________________
આચારશાસ્ત્ર
૩૫૫
અણુવ્રતા, દેશવિરત, દેશસંયમી યા દેશસંયત કહેવામાં આવે છે. તે આગારવાળો અર્થાત ઘરવાળો છે–તેણે ઘરબારનો ત્યાગ કર્યો નથી, તેથી તેને સાગાર, આગારી, ગૃહસ્થ, ગૃહી આદિ નામોથી બોલાવવામાં આવે છે. શ્રાવકાચાર સંબંધી ગ્રન્થો અથવા પ્રકરણોમાં ઉપાસકધર્મનું પ્રતિપાદન ત્રણ રીતે કરવામાં આવેલ છે– (૧) બારવ્રતોના આધારે, (૨) અગિયાર પ્રતિમાઓના આધારે (૩) પક્ષ, ચર્યા અથવા નિષ્ઠા અને સાધનના આધારે. ઉપાસકદશાંગ, તત્ત્વાર્થસૂત્ર, રત્નકરંડકશ્રાવકાચાર આદિમાં સંલેખના સહિત બાર વ્રતોના આધારે શ્રાવકધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચાર્ય કુન્દકુન્દ ચારિત્રપ્રાભૃતમાં, સ્વામી કાર્તિકેયે અનુપ્રેક્ષામાં અને આચાર્ય વસુનન્દિએ વસુનશ્રિાવકાચારમાં અગિયાર તમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ કર્યું છે. પંડિત આશાધરે સાગારધર્મામૃતમાં પક્ષ, નિષ્ઠા અને સાધનના આધારે શ્રાવકધર્મનું વિવેચન કર્યું છે. આ પદ્ધતિનાં બીજ આચાર્ય જિનસેનના આદિપુરાણમાં (પર્વ ૩૯) મળે છે. તેમાં સાવદ્ય ક્રિયાની અર્થાત્ હિંસાની શુદ્ધિના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે – પક્ષ, ચર્યા અને સાધન. નિર્ચન્થ દેવ, નિર્ગસ્થ ગુરુ અને નિર્ઝન્થ ધર્મને જ માનવા એ પક્ષ છે. આવો પક્ષ ધરાવનાર ગૃહસ્થ પાક્ષિક શ્રાવક કહેવાય છે. આવા શ્રાવકના આત્મામાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્યવૃત્તિ હોય છે. જીવહિંસા ન કરતાં ન્યાયપૂર્વક આજીવિકા રળવી તથા શ્રાવકના બારવ્રતો અને અગિયાર પ્રતિમાઓનું પાલન કરવું એ ચર્યા અથવા નિષ્ઠા છે. આ પ્રકારની ચર્ચાનું આચરણ કરનારો ગૃહસ્થ નૈષ્ઠિક શ્રાવક કહેવાય છે. જીવનના અન્તભાગે આહારાદિનો સર્વથા ત્યાગ કરવો એ સાધન છે. આ પ્રકારના સાધનને અપનાવી ધ્યાનશુદ્ધિપૂર્વક આત્મશોધન કરનાર ગૃહસ્થને સાધક શ્રાવક કહેવામાં આવે છે.
શ્રાવકના બાર વ્રતોમાંથી પ્રથમ પાંચ અણુવ્રત કહેવાય છે, પછીનાં ત્રણ ગુણવ્રત કહેવાય છે અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત કહેવાય છે. જો કે શ્વેતામ્બર અને દિગમ્બર ગ્રન્થોમાં ગુણવ્રતો અને શિક્ષાવ્રતોનાં નામો તથા ગણનાક્રમમાં પરસ્પર અને આન્તરિક બન્ને પ્રકારના મતભેદ છે તેમ છતાં એમ કહી શકાય કે દિશાપરિમાણ, ભોગોપભોગપરિમાણ અને અનર્થદંડવિરમણરૂપ ગુણવ્રત તથા સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગરૂપ શિક્ષાવ્રત સમાનપણે અભીષ્ટ અને ઉપયુક્ત છે. અણુવ્રત
શ્રમણનાં અહિંસા આદિ પાંચ મહાવ્રતોની અપેક્ષાએ લઘુ હોવાના કારણે શ્રાવકનાં પ્રથમ પાંચ વ્રત અણુવ્રત અર્થાત્ લઘુવ્રત કહેવાય છે. જેમ સર્વવિરત શ્રમણ માટે પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org