________________
૨૨૨
જૈન ધર્મ-દર્શન વૈધર્મેદાહરણમાં વિદેશતાને પ્રગટ કરનારું દષ્ટાન્ત આપવામાં આવે છે. જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ધૂમ નથી હોતો, જેમ કે જલાશય' આ વૈધર્મેદાન્ત છે. બેમાંથી કોઈ એકનો પ્રયોગ કરવો જોઈએ.
ઉપનય – હેતુનો ધર્મીમાં ઉપસંહાર કરવો એ ઉપનય છે. જ્યાં સાધ્ય રહે છે તે ધર્મી કહેવાય છે. “આ પર્વતમાં અગ્નિ છે અહીં અગ્નિ સાધ્ય છે અને પર્વત ધર્મી છે કેમ કે અગ્નિરૂપ સાધ્યધર્મ પર્વતમાં રહે છે. હેતુનો ધર્મીમાં ઉપસંહાર કરવો અર્થાત “આ હેતુ આ ધર્મીમાં છે' એ જાતનો વચનપ્રયોગ ઉપનય કહેવાય છે. અગ્નિની સિદ્ધિ માટે ધૂમ હેતુ આપવામાં આવ્યો છે. “આ પર્વતમાં ધૂમ છે' એ તે હેતુનો ઉપસંહાર
છે.
નિગમન – સાધ્યનું પુનર્વચન નિગમન છે. પ્રતિજ્ઞાના સમયે સાધ્યનો જે નિર્દેશ કરવામાં આવે છે તેને નિર્ણયના રૂપમાં પુનઃ જણાવવો એ નિગમન કહેવાય છે. આ અંતિમ નિર્ણયરૂપ વચન છે. “તેથી અહીં અગ્નિ છે આ કથન નિગમનનું ઉદાહરણ છે.
આ પાંચ અવયવોને ધ્યાનમાં રાખીને પરાર્થાનુમાનનું રૂપ આ પ્રકારનું થાય છે–
આ પર્વતમાં અગ્નિ છે, કેમ કે તેમાં ધૂમ છે, જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં અગ્નિ હોય છે જેમ કે રસોઈઘર (સાધર્મષ્ટાન્ન) તથા જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ધૂમ નથી હોતો જેમ કે જલાશય (વૈધર્મેદષ્ટાન્ત), આ પર્વતમાં ધૂમ છે, તેથી આ પર્વતમાં અગ્નિ છે.
આગમ – આમ પુરુષનાં વચનથી ઉત્પન્ન થનારું અર્થજ્ઞાન આગમ છે. આમ પુરુષ એટલે તત્ત્વને યથાવસ્થિત જાણનારો અને તત્ત્વનું યથાવસ્થિત નિરૂપણ કરનારો. રાગ-દ્વેષ વગેરે દોષોથી રહિત પુરુષ જ આતે હોઈ શકે છે કેમ કે તે કદાપિ મિથ્યાવાદી હોઈ શકતો જ નથી. આવા પુરુષનાં વચનોથી ઉત્પન્ન થનારું જ્ઞાન આગમ કહેવાય છે. ઉપચારથી આપ્તનાં વચનોનો સંગ્રહ પણ આગમ છે. પરાર્થાનુમાન અને આગમમાં એ જ અત્તર છે કે પરાર્થાનુમાન માટે આપ્તત્વ આવશ્યક નથી જ્યારે આગમ માટે
१. हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः । यथा धूमश्चात्रप्रदेशे।
–પ્રમાણનયતત્ત્વાલક, ૩૪૯-૫૦. २. साध्यधर्मस्य पुनर्वचनं निगमनम् । यथा तस्मादग्निरत्र ।
• –એજન, ૩.૫૧-પર. ૩. માનવવનારાવિષ્કૃતાર્થનમ:–એજન, ૪.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org