________________
આચારશાસ્ત્ર
૩૫૩
નિત્યભોજી ભિક્ષુને બધી જાતનાં નિર્દોષ પાણી લેવાં કથ્ય છે. ચતુર્થભક્ત કરનાર ભિક્ષુને નીચે જણાવેલાં ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કથ્ય છે– ઉસ્વેદિમ અર્થાત્ દળેલા અનાજનું પાણી, સંસ્વેદિમ અર્થાત્ ઉકાળેલાં પાંદડાંનું પાણી અને તન્દુલાદક અર્થાત ચોખાનું પાણી. ષષ્ઠભક્ત કરનાર ભિક્ષુ માટે નીચે જણાવેલાં ત્રણ પ્રકારનાં પાણી વિહિત છે– તિલોદક અર્થાત્ તલનું પાણી, તુષોદક અર્થાત્ તુષનું પાણી અને થવોદક અર્થાત જવનું પાણી. અષ્ટભક્ત કરનાર ભિક્ષુ માટે નીચે જણાવેલાં ત્રણ પ્રકારનાં પાણી વિહિત છે – આયામ અર્થાત ચડેલા ચોખાનુ પાણી (ભાતનું ઓસામણ), સૌવીર અર્થાત કાંજી અને શુદ્ધવિકટ અર્થાત્ ઉકાળેલું પાણી. વિકષ્ટભક્ત કરનાર ભિક્ષને કેવળ ઉકાળેલું પાણી લેવું કથ્ય છે.
પાણિપાત્ર ભિક્ષુએ થોડોક પણ વરસાદ પડતો હોય તો ભોજન માટે અથવા પાણી માટે બહાર નીકળવું જોઈએ નહિ. પાત્રધારી ભિક્ષુ અધિક વર્ષોમાં આહારપાણી માટે બહાર જઈ શકે નહિ. અલ્પ વરસાદ પડતો હોય તો એક વસ્ત્ર અને ઓઢવાનું ઓઢીને આહારપાણી માટે તે ગૃહસ્થના ઘર ભણી જઈ શકે છે. ભિક્ષા માટે બહાર ગયેલા મુનિ વરસાદ પડવો શરૂ થતાં વૃક્ષ આદિની નીચે ઊભા રહી શકે અને આવશ્યકતા જણાય તો ત્યાં આહારપાણીનો ઉપભોગ પણ કરી શકે. તેમણે ખાઈપીને પાત્રાદિ સાફ કરી સૂર્યાસ્ત થાય તે પહેલાં ઉપાશ્રયે પહોંચી જવું જોઈએ કેમ કે ત્યાં રહીને રાત્રિ વીતાવવી અકથ્ય છે.
પોતાના શરીર ઉપરથી પાણી ટપકતું હોય ત્યારે કે પોતાનું શરીર ભીનું હોય ત્યારે મુનિએ આહારાપાણીનો ઉપભોગ ન કરવો જોઈએ. જયારે તેમને જણાય કે હવે તેમનું પોતાનું શરીર સૂકાઈ ગયું છે ત્યારે તેમણે આહારપાણીનો ઉપભોગ કરવો જોઈએ.
પર્યુષણા પછી અર્થાત્ વર્ષાઋતુના પચાસ દિવસ વીત્યા પછી નિર્ચન્થનિર્ચન્થીઓનાં માથાં ઉપર ગોલોમપ્રમાણ (અર્થાત્ ગાયના વાળ જેવડા) કેશ પણ ન હોવા જોઈએ. કાતરથી પોતાનું મુંડન કરનારાએ પંદર પંદર દિવસે મુંડ થવું જોઈએ, અસ્તરાથી પોતાનું મુંડન કરનારાએ મહિને મહિને મુંડ થવું જોઈએ તથા લોંચથી મુંડ થનારે અર્થાત્ હાથ વડે વાળ ઉખાડી નાખી પોતાનું મુંડન કરનારાએ છ છ મહિને મુંડ થવું જોઈએ. સ્થવિર (વૃદ્ધ) વાર્ષિક લોંચ કરી શકે.
શ્રમણ-શ્રમણીઓને પર્યુષણા પછી અધિકરણયુક્ત અર્થાત ફ્લેશકારી વાણી બોલવી અકથ્ય છે. પર્યુષણાના દિવસે તેમણે પરસ્પર ક્ષમાયાચના કરવી જોઈએ અને ઉપશમભાવની વૃદ્ધિ કરવી જોઈએ કેમ કે જે ઉપશમભાવ રાખે છે તે જ આરાધક છે. શ્રમણત્વનો સાર ઉપશમ જ છે. તેથી જે ઉપશમભાવ નથી રાખતો તે વિરાધક કહેવાય
Ja
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org