________________
૧૬૪
જૈન ધર્મ-દર્શન કોઈનટગમે તેટલો કુશળ હોય તો પણ તે પોતાના ખભા ઉપર ચડી શકતો નથી. અગ્નિ ખુદ પોતાને સળગાવી શકતો નથી. જૈન દર્શન માને છે કે જ્ઞાન પોતે પોતાને જાણતું જ બીજાને જાણે છે. તે દીપકની જેમસ્વપ્રકાશક છે. તાત્પર્ય એ છે કે આત્માનું સ્વરૂપ સમજવા માટે જ્ઞાનનું સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે. એટલે જ જ્ઞાનનું આટલું બધું મહત્ત્વ છે. આગમોમાં જ્ઞાનવાદ
આગમોમાં જ્ઞાન અંગેની જે માન્યતાઓ મળે છે તે બહુ પ્રાચીન છે. સંભવતઃ આ માન્યતાઓ ભગવાન મહાવીરથી પણ પહેલાંની છે. પાંચ જ્ઞાનોની ચર્ચા આગમસાહિત્યમાં મળે છે. તેની બાબતમાં રાજપ્રશ્રયસૂત્રમાં એક વૃત્તાન્ત મળે છે. શ્રમણ કેશિકુમાર પોતાના મુખથી કહે છે – અમે શ્રમણ નિર્ઝન્થો પાંચ પ્રકારનાં જ્ઞાનો માનીએ છીએ : આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન, કેવલજ્ઞાન. કેશિકુમાર પાર્શ્વનાથની પરંપરાના સાધુ હતા. તેમણે પોતાના મુખથી પાંચ જ્ઞાનોનાં નામ લીધાં છે. બરાબર તે જ પાંચ જ્ઞાન મહાવીરની પરંપરામાં પણ પ્રચલિત થયાં. મહાવીરે જ્ઞાન વિશે કોઈ નવી પ્રરૂપણા નથી કરી. જો પાર્શ્વનાથની પરંપરાથી મહાવીરનો એ અંગે કંઈ પણ મતભેદ હોત તો તે આગમોમાં અવશ્ય મળત. પાંચ જ્ઞાનની માન્યતા શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને પરંપરાઓમાં પ્રાય: એકસરખી છે. આ વિષયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન આદિની એકબે વાતો સિવાય કોઈ ખાસ મતભેદ નથી. જૈન આગમોમાં પાંચ જ્ઞાનની માન્યતાનાં કેટલાં રૂપો મળે છે અને તે પાંચ જ્ઞાનોના ભેદપ્રભેદોમાં શું અત્તર છે, એના ઉપર થોડો વિચાર કરીએ. આગમોમાં જ્ઞાનચર્ચાની ત્રણ ભૂમિકાઓ મળે છે. -
૧. પ્રથમ ભૂમિકામાં જ્ઞાનનો સીધો પાંચ ભેદોમાં વિભાગ છે અને પ્રથમ ભેદના વળી ચાર ભેદ કરવામાં આવ્યા છે. આ વિભાગ નીચે પ્રમાણે છે :
જ્ઞાન
આભિનિબોધિક
શ્રત
અવધિ
મન:પર્યાય
કેવલ
અવગ્રહ ઈહા અવાય ધારણા १. एवं खु पएसी अम्हं समणाणं निग्गंथाणं पंचविहे नाणे पण्णत्ते । तं जहा -
મfછવોદિયા, સુયાના, મોહિણા, પાપગ્નવUTIછે, દેવતાને I – ૧૬૫. ૨. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૮ (પંડિત દલસુખ માલવણિયા). ૩. ભગવતીસૂત્ર, ૮૮.૨.૩૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org