________________
આચારશાસ્ત્ર
૩૫૭
સુધી રોકવી, તેમની પાસેથી નિર્દિષ્ટ સમય કરતાં વધુ સમય સુધી કામ લેવું, તેમને તેમનાં ઇષ્ટ સ્થાનોએ જવામાં અંતરાય નાખવો,વગેરે બંધમાં સમાવેશ પામે છે. કોઈ પણ ત્રસ પ્રાણીને હણવું એ વધ છે. મારવું-પીટવું એ પણ વધનું જ એક રૂપ છે. પોતાના ઉપર આશ્રિત વ્યક્તિઓને કે અન્યોને નિર્દયતાપૂર્વક કે ક્રોધવશ મારવાપીટવા, ગાય, ભેંસ, ઘોડા, બળદ વગેરેને લાકડી, ચાબુક, પથ્થર આદિ વડે ફટકારવા, કોઈ ઉપર અનાવશ્યક અથવા અનુચિત આર્થિક બોજ નાખવો, કોઈની લાચારીનો અનુચિત લાભ ઉઠાવવો, કોઈનું અનૈતિક રીતે શોષણ કરી પોતાનો સ્વાર્થ સાધવો, વગેરે ક્રિયાઓ વધમાં સમાવિષ્ટ છે. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ પ્રાણીની હત્યા કરવી, કોઈને મારવું-પીટવું, સંતાપ યા પીડા પહોંચાડવી, તડપાવવું, શોષવું, મનદુઃખ દેવું, વગેરે વધનાં જ વિવિધ રૂપ છે. અનીતિપૂર્વક કોઈની આજીવિકા છીનવી લેવી યા નષ્ટ કરવી એ પણ વધનું એક રૂપ છે. ત્રીજો અતિચાર છવિચ્છેદ છે. કોઈ પણ પ્રાણીનાં અંગ-ઉપાંગ કાપવાં એ વિચ્છેદ છે. છવિચ્છેદથી પ્રાણીને પીડા થાય છે એટલે તે ત્યાજ્ય છે. છવિચ્છેદની જેમ વૃત્તિચ્છેદ પણ દોષયુક્ત છે. કોઈની વૃત્તિનો અર્થાત્ આજીવિકાનો છેદ કરવો દોષરૂપ છે જ પરંતુ ઉચિત પારિશ્રમિક કરતાં ઓછું આપવું, ઓછો પગાર આપવો, ઓછી મજૂરી આપવી, અનુચિતપણે પગાર કે મજૂરી કાપી લેવી, નોકર કે મજૂરને રજા આદિની સુવિધાઓ ન આપવી, વગેરે ક્રિયાઓ પણ છવિચ્છેદની જેમ જ દોષયુક્ત છે. ચોથો અતિચાર અતિભાર છે. બળદ, ઊંટ, અશ્વ વગેરે પશુઓ પર અથવા મજૂર, નોકર આદિ મનુષ્યો પર તેમની શક્તિ કરતાં વધુ બોજો લાદવો એ અતિભાર કહેવાય છે. શક્તિ અને સમય હોવા છતાં પોતાનું કામ પોતે કરવાને બદલે બીજા પાસે કરાવવું અથવા કોઈની પાસેથી તેની શક્તિ કરતાં વધુ કામ લેવું એ પણ અતિભાર જ છે. પાંચમો અતિચાર અન્નપાનનિરોધ છે. કોઈના ખાનપાનમાં અવરોધ ઉભો કરવો એ આ અતિચાર છે. નોકર વગેરેને વખતસર ભોજન ન દેવું, પૂરું ભોજન ન દેવું, પોતાની પાસે સંગ્રહ હોવા છતાં આવશ્યકતા વખતે કોઈની સહાયતા ન કરવી, પોતાને અધીન રહેલા પશુઓ અને મનુષ્યોને પર્યાપ્ત અન્ન આદિ ન દેવાં એ અન્નપાનનિરોધ અતિચાર છે. શ્રાવકે આ બધા અતિચારોથી દૂર રહેવું જોઈએ - — આ જાતના અનેક દોષોથી બચવું જોઈએ.
(૨) સ્થૂલ મૃષાવાદવિરમણ — જેમ શ્રમણોપાસકે સ્થૂલ પ્રાણાતિપાતથી અર્થાત્ હિંસાથી બચવું જરૂરી છે તેમ તેણે સ્થૂલ મૃષાવાદથી અર્થાત્ અસત્યથી બચવું પણ જરૂરી છે. જેમ હિંસા ન કરવી એ પ્રાણાતિપાતવિરમણ વ્રતનો નિષેધાત્મક પક્ષ છે તથા રક્ષા, અનુકમ્પા, પરોપફાર આદિ કરવાં એ પ્રાણાતિપાતવિરમણ વ્રતનું અર્થાત્ અહિંસાનું વિધેયાત્મક રૂપ છે તેમ અસત્ય વચન ન બોલવું એ મૃષાવાદવિરમણ વ્રતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org