________________
૩પ૨
જૈન ધર્મ-દર્શન કે પોતાના અવાજથી ગૃહસ્થની નિદ્રામાં ખલેલ ન પડે. ચોથા પ્રહરનો ચોથો ભાગ બાકી રહે એટલે પુનઃ કાયોત્સર્ગ કરવો જોઈએ અને રાત્રિ દરમિયાન થયેલા અતિચારોની ચિન્તના અને આલોચના કરવી જોઈએ.
કલ્પસૂત્રના સામાચારી નામના અંતિમ પ્રકરણમાં એવો ઉલ્લેખ છે કે શ્રમણ ભગવાન મહાવીરે વર્ષાઋતુનો વીસ રાત સાથે એક મહિનાનો સમય પૂરો થતાં અર્થાત્ આષાઢ મહિનાના અન્ત ચાતુર્માસ શરૂ થયા પછી પચાસ દિવસ પૂરા થતાં વર્ષાવાસ કર્યો. આ પ્રકરણમાં એવો પણ ઉલ્લેખ છે કે આ સમય પહેલાં પણ વર્ષાવાસ કથ્ય છે પરંતુ આ સમયનું ઉલ્લંઘન કરવું નથી. આમ જૈન આચારશાસ્ત્ર અનુસાર ચાતુર્માસ શરૂ થવાના દિવસથી લઈને પચાસ દિવસ પૂરા થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે મુનિઓ વર્ષાવાસનો પ્રારંભ કરી શકે છે. અર્થાત્ આષાઢ શુક્લા ચતુર્દશીથી લઈને ભાદ્રપદ શુક્લા પંચમી સુધીમાં કોઈ પણ દિવસે વર્ષાવાસ શરૂ થઈ શકે છે. સામાન્યરીતે ચાતુર્માસ શરૂ થતાં જ જીવજંતુઓની ઉત્પત્તિને ધ્યાનમાં રાખીને જૈન મુનિએ વર્ષાવાસ કરી લેવો જોઈએ. પરિસ્થિતિ વિશેષની દૃષ્ટિએ જૈન મુનિને પચાસ દિવસનો સમય વધુ આપ્યો છે. આ સમય દરમિયાન તો તેણે વર્ષાવાસ અવશ્ય કરી લેવો જોઈએ.
વર્ષાવાસમાં સ્થિર થયેલા નિર્ચન્થોએ તથા નિર્ઝન્થીઓએ પણ ચારે તરફ સવા યોજન સુધીની અર્થાત્ પાંચ કોસ સુધીની અવગ્રહમર્યાદા – ગમનાગમનના ક્ષેત્રની સીમા – રાખવી કથ્ય છે.
હૃષ્ટપુષ્ટ, આરોગ્યયુક્ત અને બળવાન નિર્ઝન્થ-નિર્ચન્થીઓએ દૂધ, દહીં, માખણ, ઘી, તેલ આદિ રસવિકૃતિઓ વારંવાર ન લેવી જોઈએ.
નિત્યભાજી ભિક્ષુએ ગોચરકાળમાં આહારપાણી માટે ગૃહસ્થના ઘર તરફ એક વાર જવું કથ્ય છે. આચાર્ય વગેરેની સેવાના નિમિત્તે અધિક વાર પણ જઈ શકાય. ચતુર્થભક્ત અર્થાત ઉપવાસ કરનારા ભિક્ષુએ ઉપવાસના પછીના દિવસે પ્રાતઃકાલ ગોચરી માટે નીકળી બની શકે તો તે સમયે મળેલા આહારપાણીથી જ તે દિવસે કામ ચલાવી લેવું જોઈએ. તેવું શક્ય ન હોય તો ગોચરકાળમાં આહારપાણી માટે ગૃહસ્થના ઘર ભણી એક વાર વધુ જઈ શકાય. તેવી જ રીતે ષષ્ઠભક્ત અર્થાત્ બે ઉપવાસ કરનારો ભિક્ષુ ગોચરીના સમયે આહારપાણી માટે ગૃહસ્થના ઘર ભણી બે વાર વધુ જઈ શકે છે, તે કથ્ય છે. અષ્ટભક્ત અર્થાત્ ત્રણ ઉપવાસ કરનારો ભિક્ષુ ગોચરીના સમયે આહારપાણી માટે ગૃહસ્થના ઘર ભણી ત્રણ વાર વધુ જઈ શકે છે. વિકૃષ્ટભક્ત અર્થાત્ અષ્ટભક્તથી અધિક તપ કરનારા ભિક્ષુ માટે આ અંગે કોઈ નિર્ધારીત સંખ્યા અથવા સમય નથી. તે પોતાની સુવિધા અનુસાર કોઈ પણ સમયે કેટલીય વાર આહારપાણી માટે ગૃહસ્થના ઘરે જઈ શકે છે. તેને આ બાબતમાં પૂર્ણ સ્વતંત્રતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org