________________
૩૫૪
પંડિતમરણ
મરણના બે પ્રકાર છે બાલમરણ અને પંડિતમરણ. અજ્ઞાનીઓનું મરણ બાલમરણ અને જ્ઞાનીઓનું મરણ પંડિતમરણ કહેવાય છે. જે વિષયોમાં આસક્ત હોય છે અને મૃત્યુથી ભયભીત રહે છે તે અજ્ઞાની બાલમરણથી મરે છે, જે વિષયોમાં અનાસક્ત હોય છે અને જે મૃત્યુથી નિર્ભય છે તે જ્ઞાની પંડિતમરણથી મરે છે. પંડિતમરણમાં સંયમીનું ચિત્ત સમાધિયુક્ત હોય છે અર્થાત્ સંયમીના ચિત્તમાં સ્થિરતા અને સમભાવ હોય છે તેથી પંડિતમરણને સમાધિમરણ પણ કહે છે.
➖➖➖
જૈન ધર્મ-દર્શન
જ્યારે ભિક્ષુ કે ભિક્ષુણીને એવી પ્રતીતિ થાય કે મારું શરીર તપ આદિના કારણે અત્યન્ત કૃશ અને નબળું થઈ ગયું છે અથવા રોગ આદિ કારણોથી અત્યન્ત દુર્બળ થઈ ગયું છે અથવા અન્ય કોઈ આકસ્મિક કારણથી મૃત્યુ નજીક આવી ગયું છે અને સંયમનો નિર્વાહ અસંભવ બની ગયો છે ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો ને ઓછો કરતો કરતો કષાયોને કૃશ કરે, શરીરને સમાહિત કરે અને શાન્ત ચિત્તે શરીરનો પરિત્યાગ કરે. આનું નામ સમાધિમરણ કે પંડિતમરણ છે. આ જાતના મરણમાં શરીર અને કષાયને કૃશ કરવામાં આવે છે, તેથી તેને સંલેખના પણ કહે છે. સંલેખનામાં નિર્જીવ એકાન્ત સ્થાનમાં તૃણશય્યા (સંસ્તારક) પાથરીને અહાર આદિનો પરિત્યાગ કરવામાં આવે છે એટલે એને સંથારો (સંસ્તારક) પણ કહે છે.
ન
આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધના આઠમા અધ્યયનમાં સમાધિમરણ સ્વીકારનારને બુદ્ધ અને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે અને આ મરણને મહાવીરોપદિષ્ટ જણાવ્યું છે. સમાધિમરણને ગ્રહણ કરનારની માધ્યવૃત્તિનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે તે સંયમી ન તો જીવવાની ઇચ્છા કરે છે કે ન તો મરવાની. તે જીવન અને મરણ બન્નેમાં આસક્તિરહિત હોય છે — સમભાવ રાખે છે. આ અવસ્થામાં જો કોઈ હિંસક પ્રાણી તેના શરીરનું માંસ અને લોહી ખાય તો પણ તે તે પ્રાણીને મારતો નથી કે તેને પોતાના શરીરથી દૂર કરતો નથી. તે તો એમ સમજે છે કે તે પ્રાણી તેના નશ્વર શરીરનો જ નાશ કરે છે, અમર આત્માનો નહિ.
Jain Education International
શ્રાવકાચાર
જૈન આચારશાસ્ત્રમાં વ્રતધારી ગૃહસ્થ શ્રાવક, ઉપાસક, અણુવ્રતી, દેશવિરત, સાગાર આદિ નામે ઓળખાય છે. તે શ્રદ્ધાપૂર્વક પોતાના ગુરુજનો અર્થાત્ શ્રમણો પાસેથી નિર્પ્રન્થપ્રવચનનું શ્રવણ કરે છે એટલે તેને શ્રાદ્ધ અથવા શ્રાવક કહે છે. શ્રમણવર્ગની ઉપાસના કરતો હોવાના કારણે તે શ્રમણોપાસક અથવા ઉપાસક કહેવાય છે. અણુવ્રતરૂપ એકદેશીય અર્થાત્ અપૂર્ણ સંયમ યા વિરતિ ધારણ કરવાના કારણે તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org