીતે નિત્યેકાન્ત અને અનિત્યકાન્ત, ભેરૈકાન્ત અને અભેરૈકાન્ત, સામાન્યકાન્ત અને વિશેષેકાન્ત, ગુર્ણકાન્ત અનેદ્રબૈકાન્ત, સાપેકાન્ત અને નિરપેક્ષે કાન્ત, હેતુવાદેકાન્ત અને અહેતુવાદકાન્ત, વિજ્ઞાનેકાન્ત અને ભૂતકાન્ત, દૈવૈકાન્ત અને પુરુષાર્થેકાન્ત, વાટ્યકાન્ત અને અવાચ્યકાન્ત આદિ દૃષ્ટિકોણો એકાન્તવાદના સમર્થક છે. સમન્તભ આપ્તમીમાંસામાં બે વિરોધી પક્ષોના ઐકાન્તિક આગ્રહથી પેદા થનારા દોષોને દેખાડી સ્યાદ્વાદની સ્થાપના કરી છે. સ્યાદ્વાદને લક્ષ્યમાં રાખીને સપ્તભંગીની યોજના કરી છે. પ્રત્યેક બે વિરોધી વાદોને લઈને સપ્તભંગીની યોજના કેવી રીતે થઈ શકે છે, એનું સ્પષ્ટીકરણ સમન્તભદ્ર કર્યું છે. મલવાદી
મલ્લવાદી સિદ્ધસેનના સમકાલીન હતા. તેમનું નામ તો કંઈ બીજું જ હતું પરંતુ વાદકલામાં કુશળ હોવાના કારણે તેમને મલવાદી પદથી વિભૂષિત કરવામાં આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org