________________
૫૪
જૈન ધર્મ-દર્શન સિંહગણિ ક્ષમાશ્રમણની પ્રતિભા સારી રીતે ઝળકે છે. તેમાં સિદ્ધસેનના ગ્રન્થોમાંથી ઉદ્ધરણો છે પરંતુ સમન્તભદ્રનો કોઈ જ ઉલ્લેખ નથી. તેવી જ રીતે દિનાગ અને ભર્તુહરિનાં કેટલાંય ઉદ્ધરણો છે પરંતુ ધર્મકીર્તિનું કોઈ ઉદ્ધરણ નથી. મલ્લવાદી અને સિંહગણિ બન્ને શ્વેતામ્બરાચાર્યો હતા. પાત્રકેશરી
આ જ સમયમાં એક તેજસ્વી આચાર્ય દિગમ્બર પરંપરામાં થયા. તેમનું નામ હતું પાત્રકેશરી. તેમણે પ્રમાણશાસ્ત્ર ઉપર એક ગ્રન્થ લખ્યો, તેનું નામ હતું ત્રિલક્ષણકદર્શન. જેમ સિદ્ધસેને પ્રમાણશાસ્ત્ર ઉપર ન્યાયાવતાર ગ્રન્થ લખ્યો તેમ પાત્રકેશરીએ ઉક્ત ગ્રન્થ લખ્યો. આ ગ્રન્થમાં દિનાગસમર્થિત હેતુના ત્રિલક્ષણનું ખંડન કરવામાં આવ્યું છે. અન્યથાનુપપત્તિ જ હેતુનું અવ્યભિચારી લક્ષણ હોઈ શકે છે, એ વાત ત્રિલક્ષણકદર્શનમાં સિદ્ધ કરવામાં આવી છે. જૈન ન્યાયશાસ્ત્રમાં આ જ લક્ષણ માન્ય છે. દુર્ભાગ્યથી આ ગ્રન્થ ઉપલબ્ધ નથી.
દિનાગના વિચારોએ ભારતીય પ્રમાણશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રને પ્રેરણા આપી. દિનાગને બૌદ્ધ તર્કશાસ્ત્રના પિતા કહી શકાય. દિનાગની પ્રતિભાના ફળરૂપે જ પ્રશસ્તપાદ, ઉદ્યોતકર, કુમારિલ, સિદ્ધસેન, મલવાદી, સિંહગણિ, પૂજ્યપાદ, સમન્તભદ્ર, ઈશ્વરસેન, અવિદ્ધકર્ણ આદિદાર્શનિકોની રચનાઓ આપણી સામે આવી. આ રચનાઓમાં દિનાગની માન્યતાઓનું ખંડન હતું. આ સંઘર્ષના યુગમાં ધર્મકીર્તિ પેદા થયા. તેમણે દિનાગ ઉપર આક્રમણ કરનારા બધા દાર્શનિકોને જડબાતોડ જવાબ આપ્યો અને દિનાગના દર્શનનો નવા પ્રકાશમાં પરિષ્કાર કર્યો. ધર્મકીર્તિની પરંપરામાં અર્ચટ, ધર્મોત્તર, શાન્તરક્ષિત, પ્રજ્ઞાકર આદિ થયા જેમણે તેમના પક્ષની રક્ષા કરી. બીજી બાજુ પ્રભાકર, ઉમ્બક, વ્યોમશિવ, જયન્ત, સુમતિ, પાત્રકેશરી, મંડન આદિ બૌદ્ધતર દાર્શનિક થયા જેમણે બૌદ્ધ પક્ષનું ખંડન કર્યું. આ સંઘર્ષના પરિણામે આઠમીનવમી શતાબ્દીમાં જૈન દર્શનના સમર્થક અકલંક, હરિભદ્ર આદિ સમર્થ દાર્શનિક મેદાનમાં આવ્યા. અકલંક
જૈન પરંપરામાં પ્રમાણશાસ્ત્રનું સ્વતન્તરૂપે વ્યવસ્થિત નિરૂપણ એ અકલંકનું પ્રદાન છે. દિનાગના સમયથી લઈ અકલંક સુધી બૌદ્ધ અને બૌદ્ધતર પ્રમાણશાસ્ત્ર વચ્ચે જે સંઘર્ષ ચાલ્યો તેને ધ્યાનમાં રાખી જૈન પ્રમાણશાસ્ત્રનું પ્રાચીન મર્યાદાને અનુકૂળ પ્રતિપાદન કરવાનું શ્રેય અકલંકને છે. પ્રમાણસંગ્રહ, ન્યાયવિનિશ્ચય, લઘીયસ્ત્રયી આદિ ગ્રન્થ આ મતની પુષ્ટિ કરે છે. અનેકાન્તવાદના સમર્થનમાં તેમણે સમન્તભદ્રકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org