________________
આચારશાસ્ત્ર
૩૬ ૧
વખત સુધી પોતાની બનાવી લેવી અર્થાત સ્વદારકોટિની બનાવી દેવી તથા તેની સાથે કામભોગનું સેવન કરવું એ ઇત્વરિકપરિગૃહીતાગમન કહેવાય છે. ઈન્દર એટલે અલ્પકાલ, પરિગ્રહણ એટલે સ્વીકાર, ગમન એટલે કામભોગસેવન. ઈવરિપરિગૃહીતાગમન એટલે અલ્પકાલ માટે સ્વીકારેલી સ્ત્રી સાથે કામભોગનું સેવન કરવું તે – કેટલાક વખત માટે રાખેલી કોઈ મહિલા સાથે મૈથુનસેવન કરવું તે. જે સ્ત્રી પોતાના માટે અપરિગૃહીત અર્થાત્ અસ્વીકૃત છે તેની સાથે કામભોગનું સેવન કરવું એ અપરિગૃહીતાગમન છે. આ પ્રકારની સ્ત્રીઓમાં નીચે જણાવેલી સ્ત્રીઓનો સમાવેશ થાય છે – જેની સાથે સંબંધ નિશ્ચિત થઈ ગયો હોય પરંતુ વિવાહ ન થયો હોય, જે અવિવાહિત કન્યાના રૂપમાં જ હોય, જેનો પતિ મરી ગયો હોય, જે વેશ્યાનો વ્યવસાય કરતી હોય, જેને પોતાના પતિએ ત્યજી દીધી હોય અથવા જેણે પોતાના પતિને છોડી દીધો હોય, જેનો પતિ ગાંડો થઈ ગયો હોય, જે પોતાની દાસી અથવા નોકરડી તરીકે કામ કરતી હોય, વગેરે. જેનું નિષેધાત્મક રૂપ પરદારવિવર્જન છે તે સ્વદારસન્તોષનો પૂરો અર્થ ન સમજવાના કારણે અથવા તો ભૂલથી આવી બધી જાતની સ્ત્રીઓ સાથે મૈથુનસેવન કરવું એ અપરિગ્રહીતાગમન અતિચાર છે. જે કોઈ સ્ત્રી સાથે કામોત્તેજક ક્રીડા કરવી, જે કોઈ સ્ત્રીને કામોત્તેજક આલિંગન કરવું, હસ્તકર્મ આદિ કુચેષ્ટા કરવી, કૃત્રિમ સાધનો દ્વારા કામાચાર કરવો, વગેરે કામવર્ધક પ્રવૃતિઓ અનંગક્રીડામાં સમાવેશ પામે છે. કન્યાદાનમાં પુણ્ય સમજીને અથવા રાગાદિના કારણે બીજાઓ માટે છોકરો-છોકરી શોધવા, તેમના લગ્ન કરાવી આપવા, વગેરે પરવિવાહિકરણ અતિચારમાં સમાવિષ્ટ છે. કર્તવ્યબુદ્ધિથી અથવા સહાયતાબુદ્ધિથી એવું કરવામાં કોઈ દોષ નથી. પોતાની સત્તતિના વિવાહ આદિની જવાબદારી તો સ્વદારસન્તોષ સાથે સમ્બદ્ધ હોવાના કારણે શ્રાવક ઉપર આપોઆપ આવે છે. તેથી દીકરા-દીકરીના લગ્ન આદિનો સમુચિત પ્રબન્ધ કરવો એ તો શ્રાવકના ચોથા અણુવ્રત સ્વદારસન્તોષની મર્યાદામાં આવી જાય છે. પાંચ ઇન્દ્રિયોમાંથી ચક્ષુ અને શ્રોત્રના વિષય રૂપ અને શબ્દને કામ કહે છે કેમ કે તેમનાથી કામના તો જાગે છે પણ ભોગ થતો નથી. ઘાણ, રસના અને સ્પર્શનના વિષય ગબ્ધ, રસ અને સ્પર્શ ભોગરૂપ છે કેમ કે આ ત્રણે ઇન્દ્રિયો પોતપોતાના વિષયના ભોગથી તૃપ્ત થાય છે. આ કામરૂપ અને ભોગરૂપ વિષયોમાં અત્યન્ત આસક્તિ રાખવી અર્થાતુ તેમની અત્યધિક આકાંક્ષા કરવી એ કામભોગતીવ્રાભિલાષા અતિચાર છે. વાજીકરણ આદિના સેવન દ્વારા અથવા કામશાસ્ત્રોક્ત પ્રયોગો દ્વારા મૈથુનેચ્છાને અધિકાધિક ઉદ્દીપ્ત કરવી એ પણ કામભોગતીવ્રાભિલાષા અતિચાર છે. પોતાની પત્ની સાથે પણ અમર્યાદ મૈથુનસેવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org