________________
જ્ઞાનમીમાંસા
૨૨૧ અગ્નિરૂપ સાધ્યના અભાવમાં ધૂમરૂપ સાધનના અભાવનું પ્રતિપાદન કરનારી બીજી
રીત છે.
પરાર્થાનુમાનના અવયવો – અવયવોને અંગે દાર્શનિકોમાં મતભેદ છે. સાંખ્ય પરાર્થાનુમાનના ત્રણ અવયવો માને છે – પક્ષ, હેતુ અને ઉદાહરણ. મીમાંસકો ચાર અવયવોનો પ્રયોગ ઉચિત સમજે છે – પક્ષ, હેતુ, ઉદાહરણ અને ઉપનય. નૈયાયિકો પાંચ અવયવોનો પ્રયોગ આવશ્યક માને છે - પક્ષ, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. જૈન દર્શન કેટલા અવયવો અનિવાર્ય માને છે એનું વિવેચન આગમકાલીન અવયવચર્ચામાં કરી દીધું છે. જ્ઞાનવાનુને સમજાવવા માટે પક્ષ અને હેતુ જ પૂરતા છે. મન્દ બુદ્ધિવાળાને સમજાવવા માટે દસ અવયવો સુધીનો પ્રયોગ કરી શકાય. સામાન્યપણે પાંચ અવયવોનો પ્રયોગ થાય છે, તેથી તે પાંચ અવયવોનું સ્વરૂપ સમજી લેવું ઠીક રહેશે.
પ્રતિજ્ઞા – સાધ્યનો નિર્દેશ કરવો એ પ્રતિજ્ઞા છે. જે વાતને આપણે સિદ્ધ કરવા માગતા હોઈએ તેનો પ્રથમ નિર્દેશ પ્રતિજ્ઞા છે. તેનાથી સૌને જાણ થાય છે કે આપણું સાધ્ય શું છે, આપણે શું સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ. પ્રતિજ્ઞાને પક્ષ પણ કહે છે. “આ પર્વત ઉપર અગ્નિ છે આ પ્રતિજ્ઞા યા પક્ષનું ઉદાહરણ છે.
હેતુ – સાધનત્વને અભિવ્યક્ત કરતી વિભક્તિ જેના અંતે લાગેલી હોય એવું સાધનનું વચન હેતુ છે. સંસ્કૃત ભાષામાં પાંચમી કે ત્રીજી વિભક્તિની સાથે સમાપ્ત થનારું સાધનવાચક વચન હેતુ કહેવાય છે. ગુજરાતીમાં કારણ કે, હોવાથી આદિ શબ્દો વડે સાધનનું પ્રતિપાદન થાય છે. “આ પર્વત ઉપર અગ્નિ છે, કારણ કે ત્યાં ધૂમ છે' આ હેતુનું ઉદાહરણ છે. આને વધારે સ્પષ્ટ કરી શકાય – કારણ કે અગ્નિ હોય તો જ ધૂમ હોઈ શકે છે અથવા અગ્નિના અભાવમાં ધૂમનું હોવું સંભવતું જ નથી. સાધન અને સાધ્યના અવિનાભાવસંબંધને દેખાડતો આ પ્રયોગ બેમાંથી કોઈ પણ એક રીતે કરી શકાય છે. . ઉદાહરણ – હેતુને સારી રીતે સમજાવવા માટે દષ્ટાન્નનો પ્રયોગ કરવો એ ઉદાહરણ છે. ઉદાહરણનો પ્રયોગ બે રીતે થઈ શકે છે–સાધર્મ્સથી અને વૈધર્મેથી. સાદશ્ય દર્શાવનાર ઉદાહરણનો પ્રયોગ કરવો એ સાધર્મેદાહરણ છે. “જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં અગ્નિ હોય છે, જેમ કે રસોઈઘરઆ સાધર્મેદાન્ત છે.
૧. સાનિર્વેશ: પ્રતિજ્ઞા પ્રમાણમીમાંસા, ૨.૧.૧૧. ૨. સાધન–ામચંનવિમવલ્યન્ત સાધનવન હેતુઃ એજન, ૨.૧.૧૨. ૩. દૃષ્ટાન્તવનમુદ્રાહરણમ્ એજન, ૨.૧.૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org