________________
૩૬o
જૈન ધર્મ-દર્શન અતિચાર છે. ચોરી કરવાની પ્રેરણા આપવી, ચોરને મદદ કરવી, તસ્કરને શરણ આપવું, શસ્ત્રાસ્ત્ર દ્વારા લૂંટારાઓને મદદ કરવી, લૂંટારાઓનો પક્ષ લેવો આદિ ક્રિયાઓ તસ્કરપ્રયોગમાં સમાવેશ પામે છે. પ્રજાના હિતને માટે બનાવાયેલા રાજ્ય આદિના નિયમોનો ભંગ કરવો એ રાજ્યાદિવિરુદ્ધ કર્મ છે. આ અતિચારમાં નીચે જણાવેલાં કાર્યોનો સમાવેશ થાય છે – અવૈધાનિક વ્યાપાર કરવો, કરચોરી કરવી, અનુમતિ વિના પરરાજયની સીમામાં પ્રવેશ કરવો, નિષિદ્ધ વસ્તુઓ એક સ્થાનથી બીજે સ્થાને અથવા એક દેશમાંથી બીજા દેશમાં લાવવી-લઈ જવી, રાજયહિત વિરુદ્ધ ગુપ્ત કાર્ય કરવું, સ્વાર્થવશ રાજ્યના કોઈ પણ કાનૂનનો ભંગ કરવો, સમાજના કોઈ પણ હિતકર નિયમની અવહેલના કરવી, વગેરે. લેવડ-દેવડમાં ન્યૂનાધિકતાનો પ્રયોગ કરવો કૂટતોલફૂટમાન કહેવાય છે. વસ્તુઓમાં ભેળસેળ કરવી તતિરૂપક વ્યવહાર છે. બહુમૂલ્ય વસ્તુમાં અલ્પમૂલ્ય વસ્તુ ભેળવવી, શુદ્ધ વસ્તુમાં અશુદ્ધ વસ્તુ ભેળવવી, સુપથ્ય વસ્તુમાં કુપથ્ય વસ્તુ ભેળવવી અને આ રીતે અનુચિત લાભ ઉઠાવવો શ્રાવક માટે વર્જિત છે.
(૪) સ્વદારસન્તોષ – પોતાની પત્ની સિવાય બાકીની બધી સ્ત્રીઓ સાથે મૈથુનસેવનનો મન, વચન અને કાયાથી ત્યાગ કરવો એ સ્વદારસન્તોષ વ્રત કહેવાય છે. જેમ શ્રાવક માટે સ્વદારસન્તોષનું વિધાન છે તેમ શ્રાવિકા માટે સ્વપતિસન્તોષનો નિયમ સમજી લેવો જોઈએ. પોતાના પતિ સિવાય બીજા બધા પુરુષો સાથે મન, વચન અને કાયાથી મૈથુનસેવનનો ત્યાગ કરવો એ સ્વપતિસન્તોષ વ્રત કહેવાય છે. શ્રાવક માટે સ્વદારસન્તોષ અને શ્રાવિકા માટે સ્વપતિસન્તોષ અનિવાર્ય છે. શ્રમણ-શ્રમણી માટે મૈથુનનો સર્વથા ત્યાગ વિહિત છે જ્યારે શ્રાવક-શ્રાવિકા માટે મૈથુનની મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ આદિની જેમ તેને સ્કૂલ મૈથુનવિરમણ કહી શકાય.
જ્યારે શ્રાવક મૈથુનસેવનની સ્વદારસન્તોષરૂપ મર્યાદા નિશ્ચિત કરે છે ત્યારે પરદારત્યાગ, વેશ્યાત્યાગ, કુમારિકાત્યાગ આદિનો સમાવેશ આપોઆપ થઈ જાય છે. આવું હોવા છતાં પણ કેટલીક વાર વિષયવૃત્તિની અધીનતાના કારણે તે જાયેઅજાયે એવા ખોટા રસ્તા ખોળી કાઢે છે જેનાથી વ્રતભંગ પણ ન થાય અને મૈથુનેચ્છા પણ પૂરી થઈ જાય. આ ખોટા રસ્તાઓ સ્થૂલ મૈથુનવિરમણ વ્રતના અતિચારો છે. તે દોષરૂપ હોવાના કારણે ત્યાજ્ય છે.અન્ય વ્રતોના અતિચારોની જેમ તેમના પણ પાંચ પ્રકાર છે. તે નીચે મુજબ છે – (૧) ઇત્વરિકપરિગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગક્રીડા, (૪) પરવિવાહકરણ અને (૫) કામભોગતવાભિલાષા. જે સ્ત્રીઓ પરદારકોટિમાં નથી આવતી એવી સ્ત્રીઓને ધન આદિની લાલચ આપીને કેટલોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org