________________
ચોથું અધ્યયન જ્ઞાનમીમાંસા
જ્ઞાન અને આત્માનો સંબંધ દંડ અને દંડીના સંબંધથી જુદો છે. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. જ્ઞાન વિનાના આત્માની કલ્પના કરવી અસંભવ છે. ન્યાયવૈશેષિક દર્શન જ્ઞાનને આત્માનો આગન્તુક ધર્મ માને છે, મૌલિક યા સ્વાભાવિક નહિ. જૈન દર્શન જ્ઞાનને આત્માનો મૌલિક અર્થાત્ સ્વાભાવિક ધર્મ માને છે. ક્યાંક ક્યાંક તો જ્ઞાનને એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે આત્માના અન્ય ગુણોની ઉપેક્ષા કરીને જ્ઞાન અને આત્માને એક માની લેવામાં આવ્યાં છે. આચાર્યકુન્દકુન્દ વ્યવહારનય અને નિશ્ચયનયની મદદ લઈને કહ્યું કે વ્યવહારનયથી આત્મા અને જ્ઞાનમાં ભેદ છે, પરંતુ નિશ્ચયનયથી આત્મા અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. અહીં આત્માના અન્ય ગુણોને જ્ઞાનાન્તર્ગત કરી લેવામાં આવ્યા છે, અન્યથા આ કદાપિ ન બની શકે કે જ્ઞાન જ આત્મા બની જાય, કેમ કે આત્મામાં અન્ય ગુણો પણ છે. આ વાતનું પ્રમાણ આગળ ઉપર આપણને મળે છે. પ્રવચનસારમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે અનન્તસુખ અનન્તજ્ઞાન છે. સુખ અને જ્ઞાન અભિન્ન છે. જૈન આગમોમાં પણ આ જ વાત મળે છે. આત્મા અને જ્ઞાનના અભેદની ચર્ચા બહુ જ પુરાણી છે. કુન્દકુન્દ સર્વજ્ઞની ચર્ચા કરતી વખતે પણ એ જ કહ્યું છે કે વ્યવહારષ્ટિએ કેવલી બધાં દ્રવ્યોને તેમના બધા પર્યાયો સહિત જાણે છે. પરમાર્થદૃષ્ટિએ તો કેવલી આત્માને જ જાણે છે. આત્મા અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી, એટલે કેવલી આત્માને જાણે છે એનો અર્થ એ થયો કે કેવલી પોતાના જ્ઞાનને જાણે છે. પોતાના જ્ઞાનને કેવી રીતે જાણી શકાય ? તેના માટે અન્ય જ્ઞાનની આવશ્યકતા છે એમ માની શકાય નહિ કેમ કે તેમાં અનવસ્થાદોષની આપત્તિ આવે છે. જ્ઞાન પોતાને પોતાનાથી જાણે છે, આ વાત ઝટ આપણી સમજમાં આવતી નથી.
-
૧. સમયસાર, ૬-૭. ૨. ૧.૫૯-૬૦ 3. जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं।
केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ।।
–-નિયમસાર, ૧૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org