________________
આચારશાસ્ત્ર
૩પ૯
પામે છે. કોઈની ગુપ્ત વાત કોઈની આગળ ખુલ્લી કરી દઈ તેનો વિશ્વાસઘાત કરવો એ રહસ્યઅભ્યાખ્યાન છે. પતિ-પત્નીએ એકબીજાની ગોપનીય વાતોને બીજા કોઈ આગળ પ્રગટ કરી દેવી એ સ્વદારમ–ભેદ યા સ્વપતિમત્રભેદ છે. કોઈને સાચું ખોટું સમજાવીને કુમાર્ગે વાળવો એ મૃષોપદેશ છે. ખોટા લેખ લખવા, ખોટા દસ્તાવેજો બનાવવા, ખોટી સહીઓ કરવી, ખોટો અંગૂઠો લગાવવો, ખોટા ચોપડા તૈયાર કરવા, ખોટા સિક્કા બનાવવા-ચલાવવા, નકલી નોટો છાપવી, વગેરે કૂટલેખકરણ અતિચારમાં સમાવેશ પામે છે. શ્રાવકે આ બધા અતિચારોથી તથા આના જેવા અન્ય અતિચારોથી બચવું જોઈએ. તેણે સદા સાવધાન રહીને સત્યની આરાધના કરવી જોઈએ.
(૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ – અહિંસા અને સત્યના સમ્યફ પાલન માટે અચૌર્ય અર્થાત્ અદત્તાદાનવિરમણ આવશ્યક છે. શ્રાવક માટે જે પ્રકારનું અચૌર્ય અથવા અસ્તેય આવશ્યકમનાયું છે તેને સ્થૂલ અદત્તાદાનવિરમણ કહે છે. સાધુ માટેતો અનુમતિ વિના દાંત સાફ કરવા તૃણ લેવું પણ વર્જિત છે અર્થાત્ ન આપવામાં આવેલી કોઈ પણ વસ્તુનું ગ્રહણ તે કરતા નથી. શ્રાવક માટે એવું આવશ્યક મનાયું નથી. તે સૂક્ષ્મ અદત્તાદાનનો ત્યાગ ન પણ કરે તો પણ સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ તો તેણે કરવો જ જોઈએ. અદત્તાદાનનો શબ્દાર્થ છે ન આપવામાં આવેલી (અદત્ત) વસ્તુનું ગ્રહણ (આદાન). એને સામાન્ય ભાષામાં ચોરી કહેવામાં આવે છે. શ્રાવક માટે એવી ચોરીનો ત્યાગ અનિવાર્ય છે જેને કરવાથી રાજદંડ ભોગવવો પડે, સમાજમાં અવિશ્વાસ ઉત્પન્ન થાય, પ્રામાણિકતા નાશ પામે, પ્રતિષ્ઠાની હાનિ થાય. આ જાતની ચોરીનો ત્યાગ જૈન આચારશાસ્ત્રમાં સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના નામથી પ્રસિદ્ધ છે. સ્થૂલ ચોરીનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે- કોઈના ઘર આદિમાં ખાતર પાડવું, કોઈનું ખિસ્સે કાપવું, કોઈનું તાળું તોડવું, કોઈને લૂંટવો, કોઈની ચીજ પૂછયા વિના ઉઠાવી લેવી, કોઈનું દાટેલું કે છુપાવેલું ધન કાઢી લેવું, ઠગવું, જડેલી વસ્તુના માલિકને શોધવાની કોશિશ ન કરવી અથવા માલિકીની ખબર પડે તો પણ તે વસ્તુ તેને ન આપવી, ચૌર્યબુદ્ધિથી કોઈની વસ્તુ ઉઠાવી લેવી અથવા પોતાની પાસે રાખી લેવી, વગેરે. શ્રાવક ચોરીનો ત્યાગ પણ સામાન્ય રીતે બે કરણ અને ત્રણ યોગપૂર્વક જ કરે છે.
અદત્તાદાનવિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે – (૧) તેનાહત, (૨) તસ્કરપ્રયોગ, (૩) રાજ્યાદિવિરુદ્ધ કર્મ, (૪) કૂટતોલ-કૂટમાન, અને (૫) ત–તિરૂપક વ્યવહાર. અજ્ઞાનવશ એમ સમજીને કે ચોરી કરવી કે કરાવવી પાપ છે પરંતુ ચોરાયેલી વસ્તુ લેવામાં કે ખરીદવામાં શો વાંધો છે, ચોરીનો માલ લેવો કે ખરીદવો એ તેનાહત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org