________________
૫૬
. જેને ધર્મ-દર્શન હરિભદ્ર - આચાર્ય હરિભદ્ર પ્રમાણશાસ્ત્ર પર કોઈ સ્વતંત્ર ગ્રન્થ તો નથી લખ્યો પરંતુ પોતાની કૃતિઓમાં આ વિષયનું પર્યાપ્ત પતિપાદન તેમણે કર્યું છે. અનેકાન્તજયપતાકા લખીને તેમણે બૌદ્ધ અને બીજા દાર્શનિકોના આક્ષેપોનો ઉત્તર આપ્યો અને અનેકાન્તના સ્વરૂપને નવા રૂપમાં બધાની સામે રજૂ કર્યું. હરિભદ્ર દિડુનાગકૃત ન્યાયપ્રવેશ ઉપર ટીકા લખી. આ ટીકા દ્વારા તેમણે જ્ઞાનના ક્ષેત્રમાં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે એ સિદ્ધ કર્યું કે જ્ઞાનસામગ્રી પર કોઈ સંપ્રદાયવિશેષ કે વ્યક્તિવિશેષનો અધિકાર નથી. એ તો વહેતો પ્રવાહ છે જેમાં કોઈ પણ સ્નાન કરી શકે છે. સાથે સાથે તેમણે એ પણ સૂચિત કર્યું કે જૈન આચાર્યોએ ન્યાયશાસ્ત્ર તરફ પણ કદમ ઉઠાવવા જોઈએ.
શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષડ્રદર્શનસમુચ્ચય આદિ પોતાના ગ્રન્થોમાં હરિભદ્ર પ્રમાણશાસ્ત્ર ઉપર ઘણું બધું લખ્યું. તે ઉપરાંત તેમના ષોડશક, અષ્ટક આદિ મહત્ત્વપૂર્ણ ગ્રન્થો છે. લોકતત્ત્વનિર્ણયમાં સમન્વયદષ્ટિ પર સારો પ્રકાશ પાડ્યો છે. તેમની ઉદાર દષ્ટિનો પરિચય દેવા માટે આ ગ્રન્થ પૂરતો છે. દાર્શનિક વિષયો ઉપરાંત તેમણે યોગ ઉપર પણ લખ્યું અને આ રીતે ચિત્તનના ક્ષેત્રમાં જૈન પરંપરાને એક નવી દિશા ખોલી આપી. યોગશાસ્ત્ર પર વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં જે કંઈ લખાયું હતું તેનો જૈન દૃષ્ટિએ સમન્વય એ હરિભદ્રનું વિશેષ પ્રદાન છે. હરિભદ્ર પહેલાં કોઈ પણ આચાર્યું આ જાતનો પ્રયત્ન કર્યો ન હતો. યોગબિન્દુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગશતક, યોગવિંશિકા, ષોડશક વગેરે ગ્રન્થોમાં આ જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ધર્મસંગ્રહણી તેમનો પ્રાકૃત ગ્રન્થ છે. તેમાં જૈન દર્શનનું સારું પ્રતિપાદન છે. આગમો અને તત્ત્વાર્થસૂત્ર પર તેમની ટીકાઓ મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાનન્દ
આચાર્ય વિદ્યાનન્દ જૈનદર્શનના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમની તાર્કિક કૃતિઓ અદ્વિતીય છે. અનેકાન્તવાદને દૃષ્ટિમાં રાખીને તેમણે અષ્ટસહસ્ત્રીની જે રચના કરી છે તે તો અદ્ભુત છે. જૈનદર્શનના ગ્રન્થોમાં આ જાતનો નક્કર, સંગીન અને વિદ્વત્તાપૂર્ણ બીજો કોઈ ગ્રન્થ કદાચ છે જ નહિ. સમન્તભદ્રની આપ્તમીમાંસા પર અકલંકની જે અબ્દશતી નામની ટીકા હતી તેના ઉપર તેમણે અષ્ટસહસ્ત્રી નામની ટીકા લખી. આમ આ ગ્રન્થ સમન્તભદ્ર, અકલંક અને વિદ્યાનન્દ ત્રણેયની પ્રતિભાથી એક અદ્વિતીય કૃતિ બની ગઈ છે. વિશેષ કઠિન હોવાના કારણે આ ગ્રન્થની પ્રસિદ્ધિ વિદ્વાનોમાં કષ્ટસહસ્ત્રી નામે છે. વિદ્યાનન્દની શૈલી છે વાદી અને પ્રતિવાદીને અંદરોઅંદર લડાવવા અને ખુદ પોતે તે બન્નેની દુર્બળતાનો લાભ ઉઠાવવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org