________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૫૩
હતા અને આ જ નામ પ્રચલિત પણ બની ગયું. સન્મતિતર્કની તેમની ટીકા બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આ ટીકા વર્તમાનમાં ઉપલબ્ધ નથી. તેમનો પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગ્રન્થ નયચક્ર છે. આજ સુધીના બધા ગ્રન્થોમાં તે એક અદ્ભુત ગ્રન્થ છે. તત્કાલીન બધા દાર્શનિક વાદોને સામે રાખીને તેમણે એક વાદચક્ર બનાવ્યું. તે ચક્રનો ઉત્તરઉત્તરવાદ પૂર્વપૂર્વવાદનું ખંડન કરીને પોતપોતાના પક્ષને પ્રબળ પ્રમાણિત કરે છે. પ્રત્યેક પૂર્વવાદ પોતાને સર્વશ્રેષ્ઠ અને નિર્દોષ સમજે છે. તે એ વિચારતો નથી કે ઉત્તરવાદ મારું પણ ખંડન કરી શકે છે. એટલામાં તરત જ ઉત્તરવાદ આવે છે અને પૂર્વવાદને પછાડી દે છે. અન્તિમ વાદ પુનઃ પ્રથમ વાદથી પરાજિત થાય છે. અન્ને કોઈ પણ વાદ અપરાજિત બચતો નથી. પરાજ્યનું આ ચક્ર એક અદ્ભુત શૃંખલા તૈયાર કરે છે. કોઈપણ એકાન્તવાદી આ ચક્રના રહસ્યને સમજી શકતો નથી. એક તટસ્થ વ્યક્તિ જ આ ચક્ર અંતર્ગત રહેલા પ્રત્યેક વાદની સાપેક્ષિક સબળતા અને નિર્બળતા જાણી શકે છે. આ વસ્તુ ત્યારે જ બની શકે છે જ્યારે તેને પૂરા ચક્રના રહસ્યનું જ્ઞાન હોય. ચક્ર નામ દેવાનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે તે ચક્રના કોઈ પણ વાદને પ્રથમ મૂકી શકાય છે અને છેવટે તે પોતાના અન્તિમ વાદનું ખંડન કરી શકે છે. આમ પ્રત્યેક વાદનું ખંડન થઈ જાય છે. આચાર્યનો વાસ્તવિક ઉદ્દેશ્ય એ જ છે કે પ્રત્યેક વાદ પોતપોતાની દૃષ્ટિએ સાચો છે, પરંતુ જેવો તે ‘હું જ સાચો છું’ એવો આગ્રહ કરે છે તેવો જ બીજો વાદ આવી તેને પૂરો કરી દે છે, નષ્ટ કરી નાંખે છે. પ્રત્યેક વાદની પોતપોતાની યોગ્યતા છે અને પોતપોતાનું ક્ષેત્ર છે. તે પોતાના ક્ષેત્રમાં સાચો છે. આમ અનેકાન્ત દૃષ્ટિનો આશ્રય લેવાથી જ બધા વાદો સુરક્ષિત રહી શકે છે. અનેકાન્ત વિના કોઈ પણ વાદ સુરક્ષિત નથી. અનેકાન્તવાદ પરસ્પર વિરુદ્ધ જણાતા બધા વાદોનો નિર્દોષ સમન્વય કરી આપે છે. તે સમન્વયમાં બધા વાદોને ઉચિત સ્થાન મળે છે. જેમ બ્રેડલેના ‘સમ્પૂર્ણ’(Whole')માં બધા પ્રતિભાસોને, બધી પ્રતીતિઓને પોતપોતાનું સ્થાન મળી જાય છે તેમ અનેકાન્તવાદમાં બધા જ એકાન્તવાદો સમાઈ જાય છે. આમાંથી એ જ ફલિત થાય છે કે એકાન્તવાદ ત્યાં સુધી જ મિથ્યા છે જ્યાં સુધી તે નિરપેક્ષ છે. સાપેક્ષ બનતાં જ તે એકાન્ત સાચો બની જાય છે - સમ્યક્ થઈ જાય છે. સમ્યક્ એકાન્ત અને મિથ્યા એકાન્તમાં આ જ ભેદ છે કે સમ્યક્ એકાન્ત સાપેક્ષ હોય છે જ્યારે મિથ્યા એકાન્ત નિરપેક્ષ હોય છે. નયમાં સમ્યક્ એકાન્તો સારી રીતે રહી શકે છે. મિથ્યા એકાન્ત દુર્નય છે · નયાભાસ છે તેથી તે અસત્ય છે, અસમ્યક્ છે.
-
સિંહગણિ
સિંહગણિએ નયચક્ર ઉપર ૧૮,૦૦૦ શ્લોકપ્રમાણ એક ટીકા લખી છે. આ ટીકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org