________________
૩૫૬
જૈન ધર્મ-દર્શન
મહાવ્રત પ્રાણભૂત છે તેમ શ્રાવક માટે પાંચ અણુવ્રત જીવનરૂપ છે. જેમ પાંચ મહાવ્રતોના અભાવમાં શ્રામણ્ય નિર્જીવ બની જાય છે તેમ પાંચ અણુવ્રતોના અભાવમાં શ્રાવકધર્મ નિષ્પ્રાણ બની જાય છે. શ્રાવકના મૂલગુણરૂપ પાંચ અણુવ્રતોનાં નામ આ પ્રમાણે છે – (૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ, (૨) સ્થૂલ મૃષાવાદવિરમણ, (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ, (૪) સ્વદારસંતોષ, (૫) ઇચ્છાપરિમાણ.
(૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ – સર્વવિરત અર્થાત્ મહાવ્રતી મુનિ પ્રાણાતિપાતના અર્થાત્ હિંસાના પૂર્ણ ત્યાગી હોય છે (પ્રમાદજન્ય અથવા કષાયજન્ય હિંસાનો સર્વથા ત્યાગ કરે છે), જ્યારે દેશવિરત અર્થાત્ અણુવ્રતી શ્રાવક કેવળ સ્થૂલ હિંસાનો ત્યાગ કરે છે કેમ કે ગૃહસ્થ હોવાના કારણે તેને અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસા તો કરવી પડે છે. તેથી શ્રાવકનું પ્રાણાતિપાતવિરમણ અર્થાત્ હિંસાવિરતિ સ્થૂલ છે. શ્રમણની સર્વ હિંસાવિરતિની તુલનામાં શ્રાવકની સ્કૂલ હિંસાવિરતિ આંશિક હિંસાવિરતિ યા દેશ હિંસાવિરતિ કહેવાય છે. તેના દ્વારા શ્રાવક આંશિક અહિંસાની સાધના કરે છે અહિંસાવ્રતનું આંશિક પાલન કરે છે. શ્રમણ મન, વચન, કાયાથી કોઈ પણ પ્રાણીની – પછી તે પ્રાણી ત્રસ હોય કે સ્થાવર હોય – ન તો હિંસા કરે છે, ન તો કોઈની પાસે હિંસા કરાવે છે કે ન તો હિંસા કરનારનું સમર્થન કરે છે. આમ શ્રમણ હિંસાનો ત્રણ યોગપૂર્વક (મનોયોગ, વચનયોગ અને કાયયોગપૂર્વક) તેમ જ ત્રણ કરણપૂર્વક (કરવા, કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ કરણપૂર્વક) ત્યાગ કરે છે. તેનો આ ત્યાગ સર્વવિરતિ કહેવાય છે. શ્રાવક આ જાતનો હિંસાત્યાગ નથી કરતો. તે કેવળ ત્રસ (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય) પ્રાણીઓની હિંસાથી વિરત થાય છે. તેની આ વિરતિ સામાન્યપણે ત્રણ યોગ અને ત્રણ કરણપૂર્વક હોતી નથી પરંતુ ત્રણ યોગ અને બે કરણપૂર્વક હોય છે. તે નિરપરાધી પ્રાણીઓને મન, વચન, કાયાથી ન તો પોતે સ્વયં મારે છે કે ન તો બીજા પાસે મરાવે છે. શ્રાવક એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે સ્વતન્ત્ર છે જેમાં સ્કૂલ હિંસાની સંભાવના ન હોય. આ જાતની પ્રવૃત્તિ તે બીજા પાસે પણ કરાવી શકે છે.
સાવધાનીપૂર્વક વ્રતનું પાલન કરવા છતાં પણ કોઈ કોઈ વાર પ્રમાદવશ અથવા અજ્ઞાનવશ દોષ લાગવાની સંભાવના રહે છે. આ જાતના દોષોને અતિચાર કહે છે. સ્થૂલ અહિંસા અથવા સ્થૂલ પ્રાણાતિપાતવિરમણના પાંચ મુખ્ય અતિચાર છે - (૧) બન્ધ, (૨) વધ, (૩) છવિચ્છેદ, (૪) અતિભાર અને (૫) અન્નપાનનિરોધ. આ અને આ જાતના અન્ય અતિચાર શ્રાવકે જાણવા યોગ્ય છે, આચારણ કરવા યોગ્ય નથી. બંધનો અર્થ છે કોઈ પણ ત્રસ પ્રાણીને ચુસ્ત બંધનથી બાંધવું અથવા તેને પોતાના ઈષ્ટ સ્થાને જતાં રોકવું. પોતાને અધીન વ્યક્તિઓને નિશ્ચિત સમય કરતાં વધુ સમય
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org