________________
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય
૫૫ આમીમાંસા પર અષ્ટશતી નામની ટીકા લખી. સિદ્ધિવિનિશ્ચયમાં પણ તેમનો દૃષ્ટિકોણ આ જ છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં દર્શન અને ધર્મનાં અનેક પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
અકલંકે પ્રમાણવ્યવસ્થાને આ રીતે રજૂ કરી - (૧) પ્રમાણના બે ભેદ –(૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. (૨) પ્રત્યક્ષના બે ભેદ– (૧) મુખ્ય અને (૨) સાંવ્યવહારિક.
(૩) પરોક્ષના પાંચ ભેદ – (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞા, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ.
(૪) મુખ્ય પ્રત્યક્ષના પેટાભેદ– (૧) અવધિ, (૨) મન:પર્યાય અને (૩) કેવલ. (પ) સાંવ્યવહારિક પ્રત્યક્ષ (ઇન્દ્રિયાનિન્દ્રિય પ્રત્યક્ષ) – મતિજ્ઞાન.
આ વ્યવસ્થા આગમોમાં પણ મળે છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ આ વ્યવસ્થાનું પ્રતિપાદન છે. તત્ત્વાર્થની વ્યવસ્થા આ રીતની છે –
(૧) જ્ઞાનના (પ્રમાણના)પાંચ ભેદ – મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ.
(૨) પરોક્ષ જ્ઞાનના બે ભેદ–મતિ અને શ્રુત. (૩) પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ ભેદ – અવધિ, મન:પર્યાય અને કેવલ. નંદીસૂત્રની પ્રમાણવ્યવસ્થામાં થોડુંક પરિવર્તન અને પરિવર્ધન છે. તે આ પ્રમાણે
જ્ઞાન બે પ્રકારનું છે–પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે– ઇન્દ્રિય, નો-ઇન્દ્રિય અને મતિજ્ઞાન. ઇન્દ્રિયોના પાંચ ભેદ છે– સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. નો-ઇન્દ્રિયજ્ઞાનના ત્રણ ભેદ છે – અવધિ, મન:પર્યાય અને કેવલ. મતિજ્ઞાનના બે ભેદ છે–ઋતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત. શ્રુતનિશ્રિતના ચાર ભેદ છે – અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા.
અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે – ત્પત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી.
પરોક્ષ જ્ઞાન-શ્રુતજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org