________________
૧૬ર
જૈન ધર્મ-દર્શન અને રસનો હોય છે. માંકડ, કીડી, વગેરેને ત્રણ ઇન્દ્રિયો (સ્પર્શન, રસન અને ધ્રાણ) હોય છે. માખી, મચ્છર, ભ્રમર આદિને ચાર ઇન્દ્રિયો (સ્પર્શન, રસન, ધ્રાણ અને ચક્ષુ) હોય છે. પંચેન્દ્રિય (સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર ઇન્દ્રિયોવાળા) જીવોના બે ભેદ છે– સમ્મ૭િમ (વિના ગર્ભ સહજ ઉત્પન્ન થનાર) અને ગર્ભજ (ગર્ભ દ્વારા ઉત્પન્ન થનાર). વળી આ બેમાંથી દરેકના ત્રણ ત્રણ પેટાભેદો છે–પાણીમાં રહેનાર (જલચર), ભૂમિ પર રહેનાર (સ્થલચર) અને વાયુ અર્થાતુ આકાશમાં રહેનાર(નભચર), માછલી, કાચબો, મગર, વગેરે જલચર છે. સ્થલચર જીવોના બે પ્રકાર છે–ચોપગા અને સરકતા. ચોપગાના ચાર પ્રકાર છે—એક સળંગ ખરીવાળા જેવા કે ઘોડો વગેરે, બે ખરીવાળા (અર્થાત ફાટવાળી ખરીવાળા) જેવા કે ગાય વગેરે, અનેક ખરીવાળા જેવા કે હાથી વગેરે, નખવાળા પંજાવાળા જેવા કે સિંહ વગેરે. સરકતા સ્થલચરોના વળી બે ભેદ છે–પોતાના બાહુઓ પર ચાલતા અને છાતીના બળથી સરકતા. ગરોળી આદિ પ્રથમ પ્રકારના છે તથા સાપ આદિ બીજા પ્રકારના છે. નભચરોના (પક્ષીઓના) ચાર પ્રકાર છે—જેમના ઉપર ઝાલર જેવી ચામડી હોય છે, જેમના ઉપર રુવાંટી હોય છે (લોમપક્ષી), જેમના ઉપર પેટી જેવું ઢાંકણ હોય છે (સમુદ્રગપક્ષી) અને જેઓ પાંખો ફેલાવી બેસે છે (વિતતપક્ષી).
૧. ઉત્તરાધ્યયનસૂત્ર, ૩૬. ૬૯-૧૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org